વાંદરાએ તેના બચ્ચાનો મોતનો બદલો લેવા 250થી વધુ ગલુડિયાઓને છત અને ઝાડ પરથી ફેંકી મારી નાખ્યા,તેમ છતાં….
મહારાષ્ટ્ર : જો તમારા ઘરની નજીક વાંદરાઓ આવે છે, તો તમે વાંદરા અને કૂતરા વચ્ચેની લડાઈ જોઈ જ હશે. હવે આવો જ એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે. જેના પર દરેક જણ વિશ્વાસ કરી શકતા નથી.અહીં વાંદરાઓના એક જૂથે બદલો લેવા માટે લગભગ 250 કૂતરાઓને મારી નાખ્યા. તેમ છતાં વાંદરાઓનો ગુસ્સો શમ્યો નથી, જેના કારણે આ વિસ્તારમાં તેમનો આતંક વધી રહ્યો છે.
કૂતરાઓના બચા ને ઝાડ પરથી નીચે ફેંકી દેવા આ ઘટના મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગાંવની છે. અહીં વાંદરાઓનું એક જૂથ કૂતરાઓ પર સતત નજર રાખી રહ્યું છે. તક મળતાં જ તે તેમનો શિકાર કરે છે. તેમનું લક્ષ્ય મોટે ભાગે નાના ગલુડિયાઓ હોય છે. સમાચાર અનુસાર, વાંદરાઓ ગલુડિયાઓને પકડીને ઉંચી ઈમારતો અને ઝાડની ટોચ પર લઈ જાય છે. તેમને ત્યાં લઈ જઈને વાંદરાઓ ઊંચાઈ પરથી ફેંકી દે છે. આને કારણે, નાના ગલુડિયાઓ ઘાયલ થાય છે અને મૃત્યુ પામે છે.
વન વિભાગની ટીમ પણ નિષ્ફળ ગઈ હતી શરૂઆતમાં ગામના લોકો તેને સામાન્ય ઘટના માની રહ્યા હતા. પરંતુ આ પ્રક્રિયા ચાલુ રહેતા તેણે વન વિભાગની ટીમનો સંપર્ક કર્યો હતો. આ સાથે તેમને વાંદરાઓની તમામ હિલચાલ વિશે માહિતી આપી હતી.વાંદરાઓના આ વર્તન ને લીધે તેમને પકડવા વિનંતી કરી. વન વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી પરંતુ તે તેમને પકડી શકી ન હતી. ત્યારબાદ વન વિભાગની ટીમ પણ ફરી ન હતી.
વાંદરાઓ હવે માણસોને પણ નિશાન બનાવી રહ્યા છે એક સ્થાનિક રહેવાસીના કહેવા પ્રમાણે, વાંદરાઓ પોતાનો બદલો લેવા માટે આ બધું કરી રહ્યા છે. તેની પાછળનું કારણ પણ આશ્ચર્યજનક છે. તેમના કહેવા પ્રમાણે, થોડા દિવસ પહેલા એક વાંદરાના બાળકને કૂતરાઓએ મારી નાખ્યું હતું.જે બાદ વાંદરાઓના ટોળાએ બદલો લેવાનું શરૂ કર્યું. જેના કારણે નાના ગલુડિયાઓની સતત હત્યા થઈ રહી છે. પરંતુ એક વાંદરો છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વિસ્તારમાં કૂતરા દેખાતા નથી ત્યારે વાંદરાઓ શાળાએ જતા નાના બાળકોને નિશાન બનાવી રહ્યા છે.
એક માણસનો તૂટેલો પગ આ જ કિસ્સામાં, ગામના અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, લગભગ 15 દિવસ પહેલા, વાંદરાઓ તેમના પાલતુ કૂતરાનો શિકાર કરવા પહોંચ્યા હતા. ગલુડિયાને પકડતાની સાથે જ તે ચીસો પાડવા લાગ્યો. જેનો અવાજ સાંભળીને તેના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને તેનો આબાદ બચાવ થયો હતો.
જોકે, આ ઘટનામાં કૂતરાને બચાવતા માણસનો પગ તૂટી ગયો હતો. આપને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં કર્ણાટકમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં ચિકમગલુર જિલ્લામાં એક વાંદરાએ ગ્રામીણ પર બદલો લેવા માટે 22 કિલોમીટરની મુસાફરી કરી હતી.