શોકિંગ બનાવ, યુવતીએ જીભ કાપી માતાજીના ચરણોમાં ધરી દીધી, લોકોના ટોળે ટોળા ઉમટી પડયા

એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક 21 વર્ષની યુવતીએ માતાજીની ભક્તિ અને અતૂટ આસ્થાને કારણે પોતાની જીભ કાપીને મંદિરમાં માતાજીના ચરણોમાં ચઢાવી દીધી અને યુવતી ચૂંદડી ઓઢીને માતાજીના ચરણોમાં જ સૂઈ ગઈ. આ ઘટના મંદિરમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. પછી યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે. હાલ તો તે ખતરાથી બહાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા થઈ રહી છે.

આ ઘટના સીધી જિલ્લાના બડાગાંવ ગ્રામ પંચાયતની છે. જ્યાં અંધ ભક્તિમાં 21 વર્ષની એક યુવતીએ મંદિરમાં જીભ કાપીને માતાજીના ચરણોમાં અર્પિત કરી દીધી. હજુ સુધી તે વાતનો ખ્યાલ નથી આવ્યો કે યુવતીએ આવું કેમ કર્યું? ગ્રામીણોનું કહેવું છે કે યુવતી દરરોજ દેવીના આ મંદિરમાં પૂજા-અર્ચના કરવા આવતી હતી, ત્યારે બની શકે છે કે દેવીને ખુશ કરવા માટે તેને આવું પગલું ભર્યું હશે. પોતાની જીભ માતાજીના ચરણોમાં અર્પિત કરીને યુવતી ચૂંદડી ઓઢીને માતાજીના ચરણોમાં જ સૂઈ ગઈ. આ ઘટના પછી મંદિરમાં મહિલાઓ ભેગી થઈ ગઈ અને જસ ગીત ગાવાનું શરૂ કરી દીધું.

ગ્રામીણોએ જણાવ્યું કે બઘૌડી નિવાસી રાજકુમારી નામની યુવતી પોતાની મા સાથે બડાગાંવના પ્રસિદ્ધ હનુમાન મંદિરની બાજુમાં આવેલા માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરવા આવી હતી. આ દરમિયાન તેને પોતાની જીભ કાપીને બારીની બહારથી માતાજીના ચરણોમાં ફેંકી દીધી. જે બાદ યુવતીની માએ આજુબાજુના લોકોને જણાવ્યું અને તેમને પોલીસને જાણ કરી. ઘટના પછી ત્યાં ગ્રામીણોની ભારે ભીડ થઈ ગઈ હતી.

ડોકટરે કર્યું યુવતીનું ચેકઅપ
જાણકારી મળતાં જ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના ડોકટર સ્વતંત્ર પટેદ દેવી મંદિરની પાસે પહોંચ્યા. ડોકટરે યુવતીના સ્વાસ્થ્યનું પરીક્ષણ કર્યું. તેમને જણાવ્યું કે કોઈ પણ પ્રકારના ખતરાની વાત નથી. યુવતી થોડાં દિવસમાં સ્વસ્થ થઈ જશે.

ગ્રામવાસીઓ આ વાતને આસ્થા સાથે જોડી રહ્યાં છે
ગ્રામીણોના મત મુજબ આ આસ્થા સાથે જોડાયેલો વિષય છે. ગ્રામીણોએ જણાવ્યું કે યુવતી માતાજીના દરબારમાં પૂજા-અર્ચના કરવા આવતી હતી. ગુરુવારે તેને પૂજા-અર્ચના કર્યા તે દરમિયાન જ તેને પોતાની જીભ કાપીને માતાજીના ચરણોમાં અર્પિત કરી દીધી. આ તેની માતાજી પ્રત્યેની આસ્થા જ છે.

યુવતીના પિતાએ કહ્યું- હું બહાર ગયો હતો
ગ્રામ પંચાયતના પ્રતિનિધિ સોનીલાલ કોલે જણાવ્યું કે આ યુવતીની આસ્થા અને અને જેને કારણે જ તેને પોતાની જીભ કાપીને બારીમાંથી માતાજીના ચરણોમાં ધરી દીધી. અમને જેવી જ આ વાતની જાણ થઈ અમે મંદિર પરિસરમાં પહોંચ્યા અને યુવતીની તબિયત કેવી છે તે જાણ્યું.

યુવતીના પિતા લાલમણી પટેલે કહ્યું કે હું મારા ગામ બઘૌડીથી બહાર પિપરહા ગયો હતો. જેવી જ જીભ કાપવાની આ ઘટના ઘટી ગામના લોકોએ મને ફોન કરીને જાણકારી આપી. હું હાલ અહીં જ છું અને સતત નજર રાખી રહ્યો છું.જોવાનજોધ દીકરીએ જીભ કાપીને માતાજીના ચરણોમાં અર્પિત કરી દીધી, પછી પોતે ચુંદડી ઓઢીને સૂઈ ગઈ, કારણ જાણી સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા

error: Content is protected !!