પોલીસની ગાડીમાં હેડ કોન્સ્ટેબલે યુવતી સાથે મનાવતો હતો રંગરેલિયા લોકોએ નિર્વસ્ત્ર કરી રોડ પર જ ધોલાઈ કરી,
રાજકોટના શાપર-વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અશ્વિન મનસુખ મકવાણા દારૂના નશામા ધુત હાલતમાં સરકારી બોલેરોમાં પોતાની કૌટુંબિક સાળી સાથે રંગરેલીયા મનાવતા ગ્રામજનોએ ઝડપી લીધો હતો. આ ઘટનાનો વિડીયો વાઈરલ થયા બાદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ગૂનો નોંધી દેવા હુકમ કર્યો છે.
હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ બે અલગ-અલગ ગુના નોંધી ધરપકડ કરી તેને સસ્પેન્ડ પણ કરી દેવા હુકમ કર્યો છે. અશ્વિનની હરકતોની જાણ થતા તેની પત્ની અને પરિવારજનો પોલીસ મથકે દોડી ગયા હતા પરિવારે અશ્વિનની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.
હેડ કોન્સ્ટેબલ રાત્રે ડ્રાઈવર સાથે ત્યાં ગયો હતો જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ તપાસ આદેશ આપ્યા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતો અને શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ અશ્વિન મનસુખ મકવાણા (ઉ.વ.38) ઈન્વેમાં ફરજ બજાવતો હતો. બનાવની આગલી રાતે તેની નોકરી હતી. અશ્વિનની નાઈટ ડ્યૂટી હતી અને તેને સેકન્ડ મોબાઈલની ફરજ પર મુકાયો હતો. લોધિકામાં એક એ.ડી. હોવાથી તે રાત્રે ડ્રાઈવર સાથે ત્યાં ગયો હતો.
સરકારી બોલેરોમાં નશાની હાલતમાં ભાન ભૂલ્યો ડ્રાઈવરની નોકરી પૂરી થવાની હતી ત્યાં અશ્વિને ડ્રાઈવર પાસેથી જીપની ચાવી માગી હતી અને સવારે 8 વાગ્યે નોકરી પુરી થયા બાદ શાપર-વેરાવળ પોલીસની મોબાઈલ-2 (બોલેરો) પીએસઓ પાસે જમા કરાવવાને બદલે તેમાં બેસી પોલીસ મથકેથી રવાના થઈ ગયો હતો. અને સવારે 11 વાગ્યાની આસપાસ ઢોલરા રોડ પર તે સરકારી બોલેરોમાં નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો.
ઝગડો કરી માર મારવાનો પ્રયાસ કર્યો પોલીસનો બોલેરોમાં જ પોતાની કૌટુંબિક સાળી સાથે નશામા ધુત કઢંગી હાલતમાં રંગરેલીયા મનાવી રહ્યો હતો ત્યારે જાણ થતા આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા સ્થાનિક લોકોએ રંગરેલીયા કરતા હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી લેતા તે લાજવાના બદલે ગાજવા લાગ્યો હતો અને પટ્ટો ઉતારીને લોકોમે મારવા દોડ્યો હતો. પીધેલી હાલતમાં હોવા છતા હેડ કોન્સ્ટેબલ અશ્વિન મનસુખ મકવાણાએ ગ્રામજનો સાથે ઝગડો કરી માર મારવાનો પ્રયાસ કર્યો હતો.
વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો ગામલોકોએ અશ્વિન મકવાણાની કામલીલા પોતાના મોબાઇલમાં કેદ કરી હતી. અને તેને મેથીપાક ચખાડયો હતો. એટલુ જ નહી કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં આ ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. આ ઘટનાની જાણ થતા શાપર-વેરાવળ પોલીસ ઢોલરા રોડ ઉપર સ્થળ પર પહોંચી હતી અને નશામા ધુત જમાદાર મકવાણાને પોલીસ મથકે લઈ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો અને વાત જિલ્લા પોલીસ વડા સુધી પહોંચી હતી.
તેના કોઇ સગા સ્થળ પર આવ્યા ન હતા જમાદારની આવી હરકતથી પોલીસ અધિકરીઓ પણ ચોંકી ઉઠયા હતા. કડક કાર્યવાહી કરવાના આદેશો છુટતા શાપર પોલીસે જમાદાર અશ્વિન સામે સરકારી ગાડીનો દુરઉપયોગ કરવાની અને જાહેરમાં બિભત્સ ચેનચાળા કરવા ઉપરાંત પ્રોહિબિશનની કલમો હેઠળ બે અલગ-અલગ ગુના નોંધી તેની ધરપકડ કરી હતી. જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા તાત્કાલિક અસરથી અશ્વિન મકવાણાને સસ્પેન્ડ પણ કરી દીધો હતો.
અશ્વિનની હરકતોની જાણ તેની પત્નીને અને તેની સાથે પકડાયેલી યુવતીના પરિવારજનોને પણ જાણ કરાઈ હતી જોકે તેના કોઇ સગા સ્થળ પર આવ્યા ન હતા. અશ્વિનની પત્ની અને તેના પરિવારને પણ બોલાવ્યો હતો. પત્ની અને પરિવારે અશ્વિન સાથે સંબંધ તોડી નાખ્યો હતો.