3 લાખ રૂપિયામાં લગ્ન કરી લઈને આવ્યા દુલ્હન, 15 દુલ્હન દિવસ બાદ બધુ લઈને છૂમંતર, દુલ્હન સહિત 3 લોકોની કરાઈ ધરપકડ

3 લાખ રૂપિયા લઈને લગ્ન કરનારી દુલ્હન 15 દિવસ પછી ભાગી ગઈ. તેની શોધ ચાલી રહી છે.હાલમાં પોલીસે લૂંટારુ કન્યાની માતા, મામા અને દલાલ દંપતીની ધરપકડ કરી છે. મામલો ડુંગરપુરના સાબલા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. સાબલા પોલીસ ઓફિસર મનીષ કુમારે જણાવ્યું કે લૂંટારી દુલ્હન સોના જયસ્વાલ છે. આ કેસના ચાર આરોપી સોમવારે મધ્યપ્રદેશમાંથી ઝડપાયા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં શાજાપુર (MP)ના રહેવાસી દલાલ ગુલાબ સિંહ, તેની પત્ની રજની, યુવતીની માતા ભોપાલની રેખા પત્ની શિવલાલ, તેના મામા તિલકનો સમાવેશ થાય છે. દલાલે અત્યાર સુધીમાં 50 લગ્ન કરાવ્યા છે. અડધાથી વધુ કેસમાં કન્યા લગ્ન બાદ ફરાર થઈ ગઈ છે. સોના જયસ્વાલે પણ નકલી આધાર કાર્ડ બનાવીને લગ્ન કર્યા હતા.

યુવતીના પરિવારે 3 લાખમાં સોદો કર્યો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે 1 ઓક્ટોબરે અટલ બિહારી જૈને કેસ દાખલ કર્યો હતો. તેણે કહ્યું કે સમાજમાં છોકરીઓની અછત છે. જેના કારણે તેઓ અન્ય રાજ્યોમાંથી પૈસા આપીને લગ્ન કરાવે છે. ઓગસ્ટમાં મધ્યપ્રદેશના દલાલ ગુલાબ સિંહનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દલાલે સોના જયસ્વાલ નામની યુવતી વિશે જણાવ્યું અને લગ્નના બદલામાં 3 લાખ રૂપિયાની માંગણી કરી. 3 ઓગસ્ટના રોજ દલાલ ગુલાબ સિંહ, તેની પત્ની રજની, છોકરી સોના જયસ્વાલ, મામા તિલક, છોકરીની માતા રેખા અને તેની બહેન અનુષ્કા સાબલા તેના ઘરે આવ્યા હતા. લગ્નની વાત નક્કી થઈ ગઈ. આ પછી 3 લાખ રૂપિયા દલાલ ગુલાબ સિંહને આપ્યા હતા.

સ્ટેમ્પ પર લખાણ કરીને કર્યા મંદિરમાં લગ્ન
ડુંગરપુરની આશાપુર કોર્ટમાંથી 500 રૂપિયાના સ્ટેમ્પ પર લગ્ન લખાયા બાદ મંદિરમાં લગ્ન થયા હતા. યુવતીને છોડીને તેના પરિવારના સભ્યો પાછા એમપી ગયા હતા. લગ્નના 15 દિવસ બાદ યુવતીના મામા તિલક રક્ષાબંધન પર આવ્યા હતા. તે દુલ્હનને પિયર લઈ જવાનું કહીને તેની સાથે લઈ ગયો હતો. રક્ષાબંધન બાદ પણ યુવતી પરત ન આવતાં દલાલ ગુલાબસિંહ અને પરિવારજનો સાથે વાત કરી હતી. તેના પરિવારજનોએ 5 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી હતી.

error: Content is protected !!