ગૌપૂજા દરમિયાન ગાય 20 ગ્રામ સોનાની ચેન ગળી ગઈ,એક્સરેમાં ખબર પડી કે ચેન પેટમાં જ છે

કર્ણાટક : ગાયમાં કરોડો દેવતાનો વાસ છે, આથી જ તેની પૂજા કરવામાં આવે છે. કર્ણાટકમાં એક પરિવાર ગાય અને તેના વાછરડાની પૂજા કરી રહ્યો હતો. આ દરમિયાન પરિવારનું ધ્યાન ના રહ્યું અને ગાય પૂજામાં મૂકેલી 20 ગ્રામની ચેન ગળી ગઈ. પરિવારે ઘણા મહિના સુધી આ ચેન નેચરલ રીતે બહાર આવે તે માટે રાહ જોઈ પણ તેવું ના થયું અને અંતે સર્જરી કરાવીને ચેન પાછી લીધી.

પરિવારે ગાયને 20 ગ્રામની ચેન પહેરાવી હતી
દિવાળીના દિવસ ગૌપૂજા દરમિયાન પરિવારે ગાય અને તેના વાછરડાને સરખું સ્નાન કરાવ્યું અને પછી પૂજા ચાલુ કરી. ગાયને ફૂલનો હાર પહેરાવ્યો. ઘણા લોકો ગાયને લક્ષ્મીનું રૂપ સમજીને પૂજા કરતા હોય છે. આ પરિવારે પણ પૂજા કરી અને ગાયને 20 ગ્રામની ચેન પહેરાવી હતી.

પરિવારને ગાય ચેન ગળી ગયાની શંકા ગઈ
પૂજા પૂરી થઈ ગયા પછી પરિવારે ચેન કાઢીને સાઈડમાં મૂકી દીધી. એ પછી પરિવાર અન્ય કામમાં વ્યસ્ત થઈ ગયો. થોડી પછી એક મેમ્બરનું ચેન પર ધ્યાન ગયું તો તે ગાયબ હતી. આજુબાજુ ઘણી બધી જગ્યા ચેક કરી પણ ક્યાંય ના મળી. એ સમયે પરિવારને શંકા ગઈ કે કદાચ ગાય ખાવાનું સમજીને ગળી ગઈ હશે.

એક્સરેમાં ખબર પડી કે ચેન પેટમાં જ છે
પરિવારે તેમની ચેન વિશે પૂછાવડાવ્યું તો ખબર પડી કે તે ગાયના પેટમાં જ છે, શરૂઆતના દિવસોમાં પરિવારે ગાય અને વાછરડાના છાણ પર નજર રાખી પણ કઈ ના મળ્યું. એ પછી તેઓ ગાયને પ્રાણીઓના ડોક્ટર સાથે લઇ ગયા અને ત્યાં એક્સરેમાં ખબર પડી કે ચેન ગાયના પેટમાં જ હતી.
ગાય ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહી છે
કર્ણાટકનો પરિવાર 20 ગ્રામની ચેન પાછી લેવા માટે ગાયનું ઓપરેશન કરાવવા તૈયાર થઈ ગયો. સર્જરી પછી ચેન તો મળી પણ તેનું વજન 18 ગ્રામ હતી. 2 ગ્રામનો કટકો ક્યાંક મિસિંગ હતું. સોનાની ચેન મળી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો અને ગાય સર્જરી પછી ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહી છે.
error: Content is protected !!