મહંતે પ્રેમનું ભૂત ઉતારવા મેલીવિદ્યાના બહાને યુવતીને રૂમમાં બોલાવી, એકલતાનો લાભ લઈ પીંખી નાખી

અયોધ્યામાં મેલીવિદ્યાના બહાને 20 વર્ષની દલિત યુવતી સાથે રેપનો મામલો સામે આવ્યો છે. પોલીસે કેસ નોંધી આરોપી મહંત હનુમાન દાસની ધરપકડ કરી છે. મહંત પરણિત છે અને તે ત્રણ દીકરીઓનો પિતા છે. ઘટના 6 જુલાઈની છે, જે 7 જુલાઈએ સામે આવી હતી.આરોપી હનુમાન દાસ નયાઘાટના સિયાવલ્લભ કુંજનો મહંત છે. પીડિત યુવતીએ વધુ એક મહંત પર પણ રેપમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

મહંતની પાસે જાદુ-મંત્ર માટે પરિવારના લોકો લાવ્યા હતા
પીડિત યુવતી અયોધ્યાના તારુન વિસ્તારમાં રહે છે. માતા-પિતાએ કહ્યું, “દીકરી દિલ્હીમાં એક યુવકને પ્રેમ કરતી હતી, પણ અમને આ વાત પસંદ ન પડી. અમે ઈચ્છતા હતા કે પુત્રી અમારી પસંદના યુવક સાથે જ લગ્ન કરે. તેથી 6 જુલાઈએ તેના પર જાદુ-મંત્ર કરાવવા માટે મહંત હનુમાન દાસ પાસે લાવ્યા હતા, જેનાથી તે આ પ્રેમ બંધનમાંથી બહાર નીકળી શકે.”


માતા-પિતાએ જણાવ્યું, “યુવતી જ્યારે મહંતની પાસે પહોંચી તો પહેલાં મહંતે તેને બધું જ પૂછ્યું. પછી મેલીવિદ્યાનો સહારો લઈને પ્રેમનુ ભૂત ઉતારવું પડશે તેમ જણાવ્યું. જે પછી મહંતે યુવતીને પોતાના રૂમમાં રોકી અને અમને રામ કી પૈડીની નહેરમાં પગ લટકાવીને બેસવા માટે મોકલી દીધા.” તેમને જણાવ્યું કે આ વાતની પુષ્ટિ પોલીસ તપાસમાં CCTVથી પણ થઈ છે.

SSPના નિર્દેશ પર કેસ નોંધાયો
રેપનો મામલો સામે આવ્યા બાદ SSP પ્રશાંત વર્માએ સીઓ અયોધ્યા ડૉ. રાજેશ તિવારીને તપાસ સોંપી હતી. શુક્રવાર બપોરે પોલીસે પુરાવા એકઠાં કર્યા બાદ SSPને તમામ જાણકારી આપી હતી. ત્યારે SSPએ અયોધ્યા કોતવાલી પોલીસને કેસ નોંધવાના નિર્દેશ આપ્યા. સીઓ અયોધ્યા ડૉ. રાજેશ તિવારીએ જણાવ્યું કે કેસ દાખલ કરીને હનુમાન દાસની ધરપકડ કરી લેવામાં આવી છે.

મંદિરમાં 20 વર્ષથી ચાલી રહ્યું છે મેલીવિદ્યાનું કામ
સિયાવલ્લભ કુંજના મહંત હનુમાન દાસ પરણિત છે અને ત્રણ દીકરીઓનો બાપ છે. નયાઘાટના મંદિરમાં જ તેનો પરિવાર રહે છે. ઘટના સમયે પરિવારા લોકો મંદિરના બીજા ભાગમાં હતા. આ મંદિરમાં મેલીવિદ્યાનું કામ લગભગ 20 વર્ષથી ચાલી રહ્યું છે. આ મંદિરના ભક્ત યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં છે. મેળા દરમિયાન આ મંદિરમાં બેથી પાંચ હજાર ભક્તો આવે છે.

મહંતનો વિવાદ સાથે જૂનો સંબંધ
સિયાવલ્લભ કુંજ મંદિરના સ્વામિત્વને લઈને કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આ મંદિરના સ્વામી પોતાને ગણાવી રહ્યાં છે. જેને લઈને તેઓએ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે. મુખ્ય પુજારીના શિષ્ય અને રામલલાના પુજારી પ્રદીપ દાસ જણાવે છે કે, “સિયાવલ્લભ કુંજના મહંત અયોધ્યા દાસે આચાર્ય સત્યેન્દ્ર દાસને 1989માં રજિસ્ટર્ડ વસિયતનામું લખ્યું હતું. આ મંદિર ભગવાનની સંપત્તિ છે. ખાનગી વસિયતના જોરે હનુમાન દાસે જાતે જ પોતાને મહંત જાહેર કરી દીધા છે.”3 દીકરીઓનો પિતા એવા મહંતે માતા-પિતાને રામ કી પૈડી મોકલી દીધા અને યુવતીને રૂમમાં બોલાવી અને…. CCTV ચેક કરતા પોલીસ પણ ચોંકી ગઈ

error: Content is protected !!