ગર્ભવતીને ખાટલા પર ઊંચકીને 3 KM ચાલ્યો પરિવાર,પણ ગર્ભમાં જ બાળકે તોડી દીધો દમ, માતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી

સરકારી સિસ્ટમના કારણે એક ગર્ભવતી મહિલા મા બનવાથી વંચિત રહી ગઈ. ઘણી આશા સાથે ગર્ભવતી મહિલાએ પોતાની કોખમાં 9 મહિના સુધી તે સુખને પોષ્યું જે તેને પુત્ર કે પુત્રી તરીકે મળવાનું હતું. પરંતુ જ્યારે પ્રસવ પીડા ઉપડી ત્યારે સિસ્ટમે કદી ન ભૂલનારી પીડા મહિલાને આપી. આ મહિલા જ્યાં રહે છે તે ગામમાં રસ્તો નથી. જેના કારણે તેને ખાટલામાં નાખીને પહેલા એમ્બ્યુલન્સ સુધી અને પછી હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ આ દરમિયાન ઘણું મોડું થઈ ગયું હતું જેના કારણે મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો.

આ મહિલા મંડલાના બેહરા ટોલા ગામની રહેવાસી છે. ગુરુવારે સુનિયા મરકામ નામની આ મહિલાને પ્રસવ પીડા ઉપડી જે બાદ પરિવારે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો. એમ્બ્યુલન્સ સમયસર તો પહોંચી પરંતુ રસ્તો ન હોવાને કારણે તેના ગામ સુધી ન જઈ શકી. એમ્બ્યુલન્સના કર્મચારી સુનિયાના ઘરે પહોંચ્યા. તેઓએ તેમને ખાટલામાં સુવડાવી અને પરિવારની મદદથી ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા.

 

જબલપુર રેફર કરી, ત્યાં થઈ ડિલીવરી
જે બાદ સુનિયાને જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવી. રાત્રે સ્થિતિ ગંભીર બનતા જબલપુર રેફર કરવામાં આવી જ્યાં સુનિયાની ડિલીવરી થઈ પરંતુ બાળક મૃત પેદા થયું. ત્યારે હવે આ ગર્ભવતી મહિલાને ખાટલામાં નાખીને પગપાળા લઈ જતો વીડિયો સામે આવ્યો છે. ગામની આશા કાર્યકર્તાએ જણાવ્યું કે સુનિયાને હાઈ રિસ્ક પ્રેગ્નેન્સી હતી.

આ મામલે કલેક્ટરે શું કહ્યું?
આ મામલો મધ્યપ્રદેશનો છે. કલેક્ટર હર્ષિકા સિંહનું કહેવું છે કે ગર્ભવતી જે ગામની છે, તે પહાડની ઉપર આવેલું છે. જ્યાં સીધું ચઢાણ હોવાને કારણે વાહન પહોંચવું ઘણું કઠિન છે. 2017માં ગ્રેવલ સડક બનાવવામાં આવી હતી, પરંતુ એન્ડ પોઈન્ટ સુધી બન્યો હોવા છતાં મોટેરેબલ નથી થતો. અમે ટીમને કહ્યું કે તમે ટેકનિકલ રીતે સમજી લો, જો ત્યાં સડક બનાવવાની શક્યતા છે તો અમે સ્પેશિયલ પ્રસ્તાવ મોકલી શકીએ છીએ.હૃદયદ્રાવક ઘટના: ગામમાં રસ્તો જ ન કારણે એમ્બ્યુલન્સ ન આવી શકી, સરકારી સિસ્ટમના વાંકે… ગર્ભમાં જ બાળકનું મોત

error: Content is protected !!