સસરાએ પોતાની પુત્રવધુ પર બગાડી નજર, પગ દબાવવાના બહાને રૂમમાં બોલાવી અને પછી…

સસરાએ પોતાની પુત્રવધુ પર બગાડી નજર, પગ દબાવવાના બહાને રૂમમાં બોલાવી અને પછી…

ઘરની પુત્રવધુ લક્ષ્મી સમાન હોય છે. તે જ્યારે પોતાનું પિયર છોડી સાસરિયે આવે છે તો આ પતિ અને તેનું સાસરિયાની જવાબદારી બને છે કે તે પોતાની નવી નવેલી પુત્રવધુનું સારી રીતે ધ્યાન રાખે. પુત્રવધુ માટે નવું ઘર, નવા લોકો, નવી જગ્યામાં એડજસ્ટ થવું એટલું સરળ હોતું નથી. એવામાં તે પોતાના સાસરિયા પક્ષ તરફથી સપોર્ટની આશા રાખે છે. જો કે દરેક સાસરિયાવાળા પોતાની પુત્રવધુને લક્ષ્મી સમજતા નથી. કેટલાક સાસરિયાવાળા પુત્રવધુ પર હદ કરતાં વધુ અત્યાચાર ગુજારે છે.(demo pic)

આ વાતનું ઉદાહરણ પુરુ પાડે છે પંજાબના જલંધર શહેરમાં બનેલી આ ઘટના. અહીં એક સસરાએ પોતાની દીકરી સમાન પુત્રવધુને પગ દબાવવાના બહાને રૂમમાં બોલાવી. પરંતુ પગ દબાવવાની આડમાં તે પુત્રવધુની છેડતી કરવા લાગ્યો. હદ તો ત્યારે થઇ જ્યારે તેણે પુત્રવધુના કપડાં પણ ફાડી નાખ્યા. પછી જે થયું તેની આશા કોઇએ રાખી ન હતી. પુત્રવધુ અને સસરાના સંબંધ પિતા-દીકરી જેવા હોય છે. પરંતુ આ કળીયુગી સસરાએ તો પોતાની દીકરી સમાન પુત્રવધુને જ હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો. આવો જાણીએ સમગ્ર મામલો શું હતો..(demo pic)

પીડિત મહિલાના લગ્ન માત્ર 9 મહિના પહેલા જ થયા હતા. પરંતુ પીડિતાના જણાવ્યા પ્રમાણે જ્યારથી તે લગ્ન કરી સાસરિયામાં આવી છે ત્યારથી તેની સાથે અહીં મારપીટ થઇ રહી છે. સાસરિયાવાળા તને દહેજ માટે અનેક વખત ટોર્ચર કરી ચૂક્યા છે. પતિ, સાસુ અને સસરા બધાએ હાથ ઉપાડ્યો હતો. ઘણીવાત નવવિવાહિતા સાસરિયું છોડી પિયર પણ જતી રહી પરંતુ પંચાયતના સમાધાન બાદ પરત ફરવું પડ્યું..(demo pic)

જો કે તેની સાથે દહેજને લઇને અત્યાચાર બંધ જ ન થયો. પછી હદ તો ત્યારે થઇ જ્યારે સસરાએ પુત્રવધુને રાતે 11 વાગ્યે પોતાના રૂમમાં પગ દબાવવા માટે બોલાવી. જ્યારે પુત્રવધુ પગ દબાવવા સસરાના રૂમમાં ગઇ તો તેની સાથે છેડછાડ કરવા લાગ્યો. પુત્રવધુએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો તો સસરાએ તેના કપડા ફાડી નાખ્યા. ત્યારબાદ પુત્રવધુ ત્યાંથી ગમેતેમ કરી ભાગી ગઇ. બાદમાં પુત્રવધુએ તમામ હકિકત પોતાના પિયરના લોકોને કહી. ત્યારબાદ એ લોકો પોતાની દીકરીને લઇને પોલીસ સ્ટેસન આવ્યા અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી..(demo pic)

પુત્રવધુએ જણાવ્યું કે તેનો પતિ ઘટનાની રાતના એક દિવસ પહેલા જાણીજોઇને બહાર જતો રહ્યો હતો. પુત્રવધુએ માગ કરી કે સસરાની સાથો સાથ તેના પતિ ને સાસુ વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવે. તે સાસરિયાના તમામ લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી રહી છે. આ સમગ્ર મામલે હાલ પોલીસે કેદ ખાલ કર્યો છે અને તે મામલાની તપાસ કરી રહી છે. તપાસ બાદ જ હકિકત સામે આવી શકશે.

જો પુત્રવધુ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો સાચા સાબિત થશે તો કળિયુગી સસરાને આજીવન યાદ રહે તેવી સજા મળવી જોઇએ. એક મહિલા સાથે આ પ્રકારનું યૌન શોષણ થવું ખોટી વાત છે. જ્યાં સુધી આવા આરોપીઓને કડક સજા નહીં મળે ત્યાં સુધી આગળ પણ આ પ્રકારના મામલા સામે આવતા રહેશે. તો દહેજ લોભીઓને પણ એવી સજા મળવી જોઇએ જેનાથી અન્ય લોકો પણ દહેજ લેતા પહેલા સો વખત વિચાર કરે.