પિતા મજૂરી કરતા હતા, દીકરાએ કેળાના નકામા સ્ટેમથી શરૂ કર્યો બિઝનેસ, વર્ષે 9 લાખ રૂપિયા ટર્નઓવર, 450 મહિલાઓને રોજગારી પણ મળી

ઉત્તરપ્રદેશ; ઉત્તરપ્રદેશના કુશીનગરના રહેવાસી રવિ પ્રસાદનું બાળપણ તંગીમાં પસાર થયું. માર્ગ અકસ્માતમાં પિતાનું મોત થયું. રવિનો અભ્યાસ અધવચ્ચે જ બંધ થયો અને તેમના ખભા પર પરિવારની જવાબદારી આવી ગઈ. તેમણે મજૂરી કરી, પ્રાઈવેટ કંપનીમાં કામ કર્યુ. પછી તેમને એક આઈડિયા મળ્યો. જેનાથી તેમની લાઈફ બદલાઈ ગઈ. આજે તેઓ બનાના વેસ્ટમાંથી હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટ્સ તૈયાર કરી રહ્યા છે. ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં માર્કેટિંગ કરી રહ્યા છે. 450થી વધુ મહિલાઓને તેમણે રોજગારી સાથે જોડી છે. અત્યારે તેઓ દર વર્ષે 8થી 9 લાખ રૂપિયાનો બિઝનેસ કરી રહ્યા છે.

36 વર્ષના રવિ કહે છે કે પિતાજી મજૂરી કરતા હતા. હું તેમના કામમાં મદદની સાથે અભ્યાસ પણ કરતો હતો. માસ્ટર્સમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ એક અકસ્માતમાં પિતાનું મોત થઈ ગયું. તેના પછી મેં અભ્યાસ છોડી દીધો અને ધંધાની શોધમાં લાગી ગયો. અનેક વર્ષો સુધી આમતેમ કામ કરતો રહ્યો અને ઘરપરિવારનો ખર્ચ ચલાવતો રહ્યો.

રવિ કહે છે કે વર્ષ 2016માં પોતાના મિત્રો સાથે કામ માટે દિલ્હી ગયો. એ દરમિયાન એક દિવસ પ્રગતિ મેદાનમાં જવાનો મોકો મળ્યો. ત્યાં સાઉથના કેટલાક કારીગરો આવ્યા હતા. એ લોકોએ બનાના વેસ્ટમાંથી બનેલી હેન્ડીક્રાફ્ટ આઈટેમ્સનો સ્ટોલ લગાવ્યો હતો. તેમની સાથે વાતચીત પછી મને લાગ્યું કે આ કામ કરી શકાય એવું છે. અમારે ત્યાં કેળાની ખેતી ખૂબ થાય છે અને લોકો બનાના વેસ્ટ એમ જ ફેંકી દે છે.

કોઈમ્બતુરમાં ટ્રેનિંગ લીધી, પછી ગામમાં જઈને બિઝનેસની કરી શરૂઆત
રવિને બનાના ફાઈબર વેસ્ટનો આઈડિયા સારો લાગ્યો. તેમણે મેળામાં જ એક કારીગર સાથે દોસ્તી કરી અને કામ શીખવવાનો આગ્રહ કર્યો. તેના પછી તેઓ દિલ્હીથી જ કોઈમ્બતુર ચાલ્યા ગયા. ત્યાં લગભગ એક મહિનો તેઓ એ કારીગરના ગામમાં જ રોકાયા. ત્યાંના ખેડૂતોને મળ્યા, તેમના કામને જાણ્યું. બનાના ફાઈબર વેસ્ટથી હેન્ડીક્રાફ્ટ આઈટેમ્સ બનાવવાની ટ્રેનિંગ લીધી. જ્યારે તેઓ કામ શીખી ગયા તો ફરીથી પોતાના ગામમાં પરત આવ્યા.

રવિ કહે છે કે મને કામની જાણકારી તો મળી ગઈ હતી, પરંતુ પ્રોસેસિંગ મશીન ખરીદવા માટે પૈસા નહોતા. મેં કોશિશ ચાલુ રાખી. લોન માટે પણ અનેક જગ્યાએ કોશિશ કરી. આ દરમિયાન મને એક પરિચિત દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિશે ખબર પડી. ત્યાં જઈને મેં જનરલ મેનેજર સાથે મુલાકાત કરી. તેમને મારા કામ અને ટ્રેનિંગ વિશે જાણકારી આપી. તેઓ મારા આઈડિયાથી ખૂબ પ્રભાવિત થયા અને લોન માટે પ્રપોઝલ બનાવવામાં મદદ કરી.

5 લાખ રૂપિયાની બેંકમાંથી લોન લીધી
વર્ષ 2018માં રવિને બેંકમાંથી 5 લાખ રૂપિયાની લોન મળી ગઈ. તેનાથી તેમણે પ્રોસેસિંગ મશીન ખરીદ્યું, કેટલીક મહિલાઓને કામ પર રાખી અને પોતાના કામની શરૂઆત કરી. તેઓ ધીમે ધીમે એક પછી એક નવી નવી પ્રોડક્ટ તૈયાર કરવા લાગ્યા અને લોકલ માર્કેટમાં તેને સપ્લાઈ કરવા લાગ્યા. તેના પછી યુપી સરકાર પાસેથી પણ સપોર્ટ મળ્યો. રાજ્ય સરકારની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ માટે મારી પસંદગી થઈ. તેના દ્વારા અનેક મહિલાઓ સાથે જોડાઈ. માર્કેટિંગ માટે મને પ્લેટફોર્મ મળ્યું.

તેના પછી રવિ દિલ્હી, લખનઉ સહિત અનેક શહેરોમાં લગાવાતા મેળામાં જવા લાગ્યા. સ્ટોલ લગાવીને પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા લાગ્યા. કેટલાક મીડિયા કવરેજમાં તેમને સ્થાન મળ્યું તો લોકો ઓનલાઈન પણ તેમની પાસેથી પ્રોડક્ટ ખરીદવા લાગ્યા. તેઓ અત્યારે સોશિયલ મીડિયાની સાથે સાથે એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છે. દેશભરમાંથી તેમને ઓર્ડર મળી રહ્યા છે.

કઈ રીતે તૈયાર કરે છે પ્રોડક્ટ?
રવિએ કુશીનગરમાં ફાઈબર વેસ્ટનું પ્રોસેસિંગ યુનિટ લગાવ્યું છે. જેનાથી લગભગ 450થી વધુ મહિલાઓ જોડાયેલી છે. જેઓ બનાના ફાઈબરથી જાતજાતની પ્રોડક્ટ તૈયાર કરે છે. તેનાથી તેમને પણ સારી કમાણી થઈ જાય છે. બનાના વેસ્ટથી પ્રોડક્ટ તૈયાર કરવા માટે સૌપ્રથમ ખેતરમાંથી કેળાના સ્ટેમને કાપીને તેને ટ્રેક્ટરમાં લોડ કરીને તેઓ પોતાના યુનિટમાં લાવે છે. ત્યાં મશીનની મદદથી કેળાના સ્ટેમને બે ભાગમાં કાપી લેવાય છે. તેના પછી મહિલાઓ તેને અલગ-અલગ શીટ્સના સ્વરૂપમાં કાપે છે.

error: Content is protected !!