પિતાએ પુત્રીનાં લગ્નનાં કાર્ડ પર કંઈક એવુ લખાવ્યુ જેને વાંચીને બધા ચોંકી ગયા

કન્નૌજ : સામાન્ય રીતે લગ્નનું કાર્ડ બહુજ ખાનગી હોય છે અને તેમાં લોકો દુલ્હા-દુલ્હનનાં પરિચયની સાથે વ્યક્તિગત જાણકારીઓ પણ શેર કરે છે પરંતુ હાલમાં જ ઉત્તરપ્રદેશમાં એક એવું લગ્નનું કાર્ડ છપાવ્યુ છે, જેમાં કંઈક એવું લખ્યુ છે જે આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે. વાસ્તવમાં આ કાર્ડમાં લગ્ન સંબંધિત જાણકારીઓની સાથે એક સામાજીક સંદેશ લખવામાં આવ્યો છે. એવામાં હવે આ કાર્ડ ચર્ચામાં છવાયેલું છે. ચાલો જાણીએ આખરે આ કાર્ડમાં શું લખ્યુ છે.

આમ તો આજકાલ લગ્નોમાં કંઈક અલગ કરવાનું ચલણ છે. લોકો ડેસ્ટિનેશન વેડિંગથી લઈને, લગ્નનો ડ્રેસ અને લગ્ન કરવાની રીતને લઈને બહુજ પ્રયોગ કરી રહ્યા છે પરંતુ યુપીમાં લગ્નના કાર્ડને લઈને કંઈક એવું કરવામાં આવ્યુ છે જે સમાજ માટે એક ઉદાહરણ બની ગયુ છે.

વાસ્તવમાં, યુપીના કન્નૌજ જિલ્લામાં એક પિતાએ પુત્રીના લગ્ન કાર્ડ પર લગ્ન વિશેની જરૂરી માહિતી શેર કરવાની સાથે એક સામાજિક સંદેશ લખ્યો છે ‘દારૂ પીવાની સખત મનાઈ છે.’ આવી સ્થિતિમાં, તેના આ પગલાની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. પિતાની ફરજ સાથે, આ ખેડૂતે જે સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કર્યો છે, તેના માટે દરેક તેના વખાણ કરી રહ્યા છે.

કન્નૌજના તાલગ્રામના અવધેશ ચંદ્રનું કહેવું છે કે તેમણે આ તેમની પુત્રીના લગ્નમાં કાર્ડ પર લખાવ્યુ છે કારણ કે ઘણીવાર નશામાં લોકો તેમની મર્યાદા ભૂલીને લગ્નના કાર્યક્રમમાં હાલાકી પેદા કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં લગ્નનો કાર્યક્રમ બગડી જાય છે. આવી સ્થિતિમાં અવધેશ ચંદ્રએ દીકરીના લગ્નમાં આમંત્રણ પત્ર સાથે દારૂ ન પીવાની સૂચના આપી છે.

આવી સ્થિતિમાં, દરેક લોકો અવધેશચંદ્રના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે અને એવું માનવામાં આવે છે કે જો અન્ય લોકો પણ આવું કરે છે, તો નશાને કાબૂમાં કરી શકાય છે. જ્યારે લોકો જાતે લગ્નમાં દારૂ અને અન્ય નશીલા પદાર્થોની વ્યવસ્થા કરે છે . મોટાભાગના લગ્ન સમારોહમાં, કોકટેલ પાર્ટીઓ અને અલગ નશીલા પદાર્થોની ગોઠવણ કરવામાં આવે છે. આ કિસ્સામાં, તેઓ દારૂના સેવનને પ્રોત્સાહન આપે છે. તો, અવધેશ ચંદ્રએ લગ્નના કાર્ડ પર આ માટે ચેતવણી લખીને એક અલગ ઉદાહરણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

error: Content is protected !!