પુત્રવધુએ સાસુને છુટ્ટા હાથે ઢોર માર માર્યો, ત્રણ-ત્રણ દીકરા છતાં માતાને રાખાની પાડી દીધી ના
વરાછા કમાલપાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધાને તેમના પુત્રવધૂના ત્રાસથી વરાછા પોલીસે ઉગારી માનવતાનું ઉમદું કાર્ય કર્યું છે. વયોવૃદ્ધ સાસુને ફ્લેટની બાલ્કનીમાં ગોંધી રાખી માર મરાતો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાતા પુત્રવધુની નિર્દયતા સામે આવી છે. વૃદ્ધના સામે આવેલા આ જીવતા કિસ્સામાં પતિના મૃત્યુ બાદ ત્રણ બાળકો 3-3 મહિના માતા ને રાખી પાલન પોષણ કરવાનું આયોજન કરે છે. જોકે ત્રીજા નંબરના પુત્રની વહુ એ સાસુ પર ગુજારેલા અત્યાચાર અને લાફા મુક્કા મારતો વીડિયો સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થાય છે.બાદમાં વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં પોલીસે મૂક્યાં છે.
વરાછાના કમલપાર્ક સોસાયટીના ગંગા એપાર્ટમેન્ટમાં 85 વર્ષનાં વૃધ્ધાને તેમની 60 વર્ષની વહુ વારંવાર મારઝુડ કરતી હતી. બાજુની બિલ્ડીંગમાથી એક બાળકે આ ઘટનાનો વીડિયો ઉતારી લઈ એક મહિલાને આપ્યો હતો. આ મહિલાએ તરત જ પોલીસને જાણ કરતાં પોલીસે વૃધ્ધાને બચાવી હતી. પી.આઈ. પ્રદીપ આર્યએ જણાવ્યું હતું કે કાંતાબેન ગીરધર સોલંકી મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા ગામના વતની કાંતાબેન છ માસ પહેલા સુધી વતનમાં પતિ સાથે રહેતા હતા. પતિનું અવસાન થતા સુરત આવી ગયા હતા.
સુરતમાં તેમના ત્રણ દીકરા છે. બે દીકરાઓએ રાખવાની ના પાડી દેતા દીકરા ભરતના ઘરે ત્રણ માસથી રહેતી હતી. કાંતાબેનને રોજીંદી ક્રિયા કરવામાં પણ તકલીફ થતી હતી. ભરતની પત્ની તરૂણાને તે ગમતુ ન હતું તેથી તરૂણા સાસુ કાંતાની સાથે ઝગડો કરીને મારઝુડ કરતી હતી. કાંતાબેને દીકરાઓ સાથે રહેવાની ના પાડી અને કહ્યું કે સાહેબ વહુને જવા દો, એ તો મારી વહુ છે. પોલીસે ઘરે વૃદ્ધાશ્રમ ચલાવતા કોર્પોરેટર મધુબેન ખેનીને ત્યાં કાંતાબેનને રહેવાની વ્યવસ્થા કરી હતી.
