પિતાએ બાળકનું એવું હટકે નામ રાખ્યું કે લોકો ચકિત થઈ ગયા, લોકોને નામ બોલવામાં પણ મુશ્કેલી

ઈન્ડોનેશિયા:કોઈપણ વ્યક્તિનું નામ તેની ઓળખ છે. જન્મ સમયે જ નામ રાખવામાં આવે છે. દરેક માતા-પિતા પોતાના બાળકનું નામ એકદમ યુનિક રાખવા માગતા હોય છે, જેને કારણે તે અન્ય લોકોથી અલગ તરી આવે. પણ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઈ પિતાએ પોતાના બાળકનું નામ ABCDEF GHIJK Zuzu રાખ્યું હોય. પહેલીવાર વાંચતા તમને આ વાત મજાક સમાન લાગશે અને કહેશો કે, આ તો ઈંગ્લિશ આલ્ફાબેટ છે. પણ આ જ હકીકત છે. ઈન્ડોનેશિયામાં એક પિતાએ પોતાના પુત્રનું નામ આ રાખ્યું છે. અને આ અજીબોગરીબ નામ સામે આવવાની ઘટના પણ રસપ્રદ છે.

મીડિયા રિપોર્ટના અનુસાર, થોડા દિવસ પહેલા સુમાત્રાન એક ક્લિનિકમાં એક બાળક કોરોના વેક્સિન લેવા ગયો હતો. 12 વર્ષના આ બાળકનું ઓળખ પત્ર જોઈને સ્વાસ્થ્ય અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાળકનું નામ જોઈને તેમને લાગ્યું કદાચ બાળક મજાક કરી રહ્યો છે. ઓળખ પત્ર પર બાળકનું નામ ABCD EFGH IJK Zuzu લખ્યું હતું. તેમને બાળકના પેરેન્ટ્સને તરત બોલાવ્યા. જ્યારે તેમને ખબર પડી કે બાળકનું નામ ખરેખર ABCD EFGH IJK છે તો તેઓ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બાળકના પિતા ઝુલ્ફાહમી ઝૂઝૂએ જણાવ્યું કે, તેમને જ પોતાના બાળકનું આ નામ રાખ્યું છે. તેઓ હંમેશાંથી ઈચ્છતા હતા કે તેમનો બાળકો મોટો થઈને લેખક બને. તેના કારણે તેમને બાળકનું આવું નામ રાખ્યું. જો કે, ઘરના લોકો બાળકને લાડથી એડેફ બોલાવે છે.

કોરોના વેક્સિન લેતાં સમયે 12 વર્ષના બાળકે પોતાનું નામ ABCDEF GHIJK Zuzu લખ્યું હતું. જો કે, વેક્સિન આપનાર લોકોને પહેલાં તો લાગ્યું કે, છોકરો મજાક કરતો હશે અને તેઓએ આ બાળકના પિતા સાથે નામ અંગે પુષ્ટિ કરી હતી. પિતાએ પણ બાળકનું નામ આ જ હોવાનું જણાવતાં વેક્સિન આપનાર લોકો ચકિત રહી ગયા હતા. કેમ કે, આવું અજીબોગરીબ નામ અત્યાર સુધી તેઓએ સાંભળ્યું ન હતું. બાળક જે ટીશર્ટ પહેરીને આવ્યો હતો, એ ટીર્શટ ઉપર પણ તેનું નામ ABCDEF GHIJK Zuzu લખવામાં આવ્યું હતું. જે બાદ તેની ટીશર્ટ અને કોરોના વેક્સિન માટેનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો.

ઈન્ડોનેશિયા ન્યૂઝ સાઈટ ડેટિકના અનુસાર, બાળકના જન્મથી 6 વર્ષ પહેલા જ તેના પિતાએ તેનું નામ વિચારી રાખ્યું હતું. હકીકતમાં ઝુલ્ફાહી જાતે જ લેખક બનવા માગતા હતા. જ્યારે તેમનું સપનું પૂરું ન થઈ શક્યું તો તેમને પોતાના બાળક દ્વારા તેને પૂરું કરવાનું વિચાર્યું. એટલા માટે તેમને બાળકનું નામ ABCD EFGH IJK રાખી દીધું. પિતા પોતાના બે બાળકોના નામ પણ NOPQ RSTUV અને XYZ રાખવા માગતા હતા. પરંતુ કોઈ કારણોસર તેમનું નામ અમ્માર અને અત્તૂર રાખવામાં આવ્યું.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ       ઈન્ડોનેશિયામાં રહેતો આ બાળક પોતાના નામના કારણે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયો છે. જો કે, ABCD EFGH IJK નામવાળા બાળકની જાણકારી લોકોને ત્યારે મળી જ્યારે સ્થાનિક પોલીસે વેક્સિનેશન માટે એક અભિયાન શરૂ કર્યું અને તેમાં આ બાળક સામેલ થયો.

error: Content is protected !!