સોળે શણગાર સજી ફેરા ફરે તે પહેલા જ ઢળી પડી દુલ્હન, લગ્ન ગીતોને બદલે મરશીયા ગવાયા

એક હ્રદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જ્યાં પરિવારને હતો દીકરીના લગ્નનો હરખ, પણ બન્યું એવું કે દીકરીના લગ્નની ડોલી ઉઠવાને બદલે અર્થી ઉઠી હતી. પ્રભુતામાં પગલા પાડી નવા જીવનની શરૂઆત કરે તે પહેલા પ્રાણ પંખેરુ ઉડી ગયું. આપણા દેશમાં લગ્નને એક ઘણો પવિત્ર બંધન માનવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણું મહત્વ હોય છે. જેમ જેમ લગ્ન નજીક આવતા જાય તેમ તેમ આ ઉત્સાહ વધુ ને વધુ વધતો જાય છે.

લગ્નના કારણે ફક્ત બે વ્યક્તિઓ જ નહિ પરંતુ બે પરિવાર સાથે એકબીજા સાથે જોડાઈ છે. પરંતુ લગ્નના દિવસે જ કોઈ અનિચ્છનીય ઘટના ઘટે અને પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય તો ? આવો વિચાર કરતા પણ ડર લાગે છે. આવો જ એક કરૂણ બનાવ સોલંકી પરિવાર બન્યો છે. જેમાં કોઈ કારણોસર દુલ્હન મોતને ભેંટી પડે છે, લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઇ જાય છે.

કંકોડાકોઇ ગામમાં રહેતા નરવત ભાઈ સોલંકીની પુત્રી વંદનાબેનનું લગ્ન વડદલા ખાતે નક્કી કર્યું હતું. તા. 23ના રોજ વંદનાનો લગ્ન સમારંભ રાખ્યો હતો. ઘરમાં ખુશીનું વાતાવરણ હતું મહેમાનો પણ બધા આવી ગયા હતા. ભોજન સમારંભ સહિત માંગલીક પ્રસંગો શરૂ થવાના હતા. વરપક્ષવાળા જાન લઇને ડીસ્કો ડાન્સ અને આતશબાજી સાથે નાચતા કુદતા મંડપ પાસે પહોંચે છે. તે વખતે સોલંકી નરવતસિંહ ચંદ્રસિંહની પુત્રી વંદના કુંવરબાને અચાનક ચક્કર આવતા મંડપમાં આવતા પહેલા જ ચક્કર ખાઈને પડી જાય છે.

લોકો દોડીને આવીને તેને ઉભી કરે છે. તાત્કાલીક ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે લાવતા જ ડોક્ટર તેને મરણ પામેલ જાહેર કરતા પરીવારજનોના હોશ ઉડી જાય છે અને લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઇ જાય છે. જ્યાં પોતાની પુત્રીને ડોલીમાં વિદાય કરવાની હતી ત્યાંરે વહાલસોયી પુત્રીની અર્થી નીકળતા માતા પિતા સહિત પરિવારજનો ચોધાર આંસુડે રડી પડતા માતમ છાવયો હતો. ગામમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાતા ગામમાં શોકમગ્ન વાતાવરણ સાથે ગામ હીબકે ચઢ્યુ હતુ.આવુ તો કોઈની સાથે ન થાય… ડોલી ઉઠવાની હતી ત્યાં અર્થી ઉઠી, આખુ ગામ હિબકે ચડયું, ગુજરાતની કરૂણ ઘટના

error: Content is protected !!