આજે પણ આ મંદિરમાં રાખેલ છે ભગવાન પરસુરામનો ઓરીજનલ ફરસો.. નીચે છુપાયેલો છે એટલો ખજાનો કે…
ઝારખંડ : તમે ભગવાન પરશુરામ અને તેમના ફરસા વિશે પૌરાણિક કથાઓ અને વાર્તાઓમાં ઘણીવાર સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે તે ફરસો આજે પણ પૃથ્વી પર હાજર છે, એવો દાવો કરવામાં આવે છે કે એક પહાડી પર સ્થિત મંદિરમાં ભગવાન પરશુરામની ફરસો દફનાવવામાં આવ્યો છે, જેને તેમણે પોતે જ દફનાવ્યો હતો. આ ફરસા સાથે જોડાયેલ વાર્તા પણ ખૂબજ રોચક અને રહસ્યમય છે, જેના વિશે બહુજ ઓછા લોકો જાણતા હશે. આજે અમે તમને આ વાર્તા વિશે જ જણાવી રહ્યા છીએ, જે તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે.
ઝારખંડ રાજ્યમાં ટાંગીનાથ ધામ ગુમલા શહેરથી લગભગ 75 કિમી અને રાંચીથી લગભગ 150 કિમી દૂર ગાઢ જંગલોની વચ્ચે આવેલું છે. આજે પણ ભગવાન પરશુરામની કુહાડી જમીનમાં દટાયેલી છે. ઝારખંડમાં ફરસાને ટાંગી કહેવામાં આવે છે, તેથી આ સ્થળનું નામ ટાંગીનાથ ધામ પડ્યું. આજે પણ આ ધામમાં ભગવાન પરશુરામના પગના નિશાન છે.
ભગવાન પરશુરામ ટાંગીનાથ ધામ ક્યારે આવ્યા અને તેમને આ ફરસો જમીનમાં કેમ ખોસ્યો એ વિશે પણ રસપ્રદ વાર્તા છે. એવી માન્યતા છે કે, ત્રેતાયુગમાં જનકપુરમાં માતા સીતાના સ્વયંવર દરમિયાન જ્યારે ભગવાન શ્રીરામે શિવજીનું ધનુષ તોડ્યું ત્યારે તેનો ભયાનક અવાજ સાંભળી પરશુરામ ગુસ્સામાં જનકપુર પહોંચી ગયા અને તેમણે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને ઓળખ્યા વગર બહુ ખરુ-ખોટું બોલ્યા. પરંતુ પછી તેમને ખબર પડી કે, શ્રીરામ તો ભગવાન વિષ્ણુના અવતાર છે અને તેમને ખૂબજ શરમ અનુભવાઇ. ત્યારબાદ પ્રાયશ્ચિત માટે તેઓ ગાઢ જંગલોમાં એક પર્વત પર જતા રહ્યા.
ત્યાંજ તેમણે તેમની કુહાડી ખોસી દીધી અને તપસ્યા કરવા લાગ્યા. આ જ જગ્યાને ટાંગીનાથ ધામના નામે ઓળખવામાં અવે છે. કહેવાય છે કે, કુહાડી સિવાય અહીં ભગવાન પરશુરામનાં પદચિન્હ પણ છે. અહીંની ઘડાયેલી લોખંડના ફરસાની એક વિશેષતા એ છે કે હજારો વર્ષોથી ખુલ્લામાં હોવા છતાં આ ફરસાને કાટ લાગ્યો નથી. અને બીજી વિશેષતા એ છે કે તે જમીનમાં કેટલું ઉડે સુધી દટાયેલું છે તેની કોઈ માહિતી નથી. એક અંદાજ મુજબ 17 ફૂટ હોવાનું માનવામાં આવે છે.
એવું કહેવામા આવી રહ્યું છે કે જે પણ વ્યક્તિ તેની સાથે છેડ-છાડ કરવાનો પ્રયત્ન કરે છે તેને ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવો છે. લુહાર જાતિના કેટલાક લોકોએ આ કુહાડીને જમીનમાંથી ઉખાડીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બહુ મહેનતે પણ સફળતા ન મળતાં તેમણે જમીનથી ઉપરનો ભાગ કાપી નાખ્યો. જોકે તેમ છતાં પણ તેઓ તેને લઈ જઈ શક્યા નહોંતા. કહેવાય છે કે, આ ઘટના બાદ આસપાસ રહેતા લુહાર જાતિના લોકોનું એક બાદ એક મૃત્યુ થવા લાગ્યું, ત્યારબાદ તેઓ આ વિસ્તાર છોડીને જતા રહ્યા હતા. આત્યારે પણ આ જાતિના લોકો આસપાસનાં ગામમાં રહેતાં પણ ડરે છે. અને આજે પણ ધામથી 15 કિમીની ત્રિજ્યામાં લુહાર જ્ઞાતિના લોકો રહેતા નથી.
ટાંગીનાથ ધામમાં સેંકડો શિવલિંગ અને પ્રાચીન પ્રતિમાઓ પણ છે, જે બધાં જ ખુલ્લા આસમાન નીચે જ છે. કહેવાય છે કે, વર્ષ 1989 માં પુરાતત્વ વિભાગે અહીં ખોદકામ કરાવ્યું હતું, જેમાં તેમને હીરા જડિત મુઘટ અને સોના-ચાંદીનાં ઘરેણાં, ઉપરાંત બીજી ઘણી કિમતી વસ્તુઓ મળી હતી. પરંતુ કેટલાક કારણોસર અહીં ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું હતું અને ફરીથી અહીં ક્યારેય ખોદકામ કરવામાં આવ્યું ન હતું.
તેની પાછળનું કારણ શું હતું તે પણ લોકો માટે એક રહસ્ય જ છે. ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓ આજે પણ ડુમરી પોલીસ સ્ટેશનના માલખાનામાં છે. હવે પ્રશ્ન અને આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આટલી કિંમતી વસ્તુઓ ત્યાંથી મળી રહી હતી ત્યારે ત્યાં ખોદકામ કેમ અટકાવી દેવામાં આવ્યું? કદાચ ત્યાં વધુ ખોદકામ કરવામાં આવ્યું હોત તો આજે પણ તાંગીનાથ વિશે કેટલીક નવી માહિતી મળી શકેત,
એક સમયે હિન્દુઓનું મુખ્યતીર્થ સ્થળ ટાંગીનાથ ધામ હતું. વિશાળ વિસ્તારમાં ફેલાયેલા અને અસંખ્ય અવશેષો જણાવે છે કે આ વિસ્તાર એક સમયે હિંદુઓનું મુખ્ય તીર્થસ્થળ રહ્યું હોવું જોઈએ, કોઈ અગમ્ય કારણોસર આ વિસ્તાર ખંડેરમાં ફેરવાઈ ગયો અને અહીં શ્રદ્ધાળુઓનું આગમન ઘટી ગયું. પરંતુ હવે એવું લાગે છે કે ધામની સ્થિતિ થોડી સુધરી રહી છે અને ધામની સુંદરતા માટે ઝારખંડ સરકારના પ્રવાસન વિભાગે ગુમલા જિલ્લા વહીવટીતંત્રને 43 લાખ રૂપિયા ફાળવ્યા છે.