પત્નીને બચાવવા ખભે ઊંચકી પતિ 5 કિમી ચાલ્યાં, પણ રસ્તામાં જ થયું મોત ,પત્નીને લાશને ખોળામાં લઈને વૃદ્ધ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા

સાતપુડાની હૃદયદ્રાવક ઘટના:ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થતાં એમ્બ્યુલન્સ અટકી, બીમાર પત્નીને ખભે ઊંચકી પતિ 5 કિમી ચાલ્યાં, પણ રસ્તામાં જ થયું મોત ચાંદસેલી ઘાટ તરફ જવાના માર્ગ પર ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો

પત્નીને ઉંચકી લઇ જતો પતિ.                નિઝર તાલુકાના અડીને આવેલ નંદુરબાર જિલ્લાના ચાંદસેલી ગામની સિદલીબેન પાડવીને પેટમાં દુ:ખાવો થતાં એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, પરંતુ ચાંદસેલી ઘાટ તરફ જવાના માર્ગ પર ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો, પરંતુ આધેડ પતિએ હિંમત હાર્યા વગર પત્નીને ખભા પર ઊંચકી હોસ્પિટલ ભણી દોટ મુકી હતી.

એમ્બ્યુલન્સ અટવાતા પતિએ પત્નીને ઉંચકીને ચાલવાનું શરૂ કર્યું                                      પરંતુ કમનસી 5 કિલોમીટર ચાલ્યા બાદ સિદલીબેન પાડવીનું પતિના ખભા પર મૃત્યુ થઈ ગયું હતું. અને સાતપુડા પર્વતીય વિસ્તારના આદિવાસીઓની કમનસીબી અને દુઃખ ફરી એક વખત સામે આવ્યું છે.

ચાંદસેલી ઘાટ તરફ જવાના માર્ગ પર ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો

error: Content is protected !!