જૂનાગઢમાં અનેરો અવસરઃ શિક્ષકે કોલેજ પાસ યુવતી સાથે કર્યા લગ્ન, મળ્યું લાખોનું કરિયાવર, જુઓ તસવીરો

જૂનાગઢમાં અનેરો અવસરઃ શિક્ષકે કોલેજ પાસ યુવતી સાથે કર્યા લગ્ન, મળ્યું લાખોનું કરિયાવર, જુઓ તસવીરો

જૂનાગઢ: સૌરષ્ટ્રમાં એક અનોખો લગ્ન પ્રસંગ યોજાયો છે. જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે. જૂનાગઢમાં એક શિક્ષકે એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પ્રસંગમાં વામન વરરાજા અને વિરાટ દુલ્હનના લગ્ન થયા છે. આ કોઈ સામાન્ય લગ્ન નથી. શિક્ષકની ઉંચાઈ ત્રણ ફૂટની છે, જ્યારે યુવતીની ઉંચાઈ સાડા પાંચ ફૂટની છે અને તે દિવ્યાંગ છે. આ લગ્ન પ્રસંગ જૂનાગઢમાં યોજાયો હતો અને સેવા ભાવી સંસ્થાના પ્રચારના કારણે આ લગ્ન સમાંરભ સપન્ન થયો હતો.એક અનોખા લગ્નઃ સાડા પાંચ ફૂટની કન્યા સાથે ત્રણ ફૂટના વરરાજાએ કર્યા લગ્ન, મળ્યું લાખોનું કરિયાવર, લોકો કરી રહ્યા છે વખાણ, જુઓ તસવીરો

રિપોર્ટ અનુસાર જૂનાગઢમાં સામાજિક સેવાના કામ કરતી સંસ્થા સત્યમ સેવા મંડળ દ્વારા એક અનોખો લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો છે. આ અનોખા લગ્નની લોકોમુખે ખૂબ ચર્ચા થઈ રહી છે. બીએડનો અભ્યાસ કરતી શાંતાબેન મકવાણા નામની પ્રજ્ઞાચક્ષુ કન્યા અને પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ડાંગર લગ્નગ્રંથીથી જોડાયા હતા.

વરરાજા રમેશભાઈ ડાંગર જામનગરના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના રહેવાશી છે. તેઓ હાલ સડોદરની શાળામાં શિક્ષકની નોકરી કરે છે. જ્યારે 29 વર્ષીય કન્યા શાંતાબેન મકવાણા મેંદરણા તાલુકાના રાજેસર ગામના વતની છે. હાલ તેઓ બીએડનો અભ્યાસ કરી રહ્યા છે.

રમેશભાઈ ડાંગરને શિક્ષકની નોકરીમાંથી 47 હજારનો પગાર મળે છે. વર અને કન્યા બંને પર કોઈ જાતનું દબાણ કરવામમાં આવ્યું નહોતું. બંને પોતાની સહમતિથી લગ્નગ્રંથીથી જોડાયા હતા. રમેશ ડાંગર વામન હોવાના કારણે તેમણે શાંતા મકવાણા સાથે પોતાની શારીરિક ખામીઓને ખૂબી બનાવીને તેમણે શાંતા મકવાણા સાથે જીવવાનો નિર્ણય કર્યો છે.

જૂનાગઢમાં સેવાભાવી સંસ્થા સત્યમ સેવા મંડળના પ્રયાસથી આ લગ્ન સમારંભ યોજાયો હતો. કન્યા શાંતાબેન મકવાણાની ઉંચાઈ સાડા પાંચ ફૂટની છે, જ્યારે વરરાજા રમેશભાઈ ડાંગરની ઉંચાઈ ત્રણ ફુટની છે.

જુનાગઢમાં સેવાભાવી સંસ્થા સત્યમ સેવા મંડળે વિવિધ સંસ્થાઓના સહયોગથી કન્યાને અંદાજે એક લાખ રૂપિયાનુ ઘરવખરીનો સામાન કરિયાવર તરીકે આપવામાં આવ્યો હતો. લોકોએ નવદંપતીને સુખી લગ્નજીવનના આશીર્વાદ પણ આપ્યા હતા. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 1800થી વધુ લગ્ન કરાવી કન્યાઓને કરિયાવર આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, લગ્ન કરનાર યુવક કે, પછી કન્યા પોતાના સમકક્ષ અને ખૂબી વાળા જીવનસાથીની પસંગી કરતી હોય છે પરંતુ જૂનાગઢમાં યોજાયેલા વામન અને વિરાટના લગ્ન પ્રસંગે સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. વરરાજા અને કન્યાએ બંનેની ખામીઓને ખૂબી બનાવી એકબીજા સાથે જીવન જીવવાનો નિર્ણય કરીને બંને લગ્ન ગ્રંથીથી જોડાયા છે.