સાડા ત્રણ વર્ષના દિકરાએ ઓનલાઈન શિક્ષણમાં ધ્યાન ન આપતા માતાએ કરી પુત્રની હત્યા, પછી પોતે આત્મહત્યા કરી લીધી

નાસિક : આજકાલ ઓનલાઈન શિક્ષણના વધતા જતા વ્યાપના કારણે બાળકો પર ભણતરનો ભાર વધુ પડી રહ્યો છે. બાળકો ઓનલાઈન શિક્ષણમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તેના કારણે મહારાષ્ટ્રમાં એક સાડા ત્રણ વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવો પડ્યો છે. પોતાની મા દ્વારા તેની તકિયાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી છે. ત્યાર પછી માને પસ્તાવો થતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

ઓનલાઈન ક્લાસમાં દિકરો ભણવામાં ધ્યાન આપી શકતો નહોતો                                                   નાસિક પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પાથર્ડી ફાટા વિસ્તારના સાઈ સિદ્ધિ એપાર્ટમેન્ટની છે. સોમવારે રાત્રે 9:30 વાગ્યે 30 વર્ષીય શિખા સાગર પાઠકનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો. તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતુ કે આ બંને મોત માટે કોઇને પણ જવાબદાર ના ગણવા જોઈએ.

ઘટના સમયે 30 વર્ષીય શિખા સાગર પાઠક પોતાના પિયર હતા અને તે સમયે તેના માતા-પિતા ઘર પર હાજર નહોતા                                                  મહિલાએ સુસાઇડમાં સ્પષ્ટપણે લખ્યું છે કે દિકરાની હત્યા તેણે જ કરી છે. જોકે, બંનેના મૃતદેહ રૂમની અંદર હતા. રુમ અંદરથી બંધ હતો અને બાળકના નાકમાંથી લોહી નિકળતુ હતું. મહિલાના માતા-પિતાએ પણ પોતાના ભાણિયાની હત્યા કરવામાં આવી છે, તેની પુષ્ટિ કરી છે.

તકિયાથી દબાવ્યું દિકરાનું મોઢું                           ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી સોહેલ શેખે જણાવ્યું કે સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ તકિયાથી મોઢુ દબાવી પોતાની પુત્રની હત્યા કરી હતી. આ ઘટના મુદ્દે હત્યા અને આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ પહેલા ભણવા બાબતે ટોકતા દિકરીએ કરી હતી માતાની હત્યા                                                        30 જુલાઈએ નવી મુંબઈમાં 15 વર્ષની કિશોરીએ કરાટે બેલ્ટથી માનું ગળુ દબાવીને હત્યા કરી હતી. રબાલે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે છોકરી અને તેની મા(40) વચ્ચે સતત ઝઘડા થઈ રહ્યા હતાં, કારણકે મહિલા ઈચ્છતી હતી કે તેની દિકરી મેડિકલનો અભ્યાસ કરે, પરંતુ દિકરી ભણવા તૈયાર નહોતી અને વારંવાર દબાણ કરવા પર દિકરીએ માતાની હત્યા કરી હતી. છોકરીની હાલ ધરપકડ કરવામાં આવી છે.

error: Content is protected !!