25 વર્ષનાં જમાઈને લઈને ભાગી ગઈ 50 વર્ષની સાસુ, દીકરીનો જ ઘર સંસાર કરી નાંખ્યો વેરણ-છેરણ

પ્રેમ ન જાતિ જોવે છે,ન ધર્મ જોવે છે,ન સંબંધો જોવે છે,ન ઉંમર જોવે છે,ન ખ્યાતિ જોવે છે,ન તો મિલકત જોવે છે. પ્રેમ કોઈપણને કોઈની સાથે, કોઈપણ જગ્યાએ, કોઈપણ સમયે થઈ શકે છે. પ્રેમમાં ઉંડા ઉતરીને માણસ પોતાના સંબંધોનું પણ બલિદાન આપે છે. ઘણી વાર આવી ઘણી ચોંકાવનારી ઘટનાઓ સાંભળવામાં આવે છે અને જોવામાં આવે છે, જેના પર એક ક્ષણ માટે માનવું પણ મુશ્કેલ થઈ જાય છે.

હાલમાં જ બિહારના મુઝફ્ફરપુરથી પ્રેમસંબંધનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક 50 વર્ષીય સાસુ તેના 25 વર્ષના જમાઈ સાથે પ્રેમમાં પડી ગઈ હતી. તો, જુવાન જમાઈ પણ તેની વૃધ્ધ સાસુના પ્રેમમાં કેદ હતો. એટલે સુધીકે, સાસુ અને જમાઈની જોડીએ સાથે જીવવા મરવાનાં કોલ પણ આપી દીધા હતા.

એવું કહેવાય છે કે પ્રત્યેક સંબંધ અને દરેક બંધન પ્રેમની સામે મરી જાય છે. બિહારના મુઝફ્ફરપુરમાં એક સાસુ અને જમાઈની જોડીએ આવું જ કર્યું. એવું કહેવામાં આવે છે કે તે બંને એક બીજાના પ્રેમમાં એટલા ખોવાઈ ગયા હતા કે બંને ઘરેથી ભાગી ગયા હતા અને સાત ફેરા લીધા હતા.

પ્રેમને કારણે સાસુ અને જમાઈની જોડી પતિ-પત્નીની જોડીમાં ફેરવાઈ. જ્યારે લોકોને આ ઘટનાની જાણ થઈ ત્યારે આ સમાચારથી દરેકના હોશ ઉડી ગયા. સાસુ અને જમાઈ ભાગી ગયા હોવાના સમાચાર આ વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. મહિલાના પતિ અને તેની પુત્રીએ પણ આ ઘટના સામે વાંધો ઉઠાવ્યો હતો.

લોકોને આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. મોરચો લઇને પોલીસે સાસુ અને જમાઈને કસ્ટડીમાં લીધી હતી અને શાંતિનો ભંગ કરવા બદલ ચલણ કાપ્યુ હતુ.

આકેસ મુઝફ્ફરપુર જિલ્લાના ભૌરાકલાં પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામ સાથે સંબંધિત છે. અહીંની એક મહિલાને દીકરીના પતિ સાથે પ્રેમ થઈ ગયો. તો, વ્યક્તિ પણ તેની પત્ની હોવા છતા તેની સાસુ પર પણ તેનું દિલ હારી ગયો હતો. સાસુ અને જમાઈ 10 મહિના પહેલા એક થવા માટે ઘરેથી ભાગી ગયા હતા. પરંતુ સબંધીઓએ બંને અંગે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ 10 મહિના બાદ બંને કોર્ટ મેરેજ કરીને ઘરે પરત ફર્યા હતા. ઘરે પહોંચતાં મહિલાની પુત્રીએ હંગામો મચાવ્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસે પણ હવાલો સંભાળી લીધો હતો.

બંને સાસુ અને જમાઈ પોલીસ સમક્ષ સાથે જીવવા-મરવાની કસમો ખાવા લાગ્યા. જ્યારે મામલો વધવા માંડ્યો અને હાઈવોલ્ટેજ ડ્રામા થવા લાગ્યો તો, પોલીસે બંનેને કસ્ટડીમાં લઈ લીધા હતા અને શાંતિ ભંગ કરવા બદલ ચલણ કાપ્યુ હતુ. હવે આ મામલો ગામમાં ચર્ચામાં છે. આવી અજુગતી ઘટના ગામની સાથે તેમજ આજુબાજુના વિસ્તારમાં જોરદાર ચર્ચાનો વિષય બની છે. જેના કારણે પરિવારે મહિલા અને યુવકથી અંતર બનાવી લીધું છે. બંનેને લઇને પરિવારમાં રોષનું વાતાવરણ છે.

error: Content is protected !!