વેવાઈને દીલ દઈ બેઠાં વેવાણ, એક દિવસ વેવાઈ ઘરે આવ્યા અને પછી જે થયું…

વેવાઈને દીલ દઈ બેઠાં વેવાણ, એક દિવસ વેવાઈ ઘરે આવ્યા અને પછી જે થયું…

સંબંધોને શર્મશાર કરતો વધુ એક બનાવ સામે આવ્યો છે. એક વેવાણે તેના વેવાઈ સામે રેપની ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે આ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વેવાઈ અને વેવાણ વચ્ચે છેલ્લાં બે વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. બંને વચ્ચે રોજ મોબાઈલ પર વાતચીત થતી હતી. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા.

સંબંધોને લજવતો આ કિસ્સો રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાનો છે. પોલીસે જણાવ્યું હતું કે એક મહિલાએ 5 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી કે તેના પરિવારજનો એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા અને તે ઘરે એકલી હતી. ત્યારે 30 માર્ચની રાત્રે તેના વેવાઈ પૂનમચંદ દારૂના નશામાં ઘરે આવ્યા હતા. વેવાણે તેમને કહ્યું હતું કે ઘેર કોઈ નથી. પણ વેવાઈએ વેવાણનું કંઈ ન સાંભળ્યું અને દારૂના નશામાં ગંદુ કામ કર્યું. રેપ પછી વેવાઈ પૂનમચંદે પોતાની થનારી વેવાણને કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોડાક દિવસ સુધી મહિલા ડરેલી રહી હતી. ત્યાર બાદ તેણે પરિવારજનોને વાત કરી હતી. બાદમાં આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બે વર્ષ પહેલા સંબંધ નક્કી થયો હતો
પોલીસે જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં પૂનમચંદની દીકરીનો સંબંધ કોતવાલી ગામની મહિલાના દીકરા સાથે નક્કી થયો હતો. જેને લઈને વેવાઈ પૂનમચંદ અવારનવાર વેવાણના ઘરે આવતા જતા રહેતા હતા. પૂનમચંદની વેવાણ સાથે રોજ વાતચીત થતી હતી.

પોલીસે વેવાઈની ધરપકડ કરી
ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે મંદસૌર જિલ્લાના અફજલપુરમાંથી 40 વર્ષીય પૂનમચંદ મેઘવાલની ધરપકડ કરી હતી. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે પૂનમચંદ થનારી વેવાણના ઘરે આવતા-જતા રહેતા હતા. બંનો વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો.વેવાઈને દીલ દઈ બેઠાં વેવાણ, એક દિવસ વેવાઈ ઘરે આવ્યા અને પછી જે થયું…