વીડિયોને આધારે કાર્યવાહી કરાઈ
એક યુવતી દ્વારા કમલપાર્ક સોસા.માં આવેલ ગંગા એપાર્ટમેંટમાં એક મહિલા તેમના વૃદ્ધ સાસુ ને હેરાન પરેશાન કરે છે તેમજ માર મારે છે તેઓ વીડિયો વરાછાના પીઆઈપી.એ. આર્યનાઓને બતાવ્યો હતો. વૃદ્ધ મહિલાને મદદ કરવા રજૂઆત કરેલ જેથી પી.આઈની સૂચનાને આધારે વરાછા પોલીસ સ્ટેશનની SHE TEAM મહિલા પોલીસ કર્મચારીઓએ સ્થળ પર જઇ તપાસ કરતાં તેમજ આજુ બાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરતાં વૃદ્ધ મહિલાને તેમના પુત્રવધૂ હેરાન પરેશાન કરતાં હોય તેવી માહિતી મળેલ જેથી પરેશાન કરનાર પુત્રવધૂ તેમજ તેમના વૃદ્ધ સાસુને પોલીસ સ્ટેશનખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
સંતાનો એક એક માસ સાથે રાખતા
વૃદ્ધ મહિલા તેનું નામ કાંતાબેન ગીરધરભાઈ સોલંકી ઉ.વ. 85 રહે- ઘર ન-202 બીજો માળ ગંગા એપા. કમલપાર્ક સોસા વરાછા સુરત ખાતે છેલ્લા 6 માસ થી રહેતા હોય તેવું અગાઉ તેઓ પોતાના વતન રાજપરા તા-તળાજા જી-ભાવનગર ખાતે તેમના પતિ સાથે રહેતા હોય પરંતુ તેઓના પતિના અવસાન પછી તેઓ તેના 3 પુત્રો સાથે એક એક માસ વારાફરતી રહેતા આવેલ અને છેલ્લા 6 માસથી તેમના બે પુત્રો એતેમણે સાચવેલ ન હોય જેથી તેઓ તેમના ત્રીજા પુત્ર ને ત્યાં રહેતા હોય અને તેઓ વયોવૃદ્ધ હોય તેઓની સારીરીક અને માનસીક અવસ્થા સારી ન રહેતી જેના કારણે કામકાજ તેમજ રોજીંદી ક્રિયા કરવામાં તકલીફ પડતી હોય અને આવું તેમની પુત્રવધુને ગમતું ન હોય જેથી તેમના પુત્રવધૂ નામે- તરુણાબેન ભરતભાઇ સોલંકી ઉ.વ- 60 નાઓ તેમની સાથે ઉગ્ર બોલાચાલી, ઝગડો તેમજ મારપીટ કરતાં અને તેઓને ત્રણ-ત્રણ પુત્રો હોવા છતાં પણ કોઈ તેમણે સાથે રાખવા રાજી ન હોય તેવું જણાવ્યું હતું.
દીકરાઓ સાથે ન રાખતા વૃદ્ધાશ્રમમાં મોકલાયા
હવે તેમના ઘરે તેમના પુત્રો કે પુત્રવધુઓ સાથે રહેવા ઈચ્છતા ન હોય કોઈ વૃદ્ધાશ્રમ માં રહેવા મૂકી જવા અને પોતાના પરિવારજનો વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી નહી કરવા પોલીસને રજૂઆત કરેલ હોય જેથી વૃદ્ધ મહિલાની રજૂઆતને ધ્યાને લેતા તેઓના પુત્રવધૂ તેમજ તેમના પૌત્રની બાહેંધરી લઈ સુરત મહાનગર પાલીકાના વોર્ડ નં 14 ના કોર્પોરેટર મધુબેન ખેની જે વૃદ્ધાશ્રમ ચલાવતા હોય તેઓનો સંપર્ક કરી સદર વૃદ્ધ મહિલાની હકીકત થી વાકેફ કરી પોતાના વૃદ્ધાશ્રમ માં આશરો આપવાની વાત કરેલ જેથી કોર્પોરેટર મધુબેન ખેની વૃદ્ધ મહિલાની સાર સંભાળ અને દેખરેખની જવાબદારી લઈ પોતાના વૃધાશ્રમમાં મૂકી જવા જણાવેલ જેથી વરાછા પોલીસ SHE TEAM દ્વારા સદર વૃદ્ધ મહિલાને શાંતીદૂત મહિલા મંડળ ટ્રસ્ટ વૃદ્ધાશ્રમ છાપરાભાઠા અમરોલી સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતા.
‘વીડિયોમાં મારના દૃશ્યો જોઇ ન શકતા પોલીસને જાણ કરી
સાસુને પુત્રવધુ ત્રાસ આપવાના બનાવની પોલીસને માહિતી આપનાર મહિલાએ જણાવ્યું હતું કે વહુ તેની સાસુને ઘણા સમયથી ત્રાસ આપે છે. પરંતુ મારી પાસે આવેલા વીડિયોમાં વહુ સાસુને માર મારતી હોવાનું મારાથી જોઇ ન શકાયું. અન્ય પાડોશીઓ પણ જાણતા હતા પણ પોલીસને જાણ કરવાથી ગભરાતા હતા. વૃદ્ધાને વહુના ત્રાસથી મુક્ત કરાવવા અને ન્યાય અપાવવા મેં પોલીસને જાણ કરી દીધી.