પત્નીને બચવવા પતિ પણ નદીમાં કૂદી પડ્યો, બંનેના દર્દનાક મોત, 10 મહિનાની માસૂમ બાળકી બની નોંધારી

પત્નીને બચવવા પતિ પણ નદીમાં કૂદી પડ્યો, બંનેના દર્દનાક મોત, 10 મહિનાની માસૂમ બાળકી બની નોંધારી

એક હ્રદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જયાં એક એન્જિનિયર પત્નીએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. તેને બચાવવા માટે પતિએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું. પણ કમનસીબે તેનું પણ ડૂબી જવાથી મોત થયું હતું. આત્મહત્યા કરવાનું કારણ એટલું જ હતું કે એન્જિનિયર મહિલા જયપુર ટ્રાન્સફર કરવા માગતી હતી. જ્યારે તેને ખબર પડી કે તેને જયપુર ટ્રાન્સફર કરી શકાશે નહીં તો તેણે ગુસ્સામાં આવીને આત્મહત્યા કરી લીધી. હવે દંપતીની 10 મહિનાની બાળકની કસ્ટડીને લઈને બંનેના પરિવારજનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

આ મામલો જયપુરનો છે. શિપ્રપથ પોલીસ સ્ટેશનના એસઆઈ અમર સિંહે જણાવ્યું કે તરુણનો પરિવાર જયપુરમાં રહે છે. આથી તરુણ પણ ઈચ્છતો હતો કે પત્ની મધુબાલાનું સુરતગઢ થર્મલ પાવર પ્લાન્ટમાંથી જયપુરમાં ટ્રાન્સફર થાય. મધુબાલા પણ જયપુર ટ્રાન્સફર કરવા માટે રાજી થઈ ગઈ. શનિવારે પતિ તરુણ ટ્રાન્સફર માટે કોઈને મળવા માટે પણ ગયો હતો.

એક કોલ આવ્યો અને નદીમાં કૂદી પડી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તરુણના મોબાઈલ પર બપોરે અઢી વાગ્યે એક કોલ આવ્યો હતો.અને કહ્યું કે મધુબાલાનું ટ્રાન્સફર જયપુરમાં થઈ શકશે નહી. તરુણે આ વાત તેની પત્નીને જણાવી,આ સાંભળતાજ મધુબાલા કંઈ પણ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ અને નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. તેને બચાવવા માટે પતિએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું. પણ કમનસીબે તેનું પણ ડૂબી જવાથી મોત થયું હતું.

એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતા હતા
તરુણ કુમાર બિહારની પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ એ-ગ્રેડ (કમ્પાઉન્ડર)ના પદ પર હતો અને મુધાબાલા સુરતગઢ થર્મલ પાવર પ્લાન્ટમાં AENની પોસ્ટ પર હતી. બંન્ને અલગ-અલગ રાજ્યોમાં સરકારી પોસ્ટિંગ હતી. એકબીજાને મળવા માટે તેઓ મહિનામાં 4-5 દિવસનો સમય કાઢતા હતા. ક્યારેક તરુણ રજા લઈને આવતો તો ક્યારેક મધુબાલા છુટ્ટી લઈ લેતી હતી. પુત્રીના જન્મ પછી, મુધાબાલાના જયપુર ટ્રાન્સફર કરવાનો પ્લાન હતો.

 

મધુબાલાની ડિપ્રેશનના દવાઓ લેતી
પોલીસે જણાવ્યું કે મધુબાલાની ડિપ્રેશનના કારણે તેની દવાઓ લેતી હતી. મૃતકના પરિજનોનું કહેવું છે કે મધુબાલા જોધપુરથી ડિપ્રેશનની દવા લેતી હતી. જે બદલીને અન્ય જગ્યાએથી લેવાનું ચાલુ કરાવ્યું હતું.ડોકટરે એક ગોળી બંધ કરવાની મનાઈ કરી હતી છતા પણ તેણે બંધ કરી દીધી.

….તો આજે દીકરી અને જમાઈ જીવતા હોત.
પુત્રીને લેવા માટે પરિવાર શુક્રવારે જયપુર આવ્યો હતો. દીકરીને ઘરે લઈ જવાનું કહેતાં સાસરિયાઓએ પુત્રીવધૂ પાસેથી ના પાડવી હતી. કહ્યું કે અમે બંને આવીશું. જો સાસરિયાઓએ દીકરીને મનાવી ન હોત અને પિયરમાં મોકલી હોત તો આજે દીકરી અને જમાઈ જીવતા હોત.

10 મહિનાની બાળકીની કસ્ટડીને લઈને વિવાદ
પોલીસે જણાવ્યું કે તરુણ-મધુબાલાના પરિવારજનો વચ્ચે 10 મહિનાની બાળકીની કસ્ટડીને લઈને વિવાદ થયો છે. પિયરપક્ષે પૌત્રીની કસ્ટડી ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. તો બીજી બાજુ તરુણના પરિવારજનોએ પણ જિદ પકડી છે કે અમે કોઈ પણ સંજોગોમાં બાળકની કસ્ટડી નહીં આપીએ. બાળક તો અમારી સાથેજ રહેશે. પોલીસે સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. દંપતીના જયપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.10 મહિનાની બાળકીની કસ્ટડી માટે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે.આવુ તો કોઈની સાથે ના થાય… એક જ ચિતા પર થયા પતિ-પત્નીના અંતિમ સંસ્કાર, લગ્નમાં આપેલું વચન નિભાવ્યું, પતિ-પત્નીએ સાથે ગુમાવ્યો જીવ