જન્મ આપતા જ બાળકની માતાનું થયું મોત, હવે દીકરાને આ રીતે ગોદમાં લઈને કૉલેજમાં અભ્યાસ કરાવે છે પિતા

જન્મ આપતા જ બાળકની માતાનું થયું મોત, હવે દીકરાને આ રીતે ગોદમાં લઈને કૉલેજમાં અભ્યાસ કરાવે છે પિતા

એક બાળક માટે તેના જીવનમાં માતાપિતા હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે બાળક માટે માતાપિતા બંનેનું વિશેષ સ્થાન છે, પરંતુ ક્યારેક પરિસ્થિતિ એવી બની જાય છે કે માતાએ પિતાની ભૂમિકા ભજવવી પડે છે અને ક્યારેક પિતાએ પણ માતાની જેમ બાળકની સંભાળ લેવી પડે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર પિતા જ નથી પણ માતાની ફરજ પણ નિભાવી રહ્યા છે. એટલું જ નહીં, તે એક શિક્ષક પણ છે અને શિક્ષક તરીકેની પોતાની ફરજ પણ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે. ચાલો જાણીએ આ વ્યક્તિની કહાની.

મશહૂર IAS અધિકારી અવનીશ શરણે હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેયર કરી અને આ વ્યક્તિ વિશે માહિતી આપી. તસવીરોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક વ્યક્તિ પોતાના બાળકને પેટ પર લઈને ક્લાસમાં બાળકોને ભણાવી રહ્યો છે. આ દરમિયાન, આ વ્યક્તિ માત્ર બાળકોને શિક્ષણ નથી આપી રહ્યો પરંતુ તેના નાના બાળકની સંભાળ પણ રાખે છે.

આ તસવીર શૅયર કરતા અવનીશ શરણે કહ્યું, “એક પુરુષ જેની પત્ની પોતાના બાળકને જન્મ આપતી વખતે આ દુનિયા છોડી ગઈ અને પિતા તરીકે એકલો પડી ગયો. આવી સ્થિતિમાં તે પોતાના બાળક માટે એક જવાબદાર પિતા બની ગયો છે.” તેમણે આગળ કહ્યું કે, “આવા કિસ્સાઓમાં ઘણા લોકો નાના બાળકને ઉછેરવા માટે તેમના કામ પરથી રજા લે છે, પરંતુ તેણે આવું ન કર્યું અને પોતાના દીકરાને ખોળામાં રાખીને બાળકોને ભણાવવા કોલેજ જાય છે. આ વાસ્તવિક જીવનનો હીરો છે.” સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરોની દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે. લોકોએ કહ્યું કે, “એક સારા પિતા અને શિક્ષક બંનેની ભૂમિકા ભજવવી. આજના ભારતીય પુરુષોએ તેમની પાસેથી પ્રેરણા લેવાની અને તેમની પાસેથી કંઈક શીખવાની જરૂર છે.”

વાત કરીએ IAS અવનીશ શરણની, તો તે બિહારના સમસ્તીપુર જિલ્લાના કેવટા ગામના રહેવાસી છે. આપને જણાવી દઈએ કે, અવનીશ 2009 ની છત્તીસગઢ બેચના IAS અધિકારી છે. અવનીશ તેના સરળ સ્વભાવ માટે ખૂબ જ લોકપ્રિય છે અને તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં રહે છે.

2017માં અવનીશ સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. આ સમય દરમિયાન તે બલરામપુરના કલેક્ટર હતા અને ત્યારે તેમણે તેમની પુત્રી વેદિકાને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવ્યો હો. તેના બાદ લોકોએ તેમની ખૂબ પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, સાધારણ સ્વભાવ અને હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા અવનીશ શરણના પ્રશંસનીય યોગદાન બદલ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમ્માનિત કરી ચૂક્યા છે. અવનીશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણી વખત તેના ફોલોઅર્સને વધુને વધુ અભ્યાસ કરવાની સલાહ આપે છે.