રાતો-રાત ચમકી ગઈ કંપનીનાં કર્મચારીઓની કિસ્મત, 500 લોકો બની ગયા કરોડપતિ, જાણો કેવી રીતે?

ચેન્નાઈ : દરેક કંપની માત્ર પોતાનો નફો મેળવવા વિશે વિચારે છે. તે પોતે કરોડોની બનીને પોતાના સપના પૂરા કરવા માંગે છે. પરંતુ આજે અમે તમને એવી કંપની સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે તેના કર્મચારીઓના સપના પૂરા કરવામાં માને છે. આ જ કારણ છે કે તેણે એક જ ઝટકામાં પોતાના 500 કર્મચારીઓને કરોડપતિ બનાવી દીધા. આ કંપની કર્મચારીઓમાં સેલેરી નહી, પરંતુ કંપનીનો હિસ્સો વહેંચે છે.

વાસ્તવમાં અમે IT કંપની Freshworks Incની વાત કરી રહ્યા છીએ. તેના સ્થાપક અને સીઈઓ ગિરીશ માતૃભૂતમ છે. ગિરીશનું કહેવું છે કે મેં આ કંપની મારા માટે BMW ખરીદવા માટે શરૂ કરી નથી, પરંતુ હું ઇચ્છું છું કે દરેક કર્મચારી BMWનો માલિક બને.

ગયા બુધવારે, બિઝનેસ સોફ્ટવેર ફર્મ ફ્રેશવર્કસ ઇન્કે. અમેરિકન એક્સચેન્જ નાસ્ડેક પર શાનદાર એન્ટ્રી કરી હતી. એવું થતાં જ કંપનીના 500 ભારતીય કર્મચારીઓ કરોડપતિ બની ગયા. આમાંથી 69ની ઉંમર 30 વર્ષથી ઓછી છે. તે ભારતની પ્રથમ સોફ્ટવેર એજ સર્વિસ (SaaS) અને યુનિકોર્ન કંપની છે જેણે નાસ્ડેકનાં લીસ્ટમાં સ્થાન મેળવ્યું છે. કંપનીનો શેર તેના ઇશ્યૂ ભાવથી 21 ટકાના પ્રીમિયમ પર નાસ્ડેક ઇન્ડેક્સમાં પ્રવેશ્યો. આ કારણે, કંપનીનું માર્કેટ કેપ 12 અબજ ડોલરને પાર કરી ગયું છે.

ફ્રેશવર્કસના બે તૃતીયાંશ કર્મચારીઓ તેના શેરધારકો જ છે. કંપનીના સહ-સ્થાપક અને સીઇઓ માતૃભૂતમ કહે છે કે કંપની બનાવવા માટે કર્મચારીઓએ દિવસ-રાત પરસેવો પાડ્યો છે, તેથી તેમને પુરસ્કાર પણ મળવો જ જોઇએ. ફ્રેશવર્ક્સ 120 થી વધુ દેશોમાં ગ્રાહકો ધરાવતી ગ્લોબલ કંપની છે. આમ, તેની મોટાભાગની આવક અમેરિકાથી આવે છે.

માતૃભુતમે ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બિઝનેસ ફેમિલીમાં નથી. તેના પિતા બેંકમાં કામ કરતા હતા. તેણે એક સોફ્ટવેર કંપનીમાં કામ કર્યું છે. તેથી તેઓ સામાન્ય કર્મચારીના સપનાને સારી રીતે સમજે છે. તેઓ માને છે કે જો તમારે સફળ થવું હોય તો પહેલા સપના જોવાનું શરૂ કરો. તેમણે કંપનીની આ સિદ્ધિ બદલ ફ્રેશવર્કસના તમામ કર્મચારીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે કંપની એકલા મે નહીં પરંતુ આપણે બધાએ સાથે મળીને બનાવી છે.

માતૃભૂતમ તમિલ સુપરસ્ટાર રજનીકાંતનો મોટો ચાહક છે. જ્યારે પણ રજનીકાંતની નવી ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે તે ચેન્નાઈમાં તેના કર્મચારીઓ માટે આખો હોલ બુક કરે છે. તેણે પોતાના IPOને પ્રોજેક્ટ સુપરસ્ટાર તરીકે નામ આપ્યું. 2010માં શરૂ થયેલી, ફ્રેશવર્ક ક્લાઉડ આધારિત ગ્રાહક સેવા સોફ્ટવેર પર કામ કરતી હતી. માતૃભૂતમ અને શાન કૃષ્ણસામી તેના પ્રારંભિક કર્મચારીઓ અને સહ-સ્થાપક હતા.

માતૃભુતમે શાસ્ત્ર યુનિવર્સિટી, તાંજોરથી સ્નાતક પૂર્ણ કર્યું છે. તેઓ ઝોહોમાં કામ કરી ચૂક્યા છે. જ્યારે ફ્રેશવર્કની સ્થાપના કરવામાં આવી ત્યારે વિશ્વની ઘણી કંપનીઓએ આ ક્ષેત્રમાં પહેલેથી જ પોતાના પગ ફેલાવી દીધા હતા. આવી સ્થિતિમાં આ કંપનીની સફળતા પર શંકા કરવામાં આવી રહી હતી. 2011 માં, Accelએ ફ્રેશવર્કસને $ 1 મિલિયનનું પ્રથમ ભંડોળ આપ્યું. કંપનીને તે જ વર્ષે તેનો પ્રથમ ગ્રાહક પણ મળ્યો. ત્યારબાદ કંપનીએ પ્રોડક્ટ રેંજને વધારવા માટે સેલ્સ અને સીઆરએમ પણ તેમાં કરી દીધા. બાદમાં ફ્રેશવર્કને ફ્રેશડેસ્ક તરીકે ફરીથી નામ આપવામાં આવ્યું.

2021માં, કંપનીની વાર્ષિક રિકરિંગ આવકમાં 49 ટકાનો વધારો થયો, જે 30 કરોડ ડોલરનો આંકડો પાર કરી ગયો. કંપની તેના વેચાણ મોડલ પર શાનદાર કામ કરે છે. તેમનું બિઝનેસ મોડલ અપમાર્કેટ વેચાણ અને તેના ઉત્પાદનો પર આધારિત છે. સામાન્ય રીતે બિઝનેસ સોફ્ટવેર ખર્ચાળ અને વાપરવા માટે મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, ફ્રેશવર્કસ ‘રેડી ટુ ગો’ સોફ્ટવેર બનાવે છે. તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. તેને વધુ સરળ બનાવવા માટે, કંપનીએ કસ્ટમર કેર કોલ સપોર્ટ પણ બનાવ્યો છે.

ફ્રેશવર્કસની પેરિસ, નેધરલેન્ડ અને ફ્રાન્સ જેવા ઘણા દેશોમાં ઓફિસ છે. Steadview Capital, Essel, Capital G, Sequoia Capital, Tiger Global Management જેવી કંપનીઓએ FreshWorksમાં મોટું રોકાણ કર્યું છે.

error: Content is protected !!