પાકિસ્તાન વાળા હિંગળાજ માં સૌરાષ્ટ્રમાં અહીં પ્રગટ થયા હતાં ચમત્કારીક શંખ ત્રિશુલ અને ચીપિયો છે જેના દર્શન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે 

એવું કહેવામાં આવે છે કે જે 51 શક્તિપીઠ છે એમાંથી એક જે હિંગળાજ માં નું પાકિસ્તાનમાં આવેલ શક્તિપીઠ હિંગળાજ શક્તિપીઠ જ્યાં લોકો દર્શન કરવા માટે નથી જઈ શકતા તેવું આપણા સૌરાષ્ટ્રમાં પણ એક પ્રાગટ્ય હિંગળાજ શક્તિપીઠ આવેલું છે જે જેના દર્શન કરવાથી પણ ધન્યતા અનુભવે છે અને તેના જેટલું જ પુણ્ય મળે છે તેથી લોકો દૂર દૂરથી પ્રાગટ્ય હિંગળાજ શક્તિપીઠના દર્શન કરવા માટે આવે છે જુઓ વિડ્યો 

માતાજી અમર ગુફામાં સ્વયં પ્રગટ થયા અને દર્શન આપ્યા
હિંગળાજ શક્તિપીઠના પૂજારીએ જણાવ્યું કે મંદિરનું જૂનું સ્થાન ગુફામાં આવેલું છે વિક્રમ સવંત 1630 માં માયા ગીરી મહારાજ અહીંથી હિંગળાજ ની યાત્રાએ પાકિસ્તાન ગયા હતા અને ત્યાં જઈને હિંગળાજ માં ની ઉપાસના કરી માતાજીને પ્રસન્ન કર્યા અને માતાજીએ શંખ ચીપિયો અને ત્રિશુલ નિશાની સ્વરૂપે માયા ગીરી મહારાજને આપેલું અને માતાજીએ તેમને વચન આપ્યું કે તમે તમારા સ્થાને જાવ હું આવું છું અને પછી અહીં માતાજી અમર ગુફામાં સ્વયં પ્રગટ થયા અને દર્શન આપ્યા.આજથી 450 વર્ષ પહેલા એટલે કે વિક્રમ સવંત 1630

હિંગળાજ માં સાથે સાથે ગુફામાં શંખ ત્રિશુલ અને ચીપિયો છે
અહીં માં હિંગળાજ સ્વયમ એટલે કે સુતેલી મુદ્રામાં છે હિંગળાજ માં અમર ગુફામાં સૂતેલા છે અને આ ગુફા પહાડો ની વચ્ચે આવેલી છે અને હિંગળાજ માં સાથે સાથે ગુફામાં શંખ ત્રિશુલ અને ચીપિયો પણ માતાજી સાથે અમર ગુફામાં છે ગુફાની બહાર નીકળતા બંને સાઈડ દેવી-દેવતાની મૂર્તિઓ છે

માતાજીના દર્શન કરવા માટે વિદેશમાંથી પણ આવે છે
અહીં દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે ગુજરાતમાંથી લગભગ આવે જ છે ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઝારખંડ તેમજ વિદેશમાંથી પણ આવે છે અમેરિકા આફ્રિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા માતાજીનો સેવક પરિવાર છે તેઓ માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે

માતાજીનો પાટોત્સવ હતો ઉજવાતો હતો
માતાજીનો પાટોત્સવ કોરોના પહેલા ચૈત્ર મહિનાની આઠમે રાખવામાં આવતો હતો ઉજવાતો હતો પરંતુ કોરોના પછી સમયમાં ફેરફાર થયો છે અને અત્યારે માગસર સુદ સાતમ આઠમના દિવસે માતાજીનો પાટોત્સવ તેમજ ધજા રોહન હોય છે

કેવી રીતે પહોંચવું
આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં આવે છે ચોટીલા અમદાવાદ હાઈવે ચોટીલા થી 15 કિલોમીટર દૂર આવે છે અહીં આવવા માટે તમારે તમારું પોતાનું પ્રાઇવેટ વાહન લઈને આવું પડે છે કેમકે હાઈવેથી આઠ દસ કિલોમીટર અંદર આવે છે તો મિત્રો તમને અમારો આ લેખ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં લખો જય હિંગળાજ માં

error: Content is protected !!