વાંઢાઓ માટે ખાસ છે ખૂબ જ ચમત્કારી “ચુડેલ ફઈ બા” નું મંદિર, માત્ર માનતા માનવાથી થાય છે લગ્ન અને સંતાન પ્રાપ્તિ

આપણા દેશની અંદર ઘણા મંદિરો આવેલા છે જેના ચમત્કારો દુનિયાભરમાં પ્રખ્યાત છે. વૈજ્ઞાનિકો પણ આ મંદિરના રહસ્યો વિશે આજ દિવસ સુધી જાણી શક્યા નથી. કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યા પુરાવાની શુ જરૂર. આજે અમે તમને એક આવાજ મંદિરના ચમત્કારિક ઈતિહાસ વિશે જણાવીશું. જ્યાં કુંવારા લોકો ખરા દિલથી શ્રદ્ધા રાખો તો દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરને “ચુડેલ ફઈ બા” મંદિર તરીકે ઓળખાય છે. તો યાલો જાણીએ ક્યા આવેલુ છે આ મંદિર અને શુ છે તેનો ઈતિહાસ, આ વિશેષ અહેવાલમાં જાણીએ…

અમદાવાદ જિલ્લાના સાંણદ તાલુકાના ઝાંપા નામનું ગામ. સાણંદથી 35 કિલોમીટર દુર ઝાંપા ગામમાં ચુડેલ ફઈ બાનુ મંદિર આવેલુ છે. ગામ લોકોનુ માનવુ છે કે, અહી 20 વર્ષ પહેલા કોઈ દિવસે પણ નિકળી શકતુ ન હતુ. કારણ કે ત્યા કોઈ વ્યક્તિ આવીને ડરાવતી હતી. પરંતુ એક દિવસ ચુડેલ ઝાપાગામના આત્મારામભાઈએ જોઈ. જોકે આત્મારામભાઈ ડર્યા નહી પરંતુ તેનુ સ્વરૂપ જોયુ અને આત્મારામભાઈએ તેને બેન બનાવી.

ત્યારબાદ ત્યાં એક નાનુ મંદિર બનાવ્યુ, અને આત્મારામભાઈએ તેને બેન બનાવી જેના કારણે ગામ વાસીઓ તેને ચુડેલ ફઈબા કહે છે. ત્યારથી લઈ આજ દિવસ સુધી આજ જગ્યા પર કોઈ ડરાવતુ નથી પરંતુ મનોકામના પૂર્ણ થાય છે. ભુવા આત્મારામભાઈએ ખેતરની બાજુમાં જ મંદિર બનાવ્યુ. જોકે ચુડેલ ફઈબાના મંદિરે લોકો માનતા રાખવા અને પૂર્ણ કરવા રવિવાર અને મંગળવારના દિવસે આવે છે.

ભક્ત રમેશભાઈ ગોહેલ કહે છે કે, ચુડેલ ફઈબાના મંદિરમાં કોઈ મૂર્તિ નથી. માત્ર એક અખંડ દીપ છે, અને નાનુ મંદિરની આજુ બાજુ ફોટા, સાડી,અને શણગારના માટેની બંગડીઓ પડી છે. અને સાડી અને ફોટા જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય તે ત્યાં ચડાવે છે. એટલે જે લોકોને સંતાન નથી તે ત્યા સંતાન પ્રાપ્તી માટે મનોકામના રાખે છે.

તેમજ જે લોકોને લગ્ન કરવા છે અને જીવનસાથી મળતા નથી તે પણ ચુડેલ ફઈબાની માનતા રાખે છે, અને જીવનસાથી મળી ગયા બાદ તે બંનેનો ફોટો ચુડેલ ફઈબાના મંદિરે ચડાવે છે. તો સંતાન પ્રાપ્તી બાદ સંતાનોનો ફોટો મંદિરે મુકી જાય છે. તો ભક્તો ચુડેલ ફઈબાને ચુંદડી રૂપે સાડી ચડાવે છે.

ચુડેલ ફઈબાને સાડી ચડાવવામાં આવી છે તે તમામ રોડ રસ્તા પર બાંધીને રાખવામાં આવી છે, અને ચુડેલ ફઈબાના મંદિર જે વસ્તુઓ ચડાવવામાં આવી છે તે ત્યાથી કોઈ લઈ જઈ શક્તુ નથી, અને લઈ જાય તો પણ સાંજ સુધીમાં પરત મુકવા આવવુ પડે છે. આજે પણ ચુડેલમા ના પરચા અપરંપાર છે… જય ‘ચૂડેલ ફઈ બા’…

error: Content is protected !!