ત્રણ વર્ષ પહેલા અકસ્માતમાં માંડ-માંડ બચ્યો હતો જીવ, તે જ તારીખે અકસ્માતમાં જીવ બચવાની ખુશી મનાવવા ગયો હતો ને મળ્યું કમાકમાટીભર્યું મોત
અકસ્માતનો એક ચોંકવનારો વીડિયો બહાર આવ્યો છે. શુક્રવારે રાતે હાઈવે પર થયેલા રોડ અકસ્માતમાં પ્રકાશ નગરના રહેવાસી કેશવ પ્રતાપ(બિટ્ટુ)એ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો છે. જ્યારે મિત્ર રાહુલ જોશી ગંભીર રૂપથી ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા પણ કેશવનો અકસ્માત થયો હતો. જેમાં તે બચી ગયો હતો. તેની ઉજવણી કરવા માટે કેશવ દોસ્ત રાહુલની સાથે ફરવા નીકળ્યો હતો. ઉજવણી કરીને પરત આવતી વખતે રોડ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.
મધ્યપ્રદેશના નાગદા-જાવરા સ્ટેટ હાઈવે પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. દુકાન સંચાલક કોમલ ઠાકુરે જણાવ્યું કે કેશવે ગુરુવારે તેની તબિયત ખરાબ હોવાનું કહીને રજા લીધી હતી. તે પછીથી તે શુક્રવારે પણ આખો દિવસ દુકાનો આવ્યો નહોતો. મોડીરાતે તેનો અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી. ઘટનાના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા છે. તેમાં બાઈક પર આવી રહેલા બંને યુવકને ઝડપથી આવતી આઈશરની ટક્કર વાગતી દેખાય છે.
અકસ્માતમાં જીવ બચવાની ખુશી મનાવવા ગયો હતો
પરિવાર પાસેથી મળેલી માહિતી અનુસાર, ત્રણ વર્ષ પહેલા 22 એપ્રિલના દિવસે રાહુલનો અકસ્માત થયો હતો. જેમાં તેનો જીવ બચી ગયો હતો. આ જ નવી જીંદગીની ઉજવણી કરવા કેશવ દોસ્તને સાથે લઈને ગયો હતો. ઉજવણી કરીને પરત આવતી વખતે રોડ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.
આઈશરના ડ્રાઈવરે પાણીથી ધોયા લોહીના ડાધા
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શ્યામચંદ્ર શર્માએ જણાવ્યું કે બાઈકને ટક્કર માર્યા પછી ડ્રાઈવરે ગાડી રોકી નહોતી. અકસ્માતને છુપાવવા માટે ડ્રાઈવર બાઈપાસ રોડ સ્થિત નખરાલી ઢાબા પર પહોંચ્યો અને આઈશર પરના લોહીના ડાધાને પાણીથી ધોયા હતા. પછીથી આઈશરને અન્ય વાહનોની વચ્ચે મૂકીને અને ક્લીનરને ગાડીમાં છોડીને તે ભાગી ગયો હતો. પોલીસે આઈશરને જપ્ત કરી