લગ્નના 10 દિવસ સુધી પતિએ શરીરસંબંધ ન બાંધતાં પત્નીએ કારણ પૂછ્યું, પતિએ કહ્યું, ‘હું તો નપુંસક છું’

લગ્નના 10 દિવસ પછી પણ પતિ શારીરિક સંબંધ બાંધવા સક્ષમ ન હોવાથી પત્નીએ પૂછતા પતિ નપુંસક હોવાનું જાણવા મળ્યું હતુ. આ અંગે પરિણીતાએ સાસુ – સસરાને ફરિયાદ કરતા તેમણે જવાબ આપ્યો કે તારા માતા – પિતાએ લગ્ન કરતા પહેલા તપાસ કરી લેવી જોઈતી હતી ને. આટલું જ નહીં પતિને કહ્યું કે,તમે નપુસંક હતા તો મારી સાથે લગ્ન કેમ કર્યા, ત્યારે પતિએ કહ્યું કે મેં વાંઢાપણું દૂર કરવા જ તારી સાથે લગ્ન કર્યા છે.

2020માં મોનાબહેનના લગ્ન થયા હતા
શાહીબાગમાં રહેતા મોનાબહેનના લગ્ન 1 – 12 – 2020 ના રોજ સમાજના રીતિ રિવાજ પ્રમાણે નીરવ સાથે થયા હતા. લગભગ 7 દિવસ બાદ મોનાબહેન પિયરમાં પગ ફેરો કરવા આવ્યા હતા. ત્યારબાદ તા.10 ડિસેમ્બરે મોનાબહેન નીરવભાઈ સાથે મુંબઈ રહેવા ગયા હતા. ત્યાં પતિ, સાસુ, સસરા અને દિયર સાથે રહેતા હતા. લગ્નના 10 દિવસ બાદ પણ નીરવ શારીરિક સુખ બાંધવા સક્ષમ ન હતો. જેથી મોનાબહેને પૂછતા નીરવે તેમને કહ્યું હતું કે, ‘હું નપુસંક છુ. મારા નાના ભાઈના લગ્ન થઇ ગયા છે અને તેને બાળક પણ છે. જેથી મેં વાંઢાપણું દૂર કરવા જ તારી સાથે લગ્ન કર્યા છે.’

સાસુ-સસરાએ કહ્યું, તારા પિતાએ પહેલા તપાસ કરાવી લેવાની હતી
મોનાબહેને સાસુ-સસરાને ફરિયાદ કરતા તેમણે પણ મોનાને કહ્યું હતુ કે તારા માતા – પિતાએ લગ્ન પહેલા આ બાબતે તપાસ કરાવી લેવાની હતી. અમે તો સમાજમાં સારું દેખાડવા માટે જ નીરવના લગ્ન કરાવ્યા છે. જો કે નીરવના નપુસંકતાનો ભાંડો ફૂટી જતા મોનાબહેન પિયર રહેવા આવી ગયા હતા. ત્યારબાદ સાસરી પક્ષના સભ્યો છૂટાછેડા માટે દબાણ કરતા હતા અને કહેતા કે તુ છૂટાછેડાના કાગળ ઉપર સહીઓ કરી દે પછી તને તારો સામાન આપી દઈશું. જ્યારે નીરવ અને મોનાના કિસ્સામાં સમાજના આગેવાનોએ પણ મધ્યસ્થી કરી હતી. પરંતુ નીરવના પરિવારના સભ્યો મીટિંગ કરવા કે વાત કરવા આવતા ન હતા. જેથી આખરે મોનાબહેને પતિ, સાસુ, સસરા, દિયર અને ફોઈ સાસુ સામે વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (તમામ પાત્રોના નામ બદલ્યાં છે)

ભાંડો ફૂટતાં પૂત્રવધુને કહ્યું, 3 મહિના માટે પિયર જતી રહે પછી તને છૂટાછેડા આપી દઈશું
નીરવ નપુંસક હોવાનો ભાંડો ફૂટી જતા સાસુ – સસરાએ તેને કહ્યું હતં કે તું 3 મહિના તારા પિયર રહેવા જતી રહે. પછી અમે તને છૂટાછેડા આપી દઈશું. જ્યારે ફોઈ સાસુ કહેતા કે પહેલાં તું છૂટાછેડાના કાગળો ઉપર સહીઓ કર પછી જ તને તારા કપડા – દાગીના સહિતનો સામાન પાછો આપીશું. તેમ કહીને પણ આ લોકો દહેજ માટે મોનાબહેનને ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા.

error: Content is protected !!