આ 7 એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટનાં નામ માત્રથી ડરે છે અંડરવર્લ્ડ, કોઈએ બનાવી સેન્ચુરી, તો કોઈ હાફ સેન્ચુરીની
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ફેમસ સચિન વઝેની હાલ એન્ટિલિયાના વિસ્ફોટક જપ્ત કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 1990માં મુંબઈ પોલીસમાં એન્ટ્રી લેનાર વઝેએ 63થી વધુ એન્કાઉન્ટર કર્યા છે. હાઈટેક ઓફિસર તરીકે જાણીતા વઝેને સર્વિલાન્સ એક્સપર્ટ માનવામાં આવે છે.
મુંબઈમાં 1980-90ના દાયકામાં જ્યારે અંડરવર્લ્ડનો આંતક વધી રહ્યો હતો, ત્યારે પોલીસે તેના કેટલાક અધિકારીઓને છોટા રાજન, દાઉદ અને અન્ય બદમાશોની ગેંગને ખત્મ કરવાની જવાબદારી સોંપી હતી. પોલીસે કેટલાક ગેંગસ્ટરની વિરુદ્ધ નોટિસ ઈસ્યુ કરીને શુટ એટ સાઈટનો ઓર્ડર આપ્યો. જે પછી મુંબઈમાં શરૂ થયો એન્કાઉન્ટર્સનો નવો સિલસિલો. અંડરવર્લ્ડનો આતંક ખત્મ કરવા માટે મુંબઈ પોલીસે છોટા રાજન અને દાઉદની ગેંગના લગભગ 450થી પણ વધુ ગેંગસ્ટર્સનું એન્કાઉન્ટર કર્યું. તેમાં સચિન વઝેના 63 એન્કાઉન્ટર પણ સામેલ છે.
આજે અમે તમને મુંબઈ પોલીસના કેટલાક આવા જ એન્કાઉન્ટરો વિશે જણાવી રહ્યાં, જેમના નામથી અંડરવર્લ્ડના લોકો ડરે છે. આ અધિકારીઓ પર દાઉદ અને છોટા રાજન પાસેથી પૈસા લઈને નકલી એન્કાઉન્ટર કરાવવાના પણ આરોપો લાગ્યા છે. તેમાંથી ઘણાએ નોકરી છોડ્યા પછી પોલિટિકલ પાર્ટી પણ જોઈન કર હતી. જોકે આ તમામ પર એક પણ આરોપ અત્યાર સુધીમાં સાબિત થયો નથી.ટ
મળો આ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટને
ખાસ બાબતો શિવસેનામાં જોડાયા તે પહેલા ઠાણેમાં ખંડણી વસુલી વિરોધી પ્રકોષ્ઠના પ્રમુખ હતા. તેમણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની પણ ધરપકડ કરી હતી. પ્રદીપ શર્માના અંડરવર્લ્ડમાં તેમનુ મજબૂત નેટવર્ક છે. શર્માએ 1983માં પોલીસ સેવા શરૂ કરી હતી. 90ના દાયકામાં તે મુંબઈ ક્રાઈમ બ્રાચ ટીમનો હિસ્સો બન્યા. આ ટીમ એ ટીમ હતી જેને મુંબઈના અંડરવર્લ્ડને ખત્મ કરવા માટે કઈ પણ કરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી હતી.
વિવાદ: છોટા રાજનના ગેંગસ્ટર લખન ભૈયાનું નકલી એન્કાઉન્ટર કરવાનો આરોપ લાગ્યો હતો પરંતુ કોર્ટેમાંથી ક્લિનચીટ મળી. આ સિવાય મુંબઈના બિલ્ડર જનાર્દન ભાંગે પાસેથી પૈસા લઈને છોટા રાજનને ખત્મ કરવાન આરોપ લાગ્યો હતો. આ મામલામાં પણ તેમને ક્લિન ચીટ મળી ચૂકી છે. પ્રદીપ પર આ આરોપ લાગ્યા પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ખાસ બાબતો : દયા નાયક મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક 1995ની બેચના પોલીસ અધિકારી છે. પ્રદીપ શર્માની જેમ દયા નાયકે પણ મુંબઈમાંથી અંડરવર્લ્ડને ખત્મ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ પહેલા હોટલમાં વાસણ ધોવાનું કામ કરતા હતા. 2012માં તેમને ડિપાર્ટમેન્ટની લોકલ આર્મ્સ વિંગમાં પોસ્ટિંગ મળ્યું. દયા પર ઘણી ફિલ્મો બની ચૂકી છે. હાલ દયા નાયક ATS ટીમનો હિસ્સો છે.
