પિતાએ નાગને માર્યો, તો નાગિને તેના 12 વર્ષના દીકરાને માર્યો ડંખ, દીકરાનું ઉડી ગયું પ્રાણ પંખેરું

સામાન્ય રીતે તમે ફિલ્મ જોયું હશે અથવા ક્યાંક વાંચ્યું હશે કે નાગનો બદલો નાગીન લે છે. પણ રિયલમાં આવો બનાવ સામે આવ્યો છે. એક વ્યક્તિએ નાગને કચડીને મારી નાખ્યો હતો. જેના ફક્ત 15 કલાકમાં નાગિને આ યુવકના 12 વર્ષના દીકરાને ડંખ માર્યો હતો. જેનાથી માસૂમ બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ હચમચાવી દેતા બનાવથી લોકો પણ ફફડી ઉઠ્યા છે.

આ મામલો મધ્યપ્રદેશના બુદની તાલુકાના જોશીપુર ગામનો છે. વ્યવસાયે મજૂર કિશોરી લાલના ઘરે નવરાત્રિના જ્વારા મૂકવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે સવારે 9 વાગ્યે ઘરની પાસે એક નાગ જોવા મળ્યો, જેને કિશોરી લાલે મારીને જંગલમાં ફેંકી દીધો. રાત્રે 2 વાગ્યે નાગણીએ ઘરમાં સુઈ રહેલા તેના પુત્ર રોહિતને દંશ મારી દીધો.

રોહિતે બૂમો પાડતા પરિવારના લોકો જાગી ગયા. પરિવારના લોકોએ પહેલા તેની સારવાર કરાવવાને બદલે તાંત્રિક વિધિનો સહારો લીધો. જે બાદ પણ સ્થિતિ ન સુધરી તો બાળકને નર્મદાપુરમ (હોશંગાબાદ)ની હોસ્પિટલમાં લઈ જવાયો.

જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોકટરે તેને ભોપાલ રેફર કરી દીધો, પરંતુ પરિવારના લોકો રોહિતને ફરી પોતાના ગામ લાવ્યા. તેમને ગામમાં ફરી તાંત્રિક વિધિનો સહારો લીધો. સવારે લગભગ 5 વાગ્યે રોહિતનું મોત થઈ ગયું.

ગ્રામવાસીઓએ નાગણીને પણ મારી નાખી
ગ્રામવાસીઓએ રાત્રે નાગણીને શોધીને તેને મારી નાખી. બાળકના PM રિપોર્ટમાં મોતનું કારણ સ્નેક બાઈટ જણાવવામાં આવ્યું છે. તેનું આખું શરીર અને નખ નીલા રંગના થઈ ગયા હતાપિતાએ નાગને પછાડી પછાડીને મારી નાખ્યો, 15 કલાકમાં નાગિને લીધો બદલો, 12 વર્ષના દીકરાને ડંખ મારતા મોત, લોકો ફફડી ગયા, હચમચાવી દેતો બનાવ

error: Content is protected !!