ગુજરાતનો હૃદય કંપાવી દેતો અકસ્માત, અંબાજી જતા પદયાત્રી પર ઈનોવા ફરી વળી, લાશો અહીં તહીં વિખેરાઈ

ગુજરાતનો હૃદય કંપાવી દેતો અકસ્માત, અંબાજી જતા પદયાત્રી પર ઈનોવા ફરી વળી, લાશો અહીં તહીં વિખેરાઈ

અરવલ્લીના કૃષ્ણાપુર પાસે એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે, જેમાં એક ઇનોવા કારચાલકે ભાદરવી પૂનમે અંબાજી દર્શન જતા પદયાત્રીઓને કચડ્યા છે, જેમાં 7 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 9 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હિમ્મતનગર સિવિલમાં ખસેડાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રાઈવર ગઈકાલે પુણેથી સતત 20 કલાકથી કાર ચલાવતો હતો. ચાલકની બેદરકારીના કારણે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જો કાર ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધુ હોત.\

મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનારા યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.

આ ઘટના અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વીટ કરી કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય આપશે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ

  • જાદવ પંકજભાઈ રમણભાઈ- ઉંમર 23 વર્ષ
  • પ્રકાશભાઈ મંગળસિંહ રાઠોડ- ઉંમર 23 વર્ષ
  • સંજયકુમાર નરેશભાઈ તિલવાડ- ઉંમર 27 વર્ષ
  • અપશીંગભાઈ સોનિયા બારીયા- ઉંમર 29 વર્ષ
  • સુરેશભાઈ મોહનભાઈ બામણીયા- ઉંમર 54 વર્ષ
  • એક અજાણ્યો ઈસમ
  • વિજય(હાથમાં લખેલ કડા ઉપરથી)

અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ

  • ખુમાનસિંહ મંગળસિંહ પરમાર
  • રોહિતકુમાર જીતેન્દ્રસિંહ રાઠોડ
  • અતુલ ઉદેસિંહ પરમાર
  • ભુપેન્દ્ર સિંહ રતિલાલ ચૌહાણ
  • શૈલેષભાઈ કાળાભાઈ ભટ્ટ