3 વર્ષથી છે પથારીવશ, ઘરખર્ચ કાઢવો પણ મુશ્કેલ, હાલત થઈ ગઈ હતી સાવ આવી? પણ દુઃખના ડુંગરો થશે દુર, દાતાઓએ વહાવી દાનની સરવણી….

એક સારા અને આંખને ઢાઢક મળે એવા સમાાચાર સામે આવ્યા છે. લગભગ આજથી 3 વર્ષ પહેલા સરથાણાના તક્ષશિલા દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હતાં. પરંતુ આ ઘટનામાં જતીન નાકરાણીએ પોતાના જીવના જોખમે 14 બાળકોના જીવ બચાવી ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં ઈજાના કારણે જતીન નાકરાણી કોમામાં સરી પડ્યા હતાં. ત્યારથી લઈ 3 વર્ષથી તે પથારીવશ છે. જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. જતીન મૂળ અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામનો વતની છે. હાલ સુરતના લસકાણામાં રહે છે.

બેન્કના હપ્તા ન ભરાતા બેન્ક ઘર સિલ કરવા સુધી આવી ઘઈ હતી. તેમના પરિવારને મદદ કરવા સૌ-પ્રથમ ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનને જાણ થતાં એક વર્ષ ચાલે તેટલા અનાજ કરિયાણાની કિટ તેમના પરિવારને પહોંચાડી હતી. અને ત્યાર બાદ ડાયમંડ કરિયર ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, મારુતિ વીર જવાન યુવા ટીમ, યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બિઇંગ ફાઉન્ડેશન અને શહેરની અનેક સામાજીક સંસ્થા તથા આગેવાનોએ જતીનના પરિવારને મદદ કરી રહ્યા છે.

કોણે કેટલી મદદ કરી
ડાયમંડ કરિયર ફાઉન્ડેશન 6 લાખ રૂપિયા, શ્રી-સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 5 લાખ રૂપિયા, કાઠિયાવાડી મિત્ર મંડળ (હોંગકોંગ) 5 લાખ રૂપિયા, બેન્ક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા, બાઢડાગામ સરપંચ તરફથી 1 લાખ રૂપિયા, અમદાવાદ અને સુરતના અનેક લોકોએ જતીનના પરિવારને આર્થિક કરી

જતીન કામ કરવા લાયક ન થાય ત્યાં સુધી મદદ કરવાની પણ તૈયારી
જતીન નાકરાણીના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ છે. હાલ જતીન નાકરાણી પથારીવશ હોવાથી માનવ મંદિર પરિવારના એક સભ્ય દ્વારા જાહેરાત કરાઇ હતી કે, જ્યાં સુધી જતીન નાકરાણી કામ કરવાની સ્થિતિમાં નહીં આવે ત્યાં સુધી દર મહિને 1111 રૂપિયા તેમના પરિવારને મદદ કરશે.’

જતીન નાકરાણીની વિદ્યાર્થિનીએ અમેરિકાથી કરી મદદ
તક્ષશિલામાં જતીન નાકરાણીના કલાસમાં પાયલ જીયાણી આવતી હતી. પાયલ 3 મહિના પૂર્વે યુએસ સ્થાયી થઇ છે. પાયલે તેના પહેલા પગારમાંથી 15 હજાર રૂપિયા જતીન નાકરાણીના પરિવારને અમેરિકાથી ટ્રાન્સફર કર્યા છે.

લોન લીધીના થોડા સમયમાં જ બધુ સ્વાહા
મૂળ અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામનો વતની છે. હાલ લસકાણામાં રહેતા જતીન નાકરાણીએ તક્ષશિલા આર્કેડમાં બીજા માળે ફેશન ડિઝાઇનનો વેપાર શરૂ કરવા ઘર મોર્ગેજ કરી 35 લાખની લોન લીધી હતી. હજુ ધંધો માંડ સેટ થયો કે ત્યાં 24 મે, 2019માં દુકાન આગમાં સ્વાહા થઇ ગઇ હતી.

આ સાથે જ જતીન માંદગીમાં મુકાયો છે. પરિવારનો આધારસ્તંભ જતીન જ પથારીવશ હોવાથી લોનના હપ્તા ભરી ન શકાતા બેંકે ઘર સીલ મારી દીધું હતું. જેથી પરિવાર રસ્તા પર આવી ગયો હતો. જોકે ઉચ્ચ નેતાઓએ મધ્યસ્થી કરતાં 24 કલાક પછી બેંકે રિકવરી પ્રોમિસ લખાવી સીલ ખોલી આપ્યું હતું.

નિવૃત્તિની ઉંમરમાં પણ પરિવાર માટે કામ કરું છું
એકનો એક પુત્ર જતીન અગ્નિકાંડ બાદ પથારીવશ છે. તેની સારવારમાં સર્વસ્વ ખર્ચાઇ ગયું છે. હજુ મગજનું એક ઓપરેશન બાકી છે. આ ઓપરેશન બાદ જ તે સંપુર્ણ સ્વસ્થ થઇ શકે છે પણ આર્થિક સ્થિતિ સારી નથી.

નિવૃત્તિની ઉંમરમાં પણ પરિવાર માટે કાર્યક્ષમ છું. જુવાનજોધ દીકરા જતીનને હાલ એકલો છોડી શકું તેમ પણ નથી. લોન મુક્તિ અપાવી દે તેવી સજ્જન સમાજને અપીલ કરૂં છું – ભરતભાઇ નાકરાણી, રિયલ હીરો જતીનના પિતા જતીનના પિતાએ મદદ માટે ગુહાર લગાવી હતી. આમ આર્થિક મદદ માટે દાતાઓ તરફથી દાનની સરવણી વહી રહી છે. શહેર લોકો, અનેક સામાજીક સંસ્થા તથા આગેવાનોએ જતીનના પરિવારને મદદ કરી રહ્યા છે.

error: Content is protected !!