શ્રીરામ પીઠમાં મુસ્લિમ મહિલાઓના દીપ પ્રગટશે:મહિલાઓએ કહ્યું- રામ આપણા સૌના પૂર્વજ હતા,
દિવાળી નિમિત્તે અયોધ્યાના સાકેત ભૂષણ શ્રીરામ પીઠમાં કાશીની મુસ્લિમ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા દીવડા જોવા મળે છે. કાશીની મુસ્લિમ મહિલાઓ ગાયના છાણ અને માટીમાંથી તૈયાર કરાયેલા 108 દીવડા અયોધ્યા મોકલી રહી છે. દીવડા તૈયાર કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે શ્રીરામ તમામ હિન્દુસ્તાનીઓના પૂર્વજ છે, માટે રામ સૌના છે અને રામ સૌમાં છે. આ દિવડાથી ગૌ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને ધાર્મિક નફરતથી મુક્તિનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
કાશીની મુસ્લિમ મહિલાઓ દ્વારા રામપંથ આશ્રમમાં ગાયના છાણ અને માટીમાંથી દીવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન અને વિશાલ ભારત સંસ્થાના સામૂહિક પ્રયત્નથી કાશીની મુસ્લિમ મહિલાઓ દ્વારા રામપંથ આશ્રમમાં ગાયના છાણ અને માટીમાંથી તે તૈયાર કરવામાં આવી રહ્યા છે. મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ નાજનીન અંસારીએ કહ્યું કે અધર્મી રાવણની હિંસાથી વિશ્વને મુક્ત કરાવ્યા બાદ શ્રીરામ અયોધ્યા પરત ફર્યાં હતા તો ઘરે ઘરે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. પ્રત્યેક વર્ષે દિવાળી આવતાની સાથે જ અમે અમારા ઘરે ભગવાન રામના આગમનની તૈયારી કરી છીએ.
આ પ્રયત્ન નફરતની આગ પર પાણી ફેરવશે
નાજનીન અંસારીએ કહ્યું કે આજે સંપૂર્ણ વિશ્વ ધર્મના નામથી હિંસાનો શિકાર બન્યું છે. પાકિસ્તાનની ક્રિકેટમાં જીત અંગે ખુશ થઈ ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, જે હિન્દુસ્તાનમાં બે ધર્મો વચ્ચે વૈમનસ્ય વધારી રહ્યું છે. આ સંજોગોમાં મુસ્લિમ મહિલાઓનો આ નાનો એવો પ્રયત્ન નફરતની ધધકતી આગ પર પાણી નાંખવાનું કામ કરશે. માટી અને ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવેલા શ્રીરામ દીપક અયોધ્યાના સાકેત ભૂષણ શ્રીરામ પીઠમાં પ્રગટાવવામાં આવશે.
શ્રીરામ દીવડાની સજાવટ કરતી મુસ્લિમ મહિલાઓ. અયોધ્યા શ્રી રામ પીઠના કેન્દ્રીય વ્યવસ્થાના વડા ડો.રાજીવ શ્રીગુરુજીએ કહ્યું કે મુસ્લિમ મહિલાઓ દ્વારા તૈયાર 108 દીપ મંદિર પરિસરમાં પ્રગટાવવામાં આવશે. આ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાથમિક શિક્ષણ થયું હતું. આ સાથે ધાર્મિક સમરસતા માટે કાશીના હિન્દૂ પરિવારો તથા અન્ય લોકોને મુસ્લિમ મહિલાઓ શ્રીરામ દીવડા ભેટ કરશે.
મુસ્લિમ દેશ શાળાઓમાં શ્રીરામ અંગે અભ્યાસ કરાવે
નાઝનીન અંસારીએ કહ્યું કે દિવાળી નિમિતે અયોધ્યામાં લાખો દિવડા પ્રગટાવવામાં આવશે, જેમાં 108 દિવડા મુસ્લિમ મહિલાઓના પણ હશે. આજે સમગ્ર વિશ્વને શ્રીરામ સંસ્કૃતિને અપનાવવાની જરૂર છે. મુસ્લિમ દેશ જો શ્રીરામ સંસ્કૃતિને અપનાવવાનું શરૂ કરશે તો તેમના દેશ અને પરિવારો બચી જશે. અન્યથા ધાર્મિક હિંસા ચાલતી રહેશે. સૌ મુસ્લિમ દેશ દિવાળીની ઉજવણી કરે અને પોતાને ત્યાં શાળાઓમાં શ્રીરામ અંગે અભ્યાસ શરૂ કરાવે.
એવી જ રીતે વિશાલ ભારત સંસ્થાના રાષ્ટ્રીય મહાસચિવ અર્ચના ભારતવંશીએ કહ્યું કે કોઈ ગમે એટલી નફરત ફેલાવી લે, પણ અમે તહેવારો સાથે મળીને ઉજવશું. ભગવાન શ્રીરામ સૌના છે, તેઓ જેટલા હિન્દુસ્તાનના છે, એટલે જ મુસ્લિમ તથા ઈસાઈ દેશોના પણ છે. હવે તો વિશ્વને એ વાત સમજમાં આવી ગઈ છે કે નફરતને અટકાવવા માટે એક જ વિકલ્પ છે અને તે શ્રીરામ છે.