સુંદર બહેન ઉપર આવી ગયુ હતુ પિતરાઈ ભાઈનું દિલ, લગ્નની ના કહેતા કરી નાખ્યો મોટો કાંડ

ઇરાકના બગદાદમાં રહેતા હસીન નૌરઝાન અલ-શામરી પર ત્રણ લોકોએ હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું. હસીન નૌરઝાન અલ શામરીના મૃત્યુથી દરેક વ્યથિત છે અને કોઈ પણ આ સમાચાર પર વિશ્વાસ કરી શકતું નથી. તો, ભર-બપોરનો તેનો દર્દનાક મોતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે, પોલીસે આ કેસમાં ધરપકડ પણ કરી છે.

સુંદરતાએ જીવ લીધો   ઇન્સ્ટાગ્રામર નૌરઝાન દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને આ સુંદરતાએ તેનો જીવ લીધો છે. હકીકતમાં, નૌરઝાનનો પિતરાઈ ભાઈ તેને ખૂબ જ પસંદ હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ નૌરઝેને લગ્નની ના પાડી દીધી હતી. પિતરાઇને આ ગમ્યું નહીં અને નૌરઝાનનું જીવન પુરૂ કરી નાંખ્યુ.

 

ઇરાકના બગદાદમાં રહેતા નૌરઝાન એક બેકરીમાં કામ કરતી હતી. જ્યારે તે પોતાના કામ પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં ત્રણ લોકોએ તેના પર હુમલો કર્યો. હુમલાખોરોએ નૌરઝાનને છરીથી ઘણા વાર કર્યા હતા. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. તો,દિવસે કરાયેલી તેની હત્યાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.

એક ભાઈની ધરપકડ કરી   પોલીસે આ કેસમાં અત્યાર સુધી નૌરઝાનના પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે. જ્યારે બે પિતરાઇ ભાઇઓ હજુ ફરાર છે. જેની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. ગલ્ફ ન્યૂઝ અનુસાર, ઈરાકના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે નૌરઝાનના ભાઈએ તેનો ગુનો સ્વીકારી લીધો છે અને કહ્યું છે કે તેણે પારિવારિક સમસ્યાઓના કારણે આવું કર્યું છે.

જણાવી દઈએ કે નૌરઝાનના પહેલા લગ્ન 13 વર્ષની ઉંમરે જબરદસ્તીથી થયા હતા. પ્રથમ લગ્ન તૂટી ગયા પછી, નૌરજનના બીજા લગ્ન તેના જ પિતરાઈ ભાઈ સાથે નક્કી થયા. જેનાથી તે ખુશ ન હતી અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે તેના પિતરાઇ ભાઇએ આ ભયાનક સજા આપી હતી. નૌરજાનને પહેલાથી જ આ લગ્ન અંગે ધમકીઓ મળી હતી.

ઈન્સ્ટાગ્રામ પર સક્રિય હતી  નૌરઝાન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતી અને ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી હતી. ઘરના લોકો આ બાબતે તેના પર ખૂબ જ ગુસ્સે હતા અને નૌરજનને આમ કરતા રોકતા હતા.

તો, આ ઘટના પછી, લોકોએ સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કર્યું હતું, ત્યારબાદ સરકારે આ મામલે સખ્તી દર્શાવી હતી અને આરોપીની ધરપકડ શરૂ કરવામાં આવી હતી.

error: Content is protected !!