પાંચ હજાર રૂપિયામાં એક દીકરાની માતા એક દિવસ માટે બની દુલ્હન, આ રીતે બહાર આવી હકીકત

મધ્યપ્રદેશમાં લૂંટેરી દુલ્હને એક દિવ્યાંગને લૂંટી લીધાનો બનાવ બન્યો છે. ભીંડ જિલ્લાના ગોરમીમાં 4 લોકોએ લગ્નનાં નામ પર દિવ્યાંગ પાસેથી 90 હજાર ઠગી લીધા. ગેંગમાં મહિલા પણ સામેલ હતી. આરોપીઓને રુપિયા લઈને લગ્ન કરેલી મહિલા સાથે લગ્ન કરાવી દીધા. ફેરાં, વરમાળા અને આશીર્વાદ જેવા બધાં રીતિ-રિવાજો થયા. મહિલા લગ્નવાળી રાતે જ દુલ્હનના કપડામાં છત પરનાં રસ્તાથી કુદીને ભાગી ગઈ. જોકે બહાર રસ્તા પર પોલીસે તેને પકડી લીધી.

કચનાર રોડ વોર્ડ ક્રમ-3માં રહેતો સોનુ જૈન(29) એક પગથી દિવ્યાંગ છે. આ કારણે તેનાં લગ્ન થઈ રહ્યા ના હતા. તેના બીજા ભાઈઓના લગ્ન થઈ ગયા હતા. સોનુ હજી સુધી કુંવારો હતો. સોનુનો સંપર્ક ગ્વાલિયરમાં સમાધિયા કોલોનીમાં રહેતા ઉદલ ખટીક સાથે થયો. ઉદલને લગ્ન માટે એક લાખ રુપિયા ખર્ચ થવાની વાત કરી. ભાવ થયા બાદ 90 હજારમાં રુપિયામાં સોદો નક્કી કર્યો હતો.

 

27 જુલાઈએ ઉદલ ત્રણ લોકો જિતેન્દ્ર રત્નાકર, અરુણ ખટીક અને એક અન્ય શખ્સ સાથે આવ્યો. આ દરમિયાન 40 વર્ષીય મહિલા અનીતાને પણ લાવ્યો. ઉદલ 90 હજાર રુપિયા લઈને ચાલ્યો ગયો. બાદમાં અનીતા અને બે સાથી ત્યાં રોકાય ગયા. ત્યાર પછી દિવસભર ગાવાનું-વગાડવાનું ચાલ્યુ. લગ્નનાં રિવાજો પૂરાં કર્યા. બન્નેનાં લગ્ન કરી દીધા.

 

મહિલાએ યુવકોને જણાવ્યા ભાઈ       અનીતાને જિતેન્દ્રને પોતાનો ભાઈ અને અરુણને સંબંધી જણાવ્યો. બન્નેએ કહ્યું, અમારે રાતના રોકાવું છે, સવારે ચાલ્યા જઈશું. તેણે ઘરની બહાર સુવાની ઈચ્છા જણાવી. રાતના લગભગ 12 વાગ્યે અનીતાને સોનુને કહ્યુ, મારી તબિયત ઠીક નથી. છત પર જવું છે. એ કહીને તે છત પર ચાલી ગઈ. આ દરમિયાન બધાં લોકો સુઈ રહ્યા હતા. અનીતા છતના રસ્તાના તીનની ચાદર પર કુદીને ઉતરવા લાગી. ત્યાં નીચે સુઈ રહેલાં બે સાથીઓ સાથે ભાગવાની રાહમાં હતા. આ દરમિયાન તપાસ કરી રહેલાં પોલીસે તેમને પકડી લીધા

5 હજાર રુપિયામાં બની હતી એક દિવસની દુલ્હન પુછપરછમાં અનીતાએ પોલિસને જણાવ્યું, તે પહેલાથી જ લગ્ન કરેલી છે. તેને પતિ પાસેથી તલાક લઈ લીધા છે. તેનો 15 વર્ષનો દિકરો પણ છે. તેને એક દિવસની દુલ્હન બનવાના 5 હજાર રુપિયામાં વાત નક્કી થઈ હતી.

આવી રીતે, 5-5 હજાર મળવાની વાત આરોપી જિતેન્દ્ર અને અરુણ દ્રારા કહેવામાં આવી રહી હતી. સ્ટેશન પ્રભારી મનોજ રાજપૂતનું કહેવું છે કે, ગેંગના બે યુવક અને મહિલાને પકડી લીધાં છે. બે આરોપી ફરાર છે. ઉદલ માસ્ટરમાઈન્ડ હજી ફરાર છે.

error: Content is protected !!