અમદાવાદનો શોકિંગ બનાવ, આ લોકો મારા મોતનું કારણ, યુવકે લોહીના આંસુએથી રડતાં રડતાં જીવન ટૂંકાવ્યું

અમદાવાદમા નાણાં ભીડમાં આવી અને વેપારીઓના ટોર્ચરથી કંટાળી કાપડના વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રિવરફ્રન્ટ પર જઈને ઝેરી દવા પી પર્સ મોબાઈલ મૂકી નદીમાં ઝંપલાવી વેપારીએ આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે સ્યુસાઇડ નોટ મળી આવતા 11 વેપારીઓ સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.60થી 70 ટકા રૂપિયા ચૂકવ્યા છતાંય વેપારીઓના અસહ્ય ત્રાસથી કંટાળી વેપારીએ નદીમાં ઝપલાવી આત્મહત્યા કરતા વેપારીના પુત્રએ આત્મહત્યા માટે દુષપ્રેરણા, મારામારી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પિતાના આપઘાત બાદ પુત્રની 11 વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ
વ્યાજખોરોના ત્રાસથી તો અનેક લોકોએ આપઘાત કર્યા હોવાની ઘટના બની હશે, પરંતુ વેપારીઓના ત્રાસથી એક વેપારીએ જીવન ટુકાવ્યું હોય તેવો એક બનાવ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે નોંધાયો. 11 વેપારીના નામજોગ અંતિમ ચીઠ્ઠી લખી વેપારીએ મોતને વ્હાલું કર્યું. જેમાં 60થી 70 ટકા રૂપિયા ચૂકવ્યા છતાંય વેપારીઓના અસહ્ય ત્રાસથી કંટાળી વેપારીએ નદીમાં ઝપલાવી આત્મહત્યા કરતા વેપારીના પુત્રએ આત્મહત્યા માટે દુષપ્રેરણા, મારામારી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વેપારીને સતત માનસિક ટોર્ચર કરતા
તમામ વેપારીઓ વિરુદ્ધ મૃતકને માર મારવો, ગાળો બોલવી, કોરા કાગળો પર સહીઓ કરાવી લેવી ઉપરાંત રૂપિયા ચૂકવ્યા હોવા છતાંય ખોટા કેસો કરવાની સાથે જ માનસિક રીતે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. જે અંગે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

અપહરણ અને હાથ પગ તોડવાની ધમકી આપતા
મહત્વની વાત એ છે કે, રૂપિયાની ઉઘરાણી માટે પહોંચેલા એક વેપારીએ હવાલા વાળા રૂપિયાની ઉઘરાણી માટે આવ્યો હોવાની ધમકી આપી બધા મંત્રીઓને ઓળખું છું તેમ કહી માર મારી અપહરણ કરવાની અને હાથ પગ તોડવાની ધમકીઓ પણ આપી હોવાનો આક્ષેપ કરાયો છે. જે મામલે હવે પોલીસે તમામ બાબતો પર તપાસ શરૂ કરી છે.અંતિમ ચીઠ્ઠીમાં લખ્યા આ 11 વેપારીઓના નામ, કાપડના વેપારીએ લોહીના આંસુએથી રડતાં રડતાં ઝેરી દવા પી નદીમાં લગાવી મોતની છલાંગ

error: Content is protected !!