CAનું ભણતી વિદ્યાર્થીનીએ રડતા-રડતા કાકીને જણાવી આપવીતીઃ મારા પતિએ અને તેના ભાઈએ મારો યુઝ કર્યો, મને ક્યાંયની ન છોડી
ઈન્દોર: ધાર રોડના રામાનંદર નગરમાં રહેનાર CAની વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાના 3 મહિના બાદ નવો ખુલાસો થયો છે. વિદ્યાર્થીના મોબાઈલની તપાસ કરતા એવા મેસેજ મળ્યા છે કે જેના પરથી જાણી શકાઈ કે પતિથી તંગ આવીને તેને આત્મહત્યા કરી લીધઈ છે. સ્યુસાઈડ કરતા પહેલા વિદ્યાર્થીએ 4 ટેક્સ્ટ મેસેજ પોતાના આંટીને મોકલ્યા હતા.
જેમાં પતિ અને દેવરથી કંટાળીને તેને આત્મહત્યા કરવાની વાત કરી છે. વિદ્યાર્થીના પિતાએ સીએસપી અને ટીઆઈ પર તપાસમાં બેદરકારી થઈ હોવાનો આરોપ લગાવ્યો છે અને મદદ માટે ગુહાર લગાવી છે.
28 મેના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી
રામાનંદર નગરમાં રહેનાર સીએની વિદ્યાર્થી કલ્યાણી વૈશ્યએ 28 મેના ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. દીકરીના મોત બાદ કલ્યાણીના પિતાએ ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા હતા. કલ્યાણીના પિતાને પોલીસને જણાવ્યુ હતું કે કલ્યાણીએ વિજયનગરમાં રહેતા સાગર જેઠાની નામના યુવક સાથે એક વર્ષ પહેલા ખજરાના મંદિરમાં લવ મેરેજ કરી લીધા હતા. જેના વિશે તેને એક વર્ષ સુધી જાણ થઈ ન હતી. કારણ કે બંને અલગ અલગ રહેતા હતા.
પણ જ્યારે તેને તેની દિકરીના લગ્ન વિશે જાણ થઈ તો તેને સાગરના પરિવાર સાથે વાત કરીને લગ્ન નક્કી કર્યા હતા. 15 એપ્રિલે સાગર અને કલ્યાણી લગ્ન કરવાના હતા.. પણ લગ્ન પહેલાથી જ બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેથી સાગરે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી 28 મેના કલ્યાણીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કલ્યાણી અને સાગર બંને એક ટેલીકોમ કંપનીમાં કામ કરતા હતા જ્યાં બંને વચ્ચે પ્રેમ થયો હતો.
મોબાઈલે ખોલ્યું મોતનું રહસ્ય 4 દિવસ પહેલા કલ્યાણીના પિતા જગદીશ વૈશ્યએ ડીઆઈજી સામે ફરિયાદ કરીને મદદ માટે ગુહાર લગાવી હતી. જે બાદ કલ્યાણીના મોબાઈલની તપાસ કરવામાં આવી તો નવો ખુલાસો થયો હતો. સુસાઈડ કરતા પહેલા કલ્યાણીએ 4 ટેક્સ મેસેજ પોતાની આંટીને મોકલ્યા હતા.
જેમાં તેને પોતાના મોત માટે પતિ સાગરને જવાબદાર ગણાવ્યો હતો. જે માં એક મેસેજમાં લખ્યું કે સાગર જેઠાની જ મારા મોતનું કારણ છે. તેના ભાઈ સુમિતે અમારો સંબંધ ખત્મ કરી નાખ્યો, બંનેએ મને ક્યાંયની છોડી નથી. તે માત્ર મારો યુઝ જ કરતો હતો. હવે પતિ બનીને મને અપનાવવાની મનાઈ કરી રહ્યો છે.