વલસાડમાં ડ્રાઈવર ત્રણ સંતાનોની માતા સાથે મનાવતો હતો રંગરેલિયા, આવી ગયો મહિલાનો પતિ અને પછી…

વલસાડમાં ડ્રાઈવર ત્રણ સંતાનોની માતા સાથે મનાવતો હતો રંગરેલિયા, આવી ગયો મહિલાનો પતિ અને પછી…

ગુજરાત રાજયના વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં સનસનીખેજ મચાવતી ઘટના પ્રકાશમાં આવી છે. મોટીપલસાણ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોને વાનમાં લાવવા લઇ જવાની વર્દી કરતા ડ્રાઈવરે ત્રણ સંતાનની માતા ને વિશ્વાસમાં લઇ રંગરેલીયા મનાવતો રંગેહાથ ઝડપાઇ ગયો હતો, જેને મહિલાના પતિ અને ગ્રામજનોએ મેથિપાક આપી પોલીસને સોપ્યો હતો. આ શરમજનક ઘટનાએ ચારેકોર જોર પકડ્યું છે.

મોટીપલસાણ ગામમાં ઘણા સમયથી ઈકો વાનથી પ્રાથમિક શાળાની શિક્ષકોને ઘરેથી લાવવા લઇ જવાની વર્દી કરતા ડ્રાઈવર અજિત ઠાકોરે ત્રણ સંતાનની માતાને પોતાના મોહજાળમાં ફસાવી ગુરૂવારે બપોરે કરજલી ફળીયામાં અન્યના લઈ જઈ રંગરેલીયા મનાવતો હતો.

પરંતુ ફળીયામાં રહેતા લોકોએ મહિલાના પતિને જાણ કરતા તેઓ સ્થળ ઉપર ધસી જઇ બંધ ઘરમાં પ્રવેશ કરીને જોતા બંને કઢંગી હાલતમાં પકડાઈ ગયા હતા. જોકે ડ્રાઈવર મેથી પાક પડે તે પહેલાં સ્થળ ઉપરથી ભાગીને ચાલુ સ્કૂલમાં ભરાઈ ગયો હતો.

ગામના આગેવાનો અને મહિલાના પતિએ ડ્રાઈવરને શાળાના કંપાઉન્ડમાંથી બહાર કાંઢી મેથીપાક આપ્યો હતો. ડ્રાઈવર ગ્રામજનોના આક્રોશનો ભોગ બને તે પહલાં કપરાડા પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કોઇએ કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને ડ્રાઈવર અજિતને ઊંચકી જઇ કસ્ટડીમાં સળિયા પાછળ ધકેલી દીધો હતો. જોકે આ ઘટના આરોપીના સંબંધી દ્વારા મહિલાના પતિ સાથે અંતે મામલો રફેદફે કરીને આરોપીને બચાવી લીધો હોવાનું જાણવા મળે છે.

બંને પક્ષે સમાધાન કરી લીધુ છે
કપરાડા પીએસઆઈ એચ.પી. ગામીત જણાવ્યું કે આ ઘટનામાં જે થયું છે તે બંનેની મરજીથી થયું હોય અને મહિલાના પતિએ અરજી આપી છે એ લોકો સમાધાન માટે બેસવાના છે જેથી કોઈ ગુનો બનતો નથી. માટે કાયદેસરની કાર્યવાહી કરવાની બનતી જ નથી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)