પત્નીએ વતનમાં આપઘાત કર્યાની ટેલિફોનિક જાણ બાદ,સુરતમાં પતિએ ફાંસો ખાધો, બંનેએ મોત પહેલાં

સુરત : શહેરના પાંડેસરામાં વતનમાં પત્નીએ આપઘાત કરી લીધો હોવાની જાણ થયાના બે કલાકમાં જ પતિએ હાથ કાપી ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાની ઘટના સામે આવી છે. આપઘાત કરનાર પ્રદીપ અને રીતુના બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા. પ્રદીપે 40 મિનિટ પત્ની રીતુ સાથે વાત કર્યા બાદ રીતુએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા પોલીસે પ્રદીપના આપઘાત બાદ તપાસ હાથ ધરી છે

લગ્ન બાદ પતિ સુરત પરત આવ્યો હતો
ગુરુદત્ત શુકલા (મૃતક પ્રદીપના મામા) એ જણાવ્યુ હતું કે, 6 વર્ષથી પ્રદીપ તેમની સાથે રહી સાડીની દુકાનમાં કામ કરતો હતો. બે મહિના પહેલાં જ લગ્નગ્રંથીથી જોડાયો હતો. પત્ની રીતુ વતન યુપી અલ્હાબાદ પરિવાર સાથે રહેતી હતી. 10 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન બાદ પ્રદીપ 16 જાન્યુઆરી 2021ના રોજ સુરત પરત ફર્યો હતો.

પતિ સાથે સવારે વાત બાદ પત્નીનો આપઘાત
મૃતકના મામાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે પત્ની રીતુ સાથે પતિ પ્રદીપે 40 મિનિટ ફોન પર વાત કરી હતી. ત્યારબાદ પત્નીએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાના સમાચાર મળતા જ પ્રદીપ બે કલાકના સમય ગાળામાં જ તેના ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આજે સવારે બનેલી આ ઘટના બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પત્નીના આપઘાતની ટેલિફોનિક જાણ બાદ પતિનો આપઘાત
પોલીસે જણાવ્યું હતું કે, પત્નીએ વતનમાં ફાંસો ખાઈ લીધો હોવાની ટેલિફોનિક જાણ થતા જ પ્રદીપે પણ પોતાના જ રૂમમાં હાથ કાપી ફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન છે. પ્રદીપ રીંગરોડ કાપડ માર્કેટની સાડીની દુકાનમાં કામ કરતો હતો. પાંડેસરા તેરે નામ ચોકડી મહાલક્ષ્મીનગરમાં બનેલી ઘટના બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
error: Content is protected !!