2 ફૂટની ઊંચાઈ ધરાવતા યુવકની કિસ્મત રાતોરાત બદલાઈ, સો. મીડિયા પર વાઇરલ થયા બાદ લગ્નનાં ઘણાં આવી રહ્યાં છે માગાં

ઉત્તરપ્રદેશ:ઉત્તરપ્રદેશના શામલી જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. શામલીનો એક યુવક મહિલા પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરી કે મારા લગ્ન કરાવી દો. યુવકનું કહેવું છે કે, તેની હાઈટ 2 ફૂટ 3 ઈંચ છે, જેના કારણે અઝિમના લગ્ન નથી થઈ રહ્યા.

પરંતુ હવે 2 ફૂટ 3 ઈંચના અઝિમ મંસૂરી કિસ્મત અચાનક બદલાઈ ગઈ છે. કેમ કે હવે અલગ અલગ જગ્યાએથી લગ્ન માટે માગાં આવી રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે તેને લગ્ન માટે લોકોને વિંનતી કરવી પડતી હતી. એટલે સુધી કે લગ્ન માટે પોલીસ સ્ટેશનમાં જઈને અધિકારીઓની મદદ માગી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ હવે યુવાન માટે ઘણા બધા માગાં આવી રહ્યા છે. જેના કારણે તે હવે ઘણો ખુશ છે.

જો કે અઝિમ મંસુરીને બોલિવૂડ સ્ટાર સલમાન ખાનનો ફોન આવ્યો હતો અને તેણે અઝીમને મુંબઈ બોલાવ્યો હતો. તેના કાકા સાથે અઝીમ મંસુરી ફ્લાઇટમાં સલમાન ખાનને મળવા મુંબઇ ગયો હતો. તેમજ આ પહેલા યુવક ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને લગ્ન કરવા વિનંતી કરી હતી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.

યુવકે મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને મદદ માગી કે મેડમ મારા લગ્ન કરાવી દો, હું ક્યાર સુધી કુવારો રહીશ. યુવકનું કહેવું છે કે, તેની હાઈટ ઓછી હોવાને કારણે તેને છોકરી નથી મળી રહી અને છોકરી મળી પણ જાય તો ઘરના લોકો લગ્ન નથી કરાવતા. ત્યારબાદ હવે યુવકે મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને લગ્ન કરાવવાની માગ કરી.

હાઈટના કારણે યુવતી નથી મળી રહી
રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, શામલી જનપદના કૈરાના કસ્બાના રહેવાસી 26 વર્ષીય યુવક મહોમ્મદ અઝિમની હાઈટ ઓછી છે. અઝિમની પાંચ બહેનો છે, જો કે અઝિમની હાઇટ ન હોવાથી તેના લગ્ન થઇ શક્યા નથી, આ વાતનું દુઃખ તેને સતાવી રહ્યું છે, અને અંતે તે પોતાની આ ઇચ્છા લઇને કૈરાના પોલીસ સ્ટેશન પહોચ્યો હતો.

લગ્નને લઈને ઘણો ચિંતિત છે યુવક
મહિલા પોલીસ સ્ટેશનમાં આજીજી કર્યા બાદ અઝિમે કહ્યું કે, તેના પરિવારના લોકો પણ તેના લગ્ન નથી કરાવી રહ્યા જેના કારણે હવે તેને પોલીસ અને વહીવટી અધિકારીઓની મદદ લઈને લગ્ન કરાવવાની આજીજી કરી છે. અગાઉ પણ અઝિમે ઘણી વખત અધિકારીઓને પત્ર લખીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યા છે.

આ લગ્નોત્સુક યુવાન તેના લગ્ન માટે જિલ્લા અધિકારીથી માંડીને મુખ્ય પ્રધાનને પણ પત્ર લખી ચુક્યો છે, તેમ છતા પણ તેને કોઇ યુવતી નથી મળી રહી તેથી હવે તે ખુબ જ નિરાશ થઇ ગયો છે.

હનીમુન માટેનું સ્થળ પણ નકકી કરી રાખ્યું છે
લગ્નોત્સુક યુવાનના લગ્ન થઈ જશે તો તે પોતાની પત્નીને હનીમુન માટે માત્ર ગોવા જ નહીં પણ કુલ્લુ મનાલી, મસુરી જેવા અન્ય હિલસ્ટેશન લઈ જશે.

error: Content is protected !!