પતિ સ્પામાં માણતો હતો…..ની મહેફિલ ને પત્નીએ કર્યો પોલીસને ફોન, પછી થઈ જેવા જેવી…

સુરતઃ પતિ સ્પામાં બેસી દારૂની પાર્ટી કરતો હોય આ વાતની પત્નીને ખબર પડતા તેણે પોલીસ બોલાવી દીધી હતી, ગુરુવારે મોડીરાતે વેસુમાં સફલ સ્ક્વેરમાં ચોથા માળે આવેલા સ્પામાં પોલીસ દોડી આવી હતી. અલ્યુર સ્પામાં બહારથી શટર બંધ કર્યું હતું.

પત્નીએ સ્પાનું શટર ખોલવા ઘણા પ્રયત્નો કર્યા છતાં ખોલ્યું ન હતું. પછી મહિલાએ 100 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. આથી ઉમરા પોલીસની પીસીઆર વાન ત્યાં આવી પહોંચી હતી. પોલીસ આવી છતાં પણ સ્પાનું શટર ખોલ્યું ન હતું. થોડી રાહ જોયા પછી પોલીસ મહિલાને સવારે કાર્યવાહી કરવાની વાત કરી નીકળી ગઈ હતી. છતાં મહિલા ત્યાં ઉભી રહી હતી. મહિલાએ પોલીસ અધિકારીને ફોન કર્યો હતો.

આથી ઉમરા પોલીસનો સ્ટાફ પાછો ત્યાં દોડી આવ્યો હતો. પોલીસે શટર તોડવાની વાત કરતા મહિલાનો પતિ સહિત 3 જણા મળી આવ્યા હતા. સ્પાના એક સંચાલકે તો શટર ન ખોલતા હોવાની બાબતે પોલીસે પૂછ્યું તો તેણે ઘરે હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું.

અંતે પોલીસે તેને પણ સ્પામાંથી પકડ્યો હતો. ઉમરા પોલીસે મહિલાનો પતિ રાજેશ રઘુવીર સિંગ (રહે, આકાશ પૃથ્વી, વડોદગામ સ્પામાંથી નશાની હાલતમાં પકડાતા કાર્યવાહી કરી હતી. ઉપરાંત મોડીરાતે સ્પા ચલાવતા કનૈયા માળી અને હસમુખ ગણાતા(બન્ને રહે, સારસ્વત નગર, પીપલોદ)ને ઉમરા પોલીસે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી છે.

error: Content is protected !!