પ્રેમને પામવા મુસ્લિમ યુવતીએ અપનાવ્યો હિન્દુ ધર્મ, મંદિરમાં સાત ફેરા ફરી કરી લીધા લગ્ન, જુઓ તસવીરો

પ્રેમને પામવા મુસ્લિમ યુવતીએ અપનાવ્યો હિન્દુ ધર્મ, મંદિરમાં સાત ફેરા ફરી કરી લીધા લગ્ન, જુઓ તસવીરો

પ્રેમને ભગવાનનો ઉપહાર માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે પ્રેમ થાય છે ત્યારે નાત-જાત, ઉંચ-નીચ કે ધર્મ નથી જોતો. એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બનેલા પાગલ પંખીડાઓ પોતાનું જીવન દુનિયાના રીતરીવાજો અને બંધનોથી દૂર ખુશ રહેવા કંઇ પણ કરી છૂટે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવતીએ હિન્દુ ધર્મ અંગીકાર કરી, મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે સાત ફેરા ફરી લગ્ન કર્યા છે.

આ મામલો ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાનો છે. અહીંના અત્રૌલિયા વિસ્તારમાં આવેલા મંદિર પરીસરમાં એક નવો જ ઇતિહાસ લખવામાં આવ્યો હતો. જ્યારે એક મુસ્લિમ યુવતીએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો.

મંદિર પરિસરમાં પરિવાર અને મહેમાનોની સામે મુસ્લિમ યુવતીએ પોતાના હિન્દુ પ્રેમીના ગળામાં વરમાળા પહેરાવી સાત ફેરા ફરી તેને પોતાનો જીવનસાથી બનાવ્યો હતો. તેમજ દંપતીને સુખી લગ્ન જીવનના આશીર્વાદ પણ આપ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ અત્રૌલિયા વિસ્તારના ખાનપુર ફતેહ ગામમાં રહેતો સૂરજ બે વર્ષ પહેલા હૈદરપુર ખાસ ગામની મુસ્લિમ યુવતી મોમિન ખાતૂનના પ્રેમમાં પડ્યો હતો. આ બંનેનો પ્રેમ વધતો ગયો અને એકબીજામાં ઓતપ્રોત બની ગયા.

સાથે સાથે જીવવા-મરવાના પણ એકબીજાને કોલ આપ્યા હતા. પરંતુ જ્યારે યુવતીના પરિવારને આ વાતની જાણ થઇ તો તેમણે ધર્મના કારણે વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પ્રેમીના પરિવારજનોને કોઇ વાંધો ન હતો.

વાત માત્ર અહીંજ નથી અટકતી પ્રેમિકાના પરિવારજનોએ પ્રેમી અને તેના પરીવારને ધર્મ પરીવર્તન કરી ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ પણ કર્યુ હતું. પરંતુ પ્રેમિકાએ ચોખ્ખી ના પાડી દીધી. આ દરમિયાન બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ અને ધર્મની દિવાલને તોડીને સાથે જીવવા મરવાનો મોટો નિર્ણય લઈ લીધો હતો.

બંનેએ તેજ વિસ્તારના સમ્મો માતામંદિરમાં હિન્દૂ રીતિ રીવાજ સાથે સાત ફેરા ફરી લગ્ન કરી લીધા. દરમિયાન નવયુગલને પરિવારજનો અને વિસ્તારના લોકોએ હાજર રહી આશીર્વાદ પણ આપ્યા હતા.

આ દરમિયાન છોકરાના પરિવારના સભ્યો આ લગ્નથી ખૂબ જ ખુશ દેખાતા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમના પુત્રએ એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતા અને સિંદૂરદાન પછી તેઓ નવદંપતીને આશીર્વાદ આપીને સમોમાતા મંદિરથી ઘરે લાવ્યા હતા.