લગ્નના દિવસે જ ધાબા પરથી પડી દુલ્હન, વરરાજાએ જે કર્યું તે જોઈને ભાવુક થઈને ધ્રુસકેને ધ્રુસકે રડી

પ્રયાગરાજઃ બોલિવૂડ ફિલ્મ ‘વિવાહ’ની સ્ટોરી તો તમામને ખ્યાલ છે. 2006માં શાહિદ તથા અમૃતા રાવે ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે સાચો પ્રેમ સુંદરતાને મહત્ત્વ આપતો નથી. બસ આવી જ કંઈક ઘટના ઉત્તરપ્રદેશના અલ્હાબાદ એટલે કે આજના પ્રયાગરાજમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં બની હતી.

અવધેશનો સાચો પ્રેમ તથા હિંમત જોઈને તમામની આંખો ભીની થઈ ગઈ હતી. આરતી તથા અવધેશના લગ્ન હોસ્પિટલમાં જ યોજાયા હતા. આરતી બેડ પર સૂતી જ હતી અને અવધેશે માગમાં સિંદૂર ભર્યું હતું. બંનેનો પરિવાર આ લગ્નથી ઘણો જ ખુશ છે.

પ્રયાગરાજના પ્રતાપગઢના કુંડા વિસ્તારમાં રહેતી આરતીના લગ્ન 8 ડિસેમ્બર, 2020ના રોજ યોજાવાના હતા. જે દિવસે જાન આવવાની હતી, તે દિવસે તેનો ભત્રીજો ધાબે રમી રહ્યો હતો. ભત્રીજો ધાબાની ધાર પર હતો અને તેને બચાવવાના ચક્કરમાં આરતી નીચે પડી ગઈ હતી. તેને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. તેના બંને પગ કામ કરતાં બંધ થઈ ગયા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

 

આ વાત જ્યારે આરતીના ભાવિ પતિ અવધેશને ખબર પડી તો તે તાત્કાલિક હોસ્પિટલ ગયો હતો. તે આરતીનું ધ્યાન રાખવા લાગ્યો હતો. આરતીના પરિવારે અવધેશને આરતીની નાની બહેન સાથે લગ્ન કરવાનું કહ્યું હતું.

આરતીએ પણ આ જ કહી હતી. જોકે, અવધેશ પોતાની વાત પર મક્કમ હતો. તેણે કહ્યું હતું કે તે લગ્ન તો માત્ર ને માત્ર આરતી સાથે જ કરશે. જો આ બનાવ લગ્ન બાદ થયો હોત તો તે આરતીને છોડી દેત. નહીં ને. તો બસ આરતીને તે આ જ હાલતમાં પત્ની તરીકે સ્વીકારે છે.

અવધેશે હોસ્પિટલમાં આરતીની ખૂબ સેવા કરી તેને સાજા થવામાં મદદ કરી હતી.આરતીની જ્યા સારવાર ચાલતી હતી તે હોસ્પિટલ.

error: Content is protected !!