ફેમસ સ્વીટ્સ શોપના માલિકનો દીકરો અને પુત્રવધુ બાથરૂમમાં નાહવા ગયા, થોડીવાર પછી પરિવારજનોએ દરવાજો ખોલ્યો તો રાડ ફાટી ગઈ અને…
રુંવાટા ઉભી કરી દેતી એક ઘટના પ્રકાશમાં આવી છે. ફેમસ સ્વીટ્સ શોપના માલિકના દીકરાના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. શુક્રવારે ધુળેટી બાદ કપલ બાથરૂમમાં નાહવા ગયું હતું. ઘણો સમય વિતી જવા છતાં કપલે દરવાજો ન ખોલતા પરિવારજનોને શંકા ગઈ હતી. આથી પરિવારે દરવાજો તોડ્યો હતો. અંદરનું દૃશ્ય જોઈને પરિવારના લોકોના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી.
આ હચમચાવી દેતી ઘટના હરિણાયાના કરનાલ જિલ્લાના ધરૌંડા ગામની છે. જ્યા એક પરિવારની હોળીની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. 27 વર્ષીય ગૌરવ તેની 25 વર્ષીય પત્ની શિલ્પી સાથે હોળીનો તહેવાર મનાવીને ઘરે આવ્યો હતો. બંને બાથરૂમમાં ગયા બાદ બે કલાક સુધી બહાર આવ્યા નહોતા. જેના કારણે પરિવારને શંકા ગઈ હતી.
બાથરૂમમાં ગૌરવ અને શિલ્પી સાથે બનેલી ઘટના અંગે પરિવારજનોને કોઈ ખ્યાલ નહોતો. પરિવારજનોએ બહારથી ઘણી વખત અવાજ આપ્યો હતો. પણ સામેથી કોઈ જવાબ આવ્યો નહોતો. અંતે ગૌરવના પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. અંદરનું દૃશ્ય જોઈને બધાના હોશ ઉડી ગયા હતા, કેમ કે ગૌરવ અને શિલ્પી બાથરૂમમાં બેભાન પડ્યા હતા.
પરિવારજનોએ તાત્કાલિક બંનેને પાનીપત હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને ના પાડી દીધી હતી. ત્યાર બાદ ધરૌંડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.
પ્રાથમિક વિગત મુજબ બાથરૂમમાં ગેસવાળું ગીઝર લાગેલું હતું. જેના કારણે બંનેનું શ્વાસ રુંધાઈ જવાથી મોતન નિપજ્યું હતું. પરિવારજનોને કહેવું હતું કે ગેસળાળા ગીઝરમાંથી ગેસ લીક થવાથી આ દુર્ઘટના બની હતી. મૃતદેહોના પાસ્ટમોર્ટ કરી પોલીસે મામલાની આગળ તપાસ હાથ ધરી છે.
મૃતક ગૌરવ અને શિલ્પાના લગ્ન 3 મહિના પહેલા જ થયા હતા. તહેવારના દિવસે બનેલી આ ઘટના બાદ પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.