ગજરાતની સોનુ સુદ ગણાતા, અને અનેક લોકોને પાકા માકાન બનાવી આપનાર ‘ખજૂરભાઈ’ના ઘરને પણ ચોરોએ ન છોડ્યું,

ગજરાતની સોનુ સુદ ગણાતા, અને અનેક લોકોને પાકા માકાન બનાવી આપનાર ‘ખજૂરભાઈ’ના ઘરને પણ ચોરોએ ન છોડ્યું,

​​​​​​​બારડોલી : એક ખૂબજ આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. બારડોલીના બાબેન ખાતે રહેતા ગુજરાતી કોમિડિયન તરીકે ઓળખ ઊભી કરનાર નીતિન જાની (ખજુરભાઈ) જેઓ એક કોમેડિયન અને યુટ્બુ ચેલન ચલાવે છે. ટાઉટે વાવાઝોડામાં બેઘર બનેલા લોકોને આર્થિક કરી લોકોના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર ગુજરાતના ખજુરભાઈને લોકો ગુજરાતના સોનુ સુદ તરીક ઓળખાવા માંડ્યા છે. તસ્કરોએ તેમને પણ છોડ્યા નથી. તેમના અસ્તાન ખાતે આવેલ ઘરને નિશાનો બનાવી ઘરમાંથી ટીવીની ચોરી ગયા હતા.

હજારો લોકોને મદદ કરી હતી
યુ ટ્યુબ ચેલન પર જીગલી ખજુરની ચેલનના લાખો પ્રસંશક છે. આ ચેનલ ચલાવનાર નીતિન જાની એટલે ખજુરભાઈ જેઓ કોમેડી કરી લોકોના હ્યદયમાં સ્થાન તો પ્રાપ્ત કર્યું છે. સાથે સાથે સમાજ સેવા કરીને પણ લોકોના દીલી જીતી લીધા છે. તાઉતે વાવાઝોડામાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ભારે ખાનાખરાબી સર્જાય હતી. લોકોને કપરી પરિસ્થિતિમાં જોઈ તેઓ ખુદ તેમની ટીમ ગામડે ગામડે મદદે પહોંચી ગયા હતાં. હજારો જરૂરિયાતમંદ લોકોને કપરા સમયમાં મદદ કરી છે. તેઓ ગુજરાતના સનુ સુદ તરીકે જાણીતા થયા છે.

તસ્કરો ઘરમાંથી LED લઈ ગયાં
​​​​​​​બારડોલી તાલુકાના અસ્તાન ગામે આવેલ રિદ્ધિ સોસાયટીમાં નીતિન જાની (ખજુરભાઈ)નું ઘર આવેલ છે. જે ઘર છેલ્લા ઘણા સમયથી બંધ રહે છે. ગત થોડા દિવસો અગાઉ તેમના બંઘ ઘરના મનકાનનો નકૂચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતાં અને ઘરમાં મુકેલ સામાન વેરવિખેર કર્યો હતો. તેમજ ઘરમાં કોઈ કિંમતી સામાન હાથ ન લાગતાં ઘરમાં મુકેલ એલઈડી ટીવી ચોરી ગયા હતાં. ઘટના અંગેની જાણ લોકોને થતાં ખજુરભાઈના પ્રસંશકોને થતાં તેમણે ફીટકાર વર્ષાવી છે. લોકોને જરૂરિયાતના સમયે મદદપુરી પાડનાર અને હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા ગુજરાતના સોનુ સુદને પણ તસ્કરોએ છોડ્યા નથી.