ગુજરાતમાં અહીં હવસખોર શિક્ષકે વોશરૂમમાં ગયેલી સગીરાનો વીડીયો ઉતાર્યો, બ્લેકમેલ કરી વારંવાર પીંખતો રહ્યો
ઝાલોદનગરનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા વોશરૂમમાં ગયેલી એક વિદ્યાર્થિનીનો વીડિયો મોબાઈલ ફોનમાં ઉતારી વિદ્યાર્થિનીને બ્લેકમેઈલ કરી તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ ગુજારતો હતો. આખરે હિંમ્મત દેખાડી આ મામલે સગીરાએ પોલીસ મથકે આવી ટ્યુશનના સંચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે સંચાલકની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળી રહ્યું છે.
ઝાલોદ તાલુકામાં રહેતી એક 17 વર્ષીય સગીરા ઝાલોદ નગરમાં આવેલ હેતા ટ્યુશન ક્લાસીસમાં કોચીંગ કરતી હતી. ટ્યુશન ક્લાસીસ દરમ્યાન એક દિવસ સગીરા લઘુશંકા માટે ટ્યુશન ક્લાસીસના વોશરૂમમાં ગઈ હતી .જ્યાં હેતા ટ્યુશન ક્લાસીસનો સંચાલક નૈનેશભાઈ ભુરજીભાઈ ડામોરે પોતાના મોબાઈલ ફોનમાં આ લઘુશંકા માટે જતી સગીરાનો વીડિયો વોશરૂમમાં ઉતારી લીધો હતો . ત્યાર બાદ સગીરાને મળી આ વીડિયો તેને બતાવી સગીરાને અવાર નવાર બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો અને ધાકધમકી પણ આપવા લાગ્યો હતો.
14મી ફેબ્રુઆરીના રોજ નૈનેશભાઈ દ્વારા સગીરાને કહેલ કે, તું શરીર સંબધ નહીં બાંધવા દે તો હું તારો અશ્વિલ વીડિયો વાઈરલ કરી દઈશ, તેવી ધાકધમકીઓ આપી સગીરાની મરજી વિરૂધ્ધ ટ્યુશન ક્લાસમાંજ અવાર નવાર સગીરા ઉપર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. આખરે હારી થાકેલી સગીરાએ આ મામલે પોતાના પરિવારજનોને વાત કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને ગતરોજ સગીરાને લઈ પરિવારજનો ઝાલોદ પોલીસ મથકે આવી ટ્યુશન ક્લાસીસના સંચાલક નૈનેશ ભુરજીભાઈ ડામોર વિરૂધ્ધ દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્યૂશનમાં ભણતા છાત્રોની પૂછપરછ
નૈનેશ દ્વારા સંચાલિત ટ્યુશન ક્લાસિસમાં ધોરણ 10થી 12ના છાત્રોને કોચિંગ અપાતુ હતું. અહીં છાત્રોઓ પણ આવતી હતી. એક છાત્રા સાથે બનેલી ઘટના બાદ નૈનેશે અન્ય કોઇ છાત્રાને તો પોતાની શિકાર બનાવી નથી તે જાણવા માટે પોલીસે ટ્યુશન ક્લાલિસમાં અભ્યાસ માટે જતાં તમામ છાત્રોની પુછપરછ કરશે.
નરાધમ શિક્ષક પણ એક સંતાનનો પિતા
ઝાલોદ તાલુકાના બીયામાળી ગામના લંપટ શિક્ષક ભુરજી ડામોર પરણિત છે અને તેને પણ એક સંતાન છે. છતાં શિક્ષણની ઓથે વાસના ભુખ્યા શિક્ષકે સગીરાને પોતાની જાળમાં ફસાવીને શિકાર બનાવી હતી. સમગ્ર શિક્ષણ આલમને લજવતી આ ઘટનાથી લોકોએ પણ શિક્ષક સામે ફિટરકાર વરસાવ્યો હતો.
કઇ-કઇ કલમ હેઠળ ગુનો દાખલ
છાત્રાનો અશ્લિલ વિડિયો ઉતાર્યા બાદ બ્લેકમેલ કરીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર નૈનેશ સામે પોલીસે ઇપીકો 376(2)(એફ),376(2)(એચ),376(2)(એન) તથા પોક્સો એક્ટ 5(એફ),5(એલ),5(ક્યુ) અને 6 મુજબ ગુનો દાખલ કરીને કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુરુ-શિષ્યાના સંબંધને લાંછન લગાવતો કિસ્સો: લંપટ શિક્ષકની કાળી કરતૂત, વીડીયો વાઈરલની ધમકી આપી વારંવાર ટ્યુશન ક્લાસમાં જ દુષ્કર્મ આચરતો