વાવમાંથી આપોઆપ ઇઢોંણી સાથે બેડું બહાર આવ્યું, ગામના દરેક ઘરમાં લાપસીના નિવૈદ ધરાવાયા

વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં 800 વર્ષ પ્રાચિન ઐતિહાસિક હોલમાતા વાવમાંથી પાણી ભરેલ બેડા બહાર આવતા પૂજાની પરંપરા છે. આ પરંપરા મુજબ ત્રણ થી ચાર વર્ષે પાણી ભરેલા સ્ટીલના વાસણો ઇઢોંણી સાથે બહાર આવે છે. ગુરૂવારે સ્ટીલની બોઘણી બહાર આવી હતી. આથી પરંપરા મુજબ ગ્રામજનોએ ઢોલ નગારા સાથે બોઘણીને વધાવી ગ્રામજનોએ એક સાથે નિવૈદ કરીને મહાપ્રસાદ લીધો હતો.વઢવાણ પંથકમાં 999 વાવો આવેલી છે આ દરેક વાવ ઐતિહાસિક પરંપરા છે.

ત્યારે વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં આવેલી હોલમાતાની વાવ અનોખી ઐતિહાસિકતા અને પરંપરા ધરાવે છે. આ હોલમાતા મંદિર પાસે આવેલ હોલવાવ 800 વર્ષ જુની છે. વાવ માંથી દર ત્રણથી ચાર વર્ષે વાવમાં પડી ગયેલા વાસણો પૈકી કોઇ પણ બેડુ કે અન્ય વાસણો આપોઆપ બહાર આવવાની પરંપરા છે. વાવ માંથી જયારે વાસણ બહાર આવે ત્યારે ગ્રામજનો તેને માતાજીની પ્રસાદી સમજે છે. અને તે દિવસે ગામના દરેક ઘરમાં લાપસીના નિવૈદ ધરાવવામાં આવે છે.

2018ની સાલમાં વૈશાખ સુદ પૂનમે આ વાવમાંથી ઈંઢોણી સાથેનું બેડુ બહાર આવ્યુ હતુ.આ અંગે બલદાણાના પૂર્વ સરપંચ અને ભૂવા ધીરૂભા અસવારે જણાવ્યુ કે, હોલ માતા એ અમારા ગામ દેવી છે. અને આજે પણ ગ્રામજનોને અપાર આસ્થા છે.

દુષ્કાળના સમયમાં પણ આ હોલમાતા વાવમાંથી ગ્રામજનોને પાણી મળી રહે છે.ગુરૂવારે બઘોણી બહાર આવ્યા બાદ ગામમાં ઉત્સાહનો માહોલ હતો. લોકોએ ઢોલ નગારા સાથે ગામ દેવીને નિવૈદ ધરાવ્યા હતા.વાવ માંથી નિકળેલા વાસણોને હોલ માતાજી પાસે પૂજા માટે મૂકવામાં આવે છે.

વાવ કે કુવામાં પાણીના વહેણ બદલાય છે. આંતરિક ફેરફારો અંદર થતા આ ઘટના સર્જાય છે. જેમાં માટીના કે સ્ટીલના વાસણો વમળો વચ્ચે બહાર આવે છે. હોલમાતા વાવમાં દર ત્રણ વર્ષે આ ઘટના બને છે. આ ઘટના વિજ્ઞાન, શ્રધ્ધા-ધર્મનો સમન્વય થયેલો બતાવે છે. – પટેલ દશરથભાઇ

ગામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, વાવ કે કુવામાં પાણીના વહેણ બદલાતો રહે છે. આંતરિક ફેરફારો અંદર થતાં આ ઘટના સર્જાય હોવાનુ જાણવા મળ્યું છે. જેમાં માટીના કે સ્ટીલના વાસણો વમળો વચ્ચે બહાર આવતા હોય છે. હોલમાતા વાવમાં દર ત્રણ વર્ષે આ ઘટના બને છે. આ ઘટના વિજ્ઞાન, શ્રદ્ધા-ધર્મનો સમન્વય થયેલો બતાવે છે.ગુજરાતમાં અહીં વાવમાંથી આપોઆપ બહાર આવે છે પાણી ભરેલું બેડું, ગામના દરેક ઘરમાં લાપસીના નિવૈદ ધરાવાયા, માનવામાં ન આવે તેવી તસવીરો

error: Content is protected !!