પુત્રના કારણે કોઠા પર માતા દરરોજ વેચી રહી છે પોતાની આબરુ, મજબૂરી જાણી આંખમાં આવી જશે પાણી

આજનના સમયમાં ઘરેઘરે લડાઇ ઝઘડા થઇ રહ્યાં છે. પરંતુ એક મહિલાની કહાની કંઇક એવી છે જેને જાણીને તમને વિશ્વાસ નહીં થાય. વાત એવી છે કે જેમાં એક મહિલા પોતાના પુત્રને લઇને પોતાના પતિના ઘરેથી ભાગી ગઇ હતી. ભાગ્યા બાદ તેને અફસોસ તો થયો પરંતુ પછી ફરી પોતાના પતિ સાથે રહેવા માગતી ન હતી આથી તેણીએ પોતાના પિયર જવાનું વિચાર્યું. પોતાના 4 વર્ષના પુત્રને લઇને પિયર જવા માટે જ્યારે ટ્રેન પર બેઠી તો રસ્તામાં કેટલાક લોકોની ગેંગ તેની પાસે આવીને બેસી ગઇ અને તેની છેડતી કરવા લાગ્યા. લાચાર મહિલા જોઇને તેને સહારો આપવા લાગ્યા અને પોતાની જાળમાં ફંસાવા લાગ્યા.(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

એ સમયે મહિલાની હાલત એવી હતી કે તે એ લોકોની વાતમાં આવી ગઇ અને તે માની ગઇ. આમ થોડા સમય બાદ આ મહિલાને એ લોકો પર ભરોસો આવી ગયો અને એ લોકોએ જણાવ્યું કે તેને કામ અપાવશે અને સારી રીતે રાખશે. આવી વાત સાંભળી મહિલા તેની સાથે જવા રાજી થઇ ગઇ. ત્યારબાદ મહિલા એવી જગ્યાએ પહોંચી જ્યાં તેને અનુભવ થઇ ગયો કે એ સંપૂર્ણ રીતે ફંસાઇ ગઇ છે. આ જગ્યા બીજી કોઇ નહીં પરંતુ રેડ લાઇટ એરિયા હતી. આ એ નર્કાગાર છે જ્યાંથી પરત ફરવું મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય બની જાય છે.

મહિલાએ જ્યારે આ જગ્યાએથી ભાગી જવાનો પ્રયાસ કર્યો તો એ લોકોએ તેના 4 વર્ષના પુત્રને છીનવી લીધો અને કહેવા લાગ્યા કે અમે કહીએ તેમ જ કરવાનું જો ન કર્યું તો તારો દિકરો જીવતો નહીં રહે. એક માતા માટે તેની સંતાન સૌથી વધુ પ્રીય હોય છે. આવા સમયે મહિલાને માત્ર તેનો પુત્ર જ બધુ હતું આથી હાર સ્વીકારી આ મહિલા એ લોકોના કહેવાથી દેહવિક્રયના ધંધામાં ઉતરી ગઇ.

આવું અનેક દિવસ સુધી ચાલતું રહ્યું. પુત્ર અને માતા વચ્ચે દરરોજ વીડિયો કોલથી વાત થતી હતી જેનાથી મહિલાને સાંત્વના મળતી કે તેનો પુત્ર હેમખેમ છે પરંતુ તેના બદલામાં મહિલાને ખુબ જ ભયાનક અને દર્દનાક હાલાતોનો સામનો કરવો પડી રહ્યો હતો. દરરોજ પોતાના શરીરને વેચવું પડતું હતું.

એક દિવસ આ રેડ લાઇટ એરિયામાંથી એક વ્યક્તિ જઇ રહ્યો હતો જે આ મહિલાના પરિવારનો હતો. જ્યારે તે શેરીમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે એક મહિલાને જોઇ. જેને જોતા જ તે ચોંકી ગયો અને વિચાર્યું કે આ મહિલા એજ છે જેને તેઓ શોધી રહ્યાં હતા. આ વ્યક્તિ રોજ દલાલને પૈસા આપી એ મહિલા સાથે મુલાકાત કરતો હતો.

આ વાત તેણે પોતાના સમગ્ર પરિવારને જણાવી, ત્યારબાદ મહિલાના પરિવારજનોએ પોલીસની મદદ લઇને એ જગ્યાએ દરોડા પડાવ્યા. ત્યારબાદ એ મહિલાને સુરક્ષીત રીતે ત્યાંથી બહાર કાઢી. જે નંબરની મદદથી તેના પુત્ર સાથે વાતચીત થતી હતી તેને પોલીસે ટ્રેક કર્યો અને તેના પુત્રને પણ સહિસલામત પરત લાવવામાં આવ્યો. પોલીસે અન્ય કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા જેમાંથી અનેક લોકોને આવા દલાલોના ચંગુલમાંથી છોડાવ્યા હતા.દલાલોએ પુત્રનું અપહરણ કરી માતા પાસે કરાવ્યું ન કરવાનું, એક મહિલાની કહાની સાંભળી રડી પડશો તમે

error: Content is protected !!