હેવાનીયનતનો શોકિંગ કિસ્સો, પત્નીએ કહ્યું- પતિ સેક્સ ટોયઝનો ઉપયોગ કરતો, તે દર્દથી પીડાતી પણ…

હેવાનીયનતનો શોકિંગ કિસ્સો, પત્નીએ કહ્યું- પતિ સેક્સ ટોયઝનો ઉપયોગ કરતો, તે દર્દથી પીડાતી પણ…

એક ખૂબ જ હ્રદયદ્રાવક કિસ્સો આવ્યો છે. એક પરિણીતા પતિના ત્રાસથી લોહીના આંસુઓએ રડી રહી છે. પરિણીતાએ પોલીસને પતિની હેવાનીતયની ગાથા જણાવી હતી.લગ્ન બાદ તે હનીમૂન પર તેને હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે અપ્રાકૃતિક સેક્સ માણ્યું હતું. તેણે બાથરૂમમાં કેમેરો લગાવીને તેના ન્યૂડ વીડિયો પણ બનાવ્યા હતા. આ પછી તેણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 1 કરોડ રૂપિયાની માગ કરવાનું શરૂ કર્યું હતું.

ઈન્દોરની પોશ કોલોનીમાં રહેતી 30 વર્ષીય મહિલા દોઢ વર્ષથી પતિની હરકતોથી પીડાતી હતી. જ્યારે સસરાને તેના પતિના કૃત્ય વિશે જાણ કરી તો તેણે પણ તેના પર ખરાબ નજર નાખી અને બળજબરી કરી. સાસુ અને નણંદ બધુ જાણતા હોવા છતાં ચૂપ રહેવાની ધમકી આપતાં રહ્યા. અંતે નારાજ થઈને તે પિયર ઈન્દોર આવી અને તેણે પોતાના પરિવારને આ ઘટનાની વાત જણાવી. જે પછી તેમણે વકીલ સાથે વાત કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. મહિલા પોલીસે પતિ, સસરા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી આખો મામલો કાનપુર પોલીસને સોંપ્યો છે.

દહેજમાં 40 તોલા સોનું, લક્ઝરી કાર અને બીજો સામાન આપવામાં આવ્યો હતો
મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ અરજી દાખલ કરી છે. તેણે કહ્યું છે કે, 10 ડિસેમ્બર 2018ના રોજ કાનપુરના યુવક સાથે ઈન્દોરના એક ગાર્ડનમાં તેના લગ્ન થયા હતા. પિતાએ દહેજમાં 40 તોલા સોનું, લક્ઝરી કાર અને અન્ય વસ્તુઓ આપી હતી. લગ્ન બાદ પતિ તેને કાનપુરની એક હોટલમાં રાત માટે લઈ ગયો હતો. અહીં તેણે અપ્રાકૃતિક સેક્સ માણ્યું હતું. પતિ ઘણી વખત સેક્સ ટોયઝનો ઉપયોગ પણ કરતો હતો. તે દર્દથી પીડાતી હતી. આ પછી પણ પતિની આવી હરકતો લાંબા સમય સુધી ચાલતી રહી. જ્યારે તેણે આ આખી વાત સસરાને જણાવી ત્યારે તેણે ગર્ભવતી થવું છે? તેમ કહી વહુને રૂમમાં ધકેલી દીધી હતી અને અશ્લીલ કૃત્ય કર્યું હતું.

સાસુ અને નણંદને ફરિયાદ કરી તો ધમકી આપી હતી
જ્યારે મહિલાએ સાસુ અને નણંદને પતિની કરતૂતની ફરિયાદ કરી તો તેણે પણ ચૂપ રહેવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું. સાસુ-સસરાથી નારાજ થઈને મહિલાએ પોતાના પિતાને વાત કરી અને ઈન્દોર પરત ફરી. તેમનું કહેવું છે કે, લગ્ન બાદ ખરીદવામાં આવેલા કેટલાક સોનાના આભૂષણ સહિત લગભગ 90 તોલા સોનું સાસરીમાં છે.