એમ્બ્યુલન્સનાં ડ્રાઈવરે જરા પણ ના દાખવી દયા, માતા અને 3 દિવસની બાળકી સાથે કર્યુ એવું કૃત્ય કે લોકો કરી રહ્યા છે થૂં-થૂં

એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તેની માતા અને પરિવારના સભ્યો નવજાત શિશુને લઈને એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતરી રહ્યા છે. આ વીડિયોની સત્યતા અને તે જે વિસ્તારમાંથી છે તેની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે આ વીડિયો 26 ઓક્ટોબરે વાશિમ જિલ્લાના રિસોદ શહેરથી થોડા કિલોમીટર દૂર ગણેશપુર ગામની બહારનો છે.

સરકારી એમ્બ્યુલન્સમાં બાળક અને માતાને ઘરે મોકલાયા હતા
આ સંદર્ભમાં પૂછપરછમાં જાણવા મળ્યું કે સંદીપ સાવંત નામના વ્યક્તિની પત્નીની ડિલિવરી 24 ઓક્ટોબરે વાશિમ જનરલ હોસ્પિટલમાં થઈ હતી. માતા અને બાળકને ઘરે જવા માટે સરકારી હોસ્પિટલમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સ (102) દ્વારા મોકલવામાં આવ્યા હતા.

3 કિમી પહેલા માતા અને બાળકને એમ્બ્યુલન્સ વાળાએ ઉતાર્યા
ગણેશપુર ગામથી 3 કિમી પહેલા એમ્બ્યુલન્સના ચાલકે માતા-બાળક અને તેની સાથેના લોકોને આગળ રસ્તો ખરાબ છે, એમ્બ્યુલન્સ આગળ જઈ શકતી નથી તેમ કહીને ઉતારી દીધા હતા.એમ્બ્યુલન્સના ડ્રાઈવરને બરતરફ કરાયો આ વાયરલ વીડિયોના સંદર્ભના ઈન્ચાર્જ સીએસ જીડી ખેલકરે કહ્યું છે કે વીડિયોની તપાસ કર્યા બાદ ડ્રાઈવરને બરતરફ કરવામાં આવ્યો છે.3 દિવસની બાળકી અને માતાને રસ્તે રઝળતા મુકીને જતો રહ્યો એમ્બ્યુલન્સનો ડ્રાઈવર

error: Content is protected !!