મરતા પહેલાં પૂરો પરિવાર સાથે મળીને ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો ને પછી આવ્યો ઘાતકી અંત

મહારાષ્ટ્ર;  હ્દયની કંપારી છૂટી જાય એવાં સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક ડૉક્ટરે જાતે પોતાના પરિવારની હત્યા કરી હતી. પહેલા પત્ની અને બાળકોને ઝેરનું ઈંજેક્શન આપ્યું, આ પછી તેણે જાતે ફાંસી લગાવી આપઘાત કરી લીધો. મરતાં પહેલાં ડૉક્ટરે એક સુસાઇડ નોટ પણ લખી છે. જેને વાંચ્યા પછી, દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા.

ડૉ. થોરાટે પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે આ સમાજ ખૂબ જ ખરાબ છે. જે કોઈ કારણ વગર દરેક લોકોને પરેશાન કરે છે. મારો પુત્ર કૃષ્ણ સાંભળી શકતો નથી, તો લોકો તેની હાંસી ઉડાવે છે. હવે અમારી પાસે સાંભળવાની અને સમજવાની શક્તિ નથી. કારણ કે લોકોનું વર્તન હવે સહન થતું નથી. તેથી જ આજે કાયમ માટે અલવિદા કહી રહ્યા છીએ. જેને અમે અમારા માનતા હતા તેઓ પુત્રને કારણે અમને ગુનેગાર માનતા હતા. હવે બહુ થયુ વધારે સહન કરી શકાતું નથી, આ જ કારણે અમે જઈ રહ્યા છીએ.

વાસ્તવમાં, આ ઘટના શનિવારે બપોરે અહમદનગરમાં બની હતી. જ્યાં રાશીન ગામમાં રહેતા ડો.મહેન્દ્ર થોરાટે આ ભયાનક પગલું ભર્યું હતું. ડૉક્ટરે આ ઘટનાને અંજામ આપતા પહેલા સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારો પુત્ર સાંભળી શકતો નથી. પરંતુ પાડોશનાં લોકો અને સંબંધીઓ તેની સાથે દુર્વ્યવહાર કરીને અમને ટૉન્ટ મારે છે. તેથી, અમે લોકો દુખી થઈને જીવ આપી રહ્યા છીએ.

ડો. થોરાટે પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે તેમની બધી સંપત્તિ દિવ્યાંગ બાળકોને દાનમાં આપી દેવામાં આવે. સાથે એમ પણ લખ્યું છે કે અમે કોઈને પણ અમારા મોત માટે જવાબદાર ઠેરવતાં નથી. જણાવી દઈએ કે ડો. થોરાટ સમાજ સેવા અને અનાથ બાળકો માટે કામ કરતા હતા. તે હંમેશાં ગરીબોની મદદ માટે તૈયાર રહેતા હતા. લોકો હવે ચર્ચા કરી રહ્યા છે કે આટલો સારો માણસ કેવી રીતે જતો રહ્યો.

જણાવી દઈએ કે 41 વર્ષીય ડો. થોરાટ રાશીન ગામમાં પોતાની એક હોસ્પિટલ ચલાવતા હતા. જ્યારે તેમની પત્ની વર્ષા હાઉસ વાઇફ હતી. બંનેને કૃષ્ણ અને કૈવલ્ય બે પુત્ર હતા. પોલીસને એક રૂમમાં બાળક અને મહિલાની લાશ મળી હતી. જ્યારે ડૉક્ટર બીજા રૂમમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો.

error: Content is protected !!