એકના એક વ્હાલસોયા દીકરા પર કુહાડી લઈને ફરી વળ્યો પિતા, કારણ જાણી સૌ કોઈ ફફડી ઉઠ્યા, જુઓ ધ્રુજાવી દેતી તસવીરો

એક સનસનીખેજ અને હચમચાવી દેતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં સંબંધોની ગરિમા લજવાઈ છે. વાત એમ છેકે ખેરગામ તાલુકાના નારણપોર ગામે પિતા હેવાન બન્યો હોય એવી ઘટના સામે આવી છે. પિતા ભગુ પટેલે આજે વહેલી સવારે 20 વર્ષીય પુત્ર ગણેશ પર ઊંઘમાં જ ઘાતકી હુમલો કર્યો હતો. કુહાડીના ઘા માથાના ભાગે વાગતાં ઊંઘમાં જ રામ રમી ગયા હતા. એ મામલે ખેરગામ પોલીસને જાણ થતાં દોડતી થઇ હતી.

હત્યાનું પ્રાથમિક તારણ
હત્યા અંગે પ્રાથમિક તારણની વાત કરવામાં આવે તો પુત્ર ગણેશ બેરોજગાર હતો અને અવારનવાર પિતા પાસે પૈસાની માગણી કરતો હતો. પિતા ભગુ પટેલ લાકડા તોડવાની મજૂરી કરતા હતા. ત્યારે સંભવિત રીતે પિતા ભગુ પટેલ પુત્રની પૈસા માગવાની હરકતથી કંટાળ્યા હતા. જ્યારે ગતરાત્રે પિતા ભગુ પટેલ દારૂના નશામાં ડોલમાં પેશાબ કરતા હતા ત્યારે પુત્રએ લાફો માર્યો હતો.

જેથી પિતાએ તેનું કાસળ કાઢી નાખવાનો રાત્રે જ પ્લાન બનાવીને આજે પરોઢે પરિવારના એકના એક પુત્ર પર ઊંઘમાં જ કુહાડીના પ્રહાર કરીને તેનું મોત નિપજાવ્યું હતું. પોલીસે હત્યાના ગણતરીના કલાકોમાં હત્યારા પિતાની ધરપકડ કરી લીધી હતી.આ સમગ્ર ઘટનામાં પિતા ભગુને પસ્તાવો કે દુઃખની કોઈ લાગણી થઈ નથી.

સંબંધોની ગરિમા લજવાઈ
હાલમાં કળિયુગમાં પિતા-પુત્ર સહિત પરિવારના સંબંધોની ગરિમા લજવાઈ છે. એને કારણે આવા પ્રકારના બનાવો વધી રહ્યા છે. સમગ્ર ઘટનાક્રમ બનતાં જિલ્લામાં અરેરાટી વ્યાપી છે. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને પુત્રની લાશને પીએમ માટે સિવિલ ખસેડી છે.ગુજરાતનો શોકિગ બનાવ, પિતાએ એકના એક પુત્રને કુહાડીના ઘા મારી પતાવી દીધો, માથાના બે ફાડા કરી નાખ્યા

error: Content is protected !!