વિવાદ: ઈન્કમથી વધુ પ્રોપર્ટી મળવાના મામલામાં ACBની તપાસમાં 2006 પછીથી 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ રહ્યાં. 2010માં કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા. તેમની પર દાઉદના ડોન છોટા શકીલની સાથે મળીને છોટા રાજનને ખત્મ કરવાનો પણ આરોપ હતો. તે પછી તેમની વિરુદ્ધ કન્ટ્રોલ
ખાસ બાબતો રવિન્દ્ર આંગ્રે મહારાષ્ટ્ર પોલીસના સૌથી મજબૂત નેટવર્ક રાખનાર પોલીસ અધિકારી માનવામાં આવતા હતા. ગેંગસ્ટર સુરેશ માંચેકરની સમગ્ર ગેંગને ઠાર કરવાના કારણે તેઓ તે સમયે સમાચારોમાં છવાઈ ગયા હતા. 6 વર્ષ પહેલા રવિન્દ્ર નોકરી છોડીને ભાજપમાં જોડાયા હતા. રવિન્દ્ર આંગ્રે 1983 બેન્ચના અધિકારી છે. રવિન્દ્ર આંગ્રેની પાસે ઘણા કરોડની સંપતિ છે. ડોંબિવલીમાં આતંક મચાવનાર સુરેશ મંચેકર અને તેની ગેંગને ખત્મ કરવાનું કામ પણ આંગ્રેએ કર્યું હતું.
વિવાદ: વર્ષ 2008માં થાણે વિસ્તારના એક બિલ્ડરને ધમકી આપવાના મામલામાં રવિન્દ્રની ધરપકડ કરવામાં આવી હતી. મામલામાં નિર્દોષ છુટ્યા પછી તેમની ટ્રાન્સફર નક્સલી એરિયા ગઢચિરોલીમાં કરવામાં આવી. પછીથી તે બીજેપીમાં જોડાઈ ગયા.
ખાસ વાતોઃ એન્કાઉન્ટર નિષ્ણાત પ્રદીપ શર્મા સચિન વાજેના માર્ગદર્શક રહ્યા છે. 2007 માં વાજે પોલીસની નોકરી છોડી દીધી અને રાજકીય પક્ષ શિવસેનામાં જોડાયા. આ પછી, વાજે બે આઇટી કંપનીઓ ખોલી. બાંધકામ પ્રોજેક્ટમાં પણ સામેલ છે. 16 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા પછી, વાજેને 6 જૂન 2020 ના રોજ મુંબઈ પોલીસમાં પ્રવેશ મળ્યો.
વિવાદ: તેણે છોટા રાજન અને દાઉદની ગેંગના ઘણા કાર્યકરોને ખતમ કર્યા. સબ-ઇન્સ્પેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમને નકલી એન્કાઉન્ટરના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે તેમની સેવાકાળ દરમિયાન 63 એન્કાઉન્ટર કર્યા છે.
ખાસ બાબતો: પ્રફુલ્લ ભોંસલેને મુંબઈ પોલીસ એન્કાઉન્ટર ટીમના ડેથ સ્ક્વોડના સભ્ય તરીકે બોલાવવામાં આવ્યા હતા. મુંબઈ હુમલામાં શહીદ થયેલા વિજય સાલસ્કર સાથે પ્રફુલ્લે નાયક ગેંગ, અરુણ ગવલી અને છોટા શકીલના ઘણા કાર્યકરોનો ખાત્મો કર્યો હતો.
વિવાદ: ખ્વાજા યુનુસની કસ્ટડીમાં મૃત્યુમાં પ્રફુલનું નામ પણ હતું.
ખાસ બાબતો: 26/11 મુંબઈ હુમલામાં શહીદ થયેલા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાલસ્કરે ડોન અરુણ ગવલીની ગેંગને ખતમ કરી દીધી. તેણે ગુંડા અમર નાઈક અને સદા પાવલેની ધરપકડ કરવા માટે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. વિજય મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાના સૌથી પ્રિય અધિકારીઓમાંના એક હતા.
વિવાદ: એક 18 વર્ષીય છોકરાને એન્કાઉન્ટર દરમિયાન ગોળી મારી દેવાયા બાદ તે વિવાદમાં ફસાયો હતો.
ખાસ બાબતો: મુંબઈમાંથી રાજન ગેંગને ખતમ કરવામાં અસલમ મોમિનનો મોટો હાથ હતો. મોમિન માટે, એવું માનવામાં આવે છે કે તેના માહિતી આપનારાઓનું નેટવર્ક સૌથી મજબૂત હતું.
વિવાદ: અસલમ મોમિન પર રાજન ગેંગને ખતમ કરવા માટે દાઉદ પાસેથી પૈસા લેવાનો પણ આરોપ હતો. ઈન્ટરપોલે અસલમ અને દાઉદના ભાઈ ઈબ્રાહિમ કાસકર વચ્ચેની વાતચીતને ટેપ કરી હતી. જે બાદ 2005 માં અસલમને બરતરફ કરવામાં આવ્યો હતો.